Yoga in Gujarati | યોગ એટલે શું અને તેના લાભ | Importance of Yoga in Gujarati

Yoga in Gujarati: અહી અમે આપની સાથે યોગ એટલે શું(Yoga in Gujarati) ની જાણકારી આપીશું સાથે સાથે તેનું મહત્વ, તેના પ્રકારો વિષે પણ જાણકારી આપીશું.

યોગ એ એક અભ્યાસ પ્રક્રિયા છે જેમાં શરીરના અંગો દ્વારા શારીરિક મુદ્રાઓ અને માનસિક સ્થિતિ જેમ કે ધ્યાન નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો યોગ ના ઘણા ફાયદા છે. યોગ નો દરરોજ અભ્યાસ કરવાથી શરીર માં એક લચીલપણું આવે છે સાથે મન પણ શાંત થાય છે. યોગ નો એક અધ્યાત્મિક ઉદેશ્ય પણ છે કે તેના દ્વારા વ્યક્તિ જન્મ અને મૃત્યુ ના ચક્ર માં થી મુક્ત થયી શકે છે.

Meaning of Yoga in Gujarati | યોગા નો અર્થ

યોગ શબ્દનો અર્થ એક થવું, ભેગું થવું, નિયંત્રણ મેળવવું વગેરે થાય છે. તે સંસ્કૃત શબ્દ યુજ પરથી ઉતારી આવ્યો છે. ઉપનિષદ, વેદ કે પુરાણો જેવા ધાર્મિક પુસ્તકો માં યોગ નો અર્થ ઇંદ્રિય, દિમાગ, બુદ્ધિ ને એક કરવા થી થાય છે.

History of Yoga in Gujarati | યોગ નો ઇતિહાસ

યોગનું જ્ઞાન ભારતમાં આશરે 5000 વર્ષ થી પણ વધારે વર્ષ થી ઉપલબ્ધ છે. યોગ ના આદિ પ્રણેતા ભગવાન શિવ ને માનવામાં આવે છે. તે સમયથી જ ભારત માં યોગનો શારીરિક, માનસિક, ભાવનાત્મક, અને અધ્યાત્મિક વિકાસ થયેલો જોવા મળે છે.

કઈ વેદો અને પુરાણો માં પણ યોગની જાણકારી વિસ્તૃત માં આપેલી છે. ઋગ્વેદ જે સૌથી જૂનું પુસ્તક માનવામાં આવે છે તેમાં પણ યોગ વિશે જાણકારી આપવામાં આવેલી છે. આ સિવાય પ્રાચીન ગ્રંથો જેવા કે ગીતા, ઉપનિષદ, હઠયોગ પ્રદીપિકા, વશિષ્ઠ યોગ, શિવ સંહિતા, જેવા અનેક વિદ પુસ્તકો માં યોગ ની જાણકારી જોવા મળે છે.

પરંતુ, યોગ વિશે સૌથી આધારભૂત અને પ્રમાણભૂત જાણકારી પતંજલિ દ્વારા આપવામાં આવી હતી, આથી પતંજલિ ને યોગશાસ્ત્ર ના પિતા માનવામાં આવે છે. તેમના દ્વારા યોગ ને સુવ્યવસ્થિત રૂપે બનાવવામાં આવ્યા હતા. અને પ્રકારો માં વિભાજન પણ વ્યવસ્થિત રૂપે કરવામાં આવ્યું હતું.

યોગના અંગ | અષ્ટાંગ યોગ | Ashtang yoga in Gujarati

મહર્ષિ પતંજલિ દ્વારા યોગ ને મુખ્યત્વે આઠ અંગો માં વિભાજિત કરવામાં આવ્યા છે જેને અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આઠ અંગો નીચે પ્રમાણે છે.

 1. યમ
 2. નિયમ
 3. આસન
 4. પ્રાણાયામ
 5. પ્રત્યાહાર
 6. ધારણા
 7. ધ્યાન
 8. સમાધિ

યમ અને નિયમ: નૈતિક સિદ્ધાંત, વ્યક્તિગત જીવન અને સામાજિક આચરણ થી સંબંધિત છે.

આસન: તે શારીરિક અને માનસિત બન્ને સ્થિતિ માં શાંતિ પ્રદાન કરે, એક એવિ સ્થિતિ જે લાંબા સમય સુધી થાક્યા વગર કરી શકાય

પ્રાણાયમ: શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા, આ ક્રિયા માં શ્વાસ ને નિયંત્રિત કરવાનો હોય છે.

પ્રત્યાહાર: જેમાં આત્મા જાગૃતિ પર ધ્યાન આપવામાં આવે છે અને ઇન્દ્રિય અને મન ને નિયંત્રિત કરવામાં આવે છે.

ધારણા: કોઈ એક વિચાર સાથે મન ને બાંધી લેવાની ક્રિયા એટલે ધારણા

ધ્યાન: આ અભ્યાસ એ શરીર ની એકગ્રતા વધારવા માટે મદદરૂપ બને છે. જેમાં કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય છે જેનાથી યાદશક્તિ અને નિર્ણયશક્તિ મજબૂત બને છે.

સમાધિ: યોગ ની સૌથી ઉચ્ચ સ્થિતિ માનવામાં આવે છે. જ્યારે ધ્યાન માં પ્રવીણતા પ્રાપ્ત કર્યા બાદ આ સ્થિતિ સુધી પહોચી શકાય છે, આ સ્થિતિ પર દુનિયાની કોઈ પણ સૂજ બૂજ રહેતી નથી.

યોગના લાભ | Benefits of Yoga in Gujarati

યોગ ની ઉત્પાતિના પ્રણેતા ભગવાન શિવ છે. બાદ માં તેને લાંબા સમય બાદ મહર્ષિ પતંજલિ એ સુ વ્યવસ્થિત રૂપ થી લોકો સુધી પહોચે તે માટે પતંજલિ યોગ ની રચના કરી હતી. યોગનો ઉદેશ્ય માત્ર આધ્યાત્મિક નહોતો, પરંતુ તેમાં મન અને શારીરિક વિકાસ નું પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. અહી અમે આપની સાથે યોગ દ્વારા થતાં લાભો અને મહત્વ ની જાણકારી આપીએ છીએ.

 • તણાવ ઘટાડી અને સંતુષ્ટિ માં વૃદ્ધિ કરે છે.
 • એકગ્રતા અને ધ્યાન માં મદદરૂપ બને છે.
 • મન અને શરીર વચ્ચે તાલમેલ વધારે છે.
 • આત્મજ્ઞાન ની જાગરુકતા માં મદદરૂપ બને છે.
 • શરીર ને સ્વસ્થ, લચીલું અને મજબૂત બનાવે છે.
 • મોટાપા, વજન ને નિયંત્રિત કે ઘટાડવા માં મદદરૂપ બને છે.
 • શરીર ના વિવિધ અંગો ની સમસ્યા માં રાહત આપે છે.

યોગ ના પ્રકાર | Types of Yoga in Gujarati

જુદા જુદા લોકો અને ઋષિ દ્વારા તેના ઘણા બધા પ્રકાર દર્શાવવામાં આવ્યા હતા પરંતુ મહર્ષિ પતંજલિ દ્વારા તેના મુખ્યત્વે છ પ્રકાર દર્શાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ છે.

 • હઠ,
 • રાજ
 • કર્મ
 • ભક્તિ
 • જ્ઞાન
 • તંત્ર

હઠયોગ: અત્યારે પશ્ચિમી દેશો માં આ પ્રકાર ખુબજ પ્રચલિત છે. તેના પ્રા હઠયોગ પ્રદીપિકા ગ્રંથ પણ ખુબજ પ્રચલિત છે જેની રચના ગ્રંથની રચના ગુરૂ ગોરખનાથના શિષ્ય સ્વામી સ્વાત્મારામે કરી હતી.

રાજયોગ: નૈતિક અનુશાસન, સંયમ, એકાગ્રતા જેવા આઠ અંગો દ્વારા રાજયોગ બને છે. તે અન્ય પ્રકારો કરતાં ખુબજ અઘરો પ્રકાર માનવામાં આવે છે.

કર્મયોગ: આ નિશ્વાર્થ ક્રિયા પર આધારિત છે, જે ભગવત ગીતા ના ઉદેશ્ય પર આધારિત છે.

ભક્તિયોગ: શ્રવણ, પ્રશંસા, સ્મરણ જેવા નવ અંગો થી ભક્તિ યોગ બને છે. કર્મયોગ ની સમાન જ તે ગીતા ના ઉદેશ્ય પર આધારિત છે.

જ્ઞાનયોગ: આ યોગ એ ગીતા પર આધારિત અને જ્ઞાન પ્રાપ્તિ માટે છે. મગજ માંથી નકારાત્મક ઉર્જા ને દૂર કરવા માટે અને આત્મા બોધ માતે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તંત્રયોગ: તંત્ર નો અર્થ “વિસ્તાર” થાય છે. આત્મા ને જાગૃત અને માનસિક શક્તિનો વિસ્તાર કરવા માટે તંત્રયોગ મહત્વપૂર્ણ છે.

અહી અમે આપની સાથે યોગ વિશે વિસ્તાર થી જાણકારી ગુજરાતી(Yoga in Gujarati) આપની સાથે શેર કરી છે. અમને આશા છે કે અહી આપેલી યોગ વિશે ની જાણકારી આપણે પસંદ આવશે. યોગ સંદર્ભ માં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નીચે કમેંટ કરી અમને જણાવી શકો છો.

Author

 • Sandeep Danteliya

  "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment