યોગ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબત જે યોગ ને બનાવે વધુ ફાયદાકારક | Yoga in Gujarati

દિવસે ને દિવસે યોગ પ્રત્યે લોકો નું આકર્ષણ વધી રહ્યું છે. એવામાં ઘણી એવિ બાબતો છે જે યોગ કરતી વખતે ધ્યાન માં લેવી ખુબજ આવશ્યક છે. અહી અમે આપની સાથે કેટલી ખુબજ મહત્વપૂર્ણ વાતો જે યોગ કરતાં સમયે ધ્યાન માં લેવી જોઈએ તે શેર કરી છે.

યોગ કરતાં પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબત

 • અહી આપેલી બાબતો નું જો આપ યોગ દરમિયાન ધ્યાન આપશો તો યોગ દ્વારા આપ અધિક માં અધિક લાભ ને પ્રાપ્ત કરી શકો છો.
 • યોગ હમેશા પ્રાર્થના કે સ્તુતિ થી કરવા જોઈએ, પપ્રાર્થના થી મન ને શાંતિ મળે છે અને વાતાવરણ માં એક દિવ્યતા નો અનુભવ થાય છે.
 • યોગ એ કોઈ જિમ ની પ્રક્રિયા નથી પરંતુ તે એક આધ્યાત્મિક અભ્યાસ છે જે શુદ્ધ મન અને એકાગ્ર મન થી કરવી જોઈએ જેના દ્વારા ઋષિ લાંબુ આયુષ્ય જીવતા હતા.
 • યોગાસન હમેશા ખાલી પેટ સાથે કરવા જોઈએ, સવાર માં શૌચ ક્રિયા બાદ યોગ કરવા જોઈએ, અશક્તિ નો અનુભવ થાય તો નવસેકા પાણી માં મધ ઉમેરી પીવું જોઈએ.
 • યોગાસન કરતી વખતે આસન પટ્ટો પાથરી શાંત વાતાવરણ માં કરવા જોઈએ એ પણ સુતરાઉ કે ખુલાં કપડાં પહેરી.
 • થાક, તણાવ, બીમારી કે ઉતાવળ માં યોગ નો અભ્યાસ ના કરવો જોઈએ.
 • જૂનો રોગ, દુખાવો કે હૃદય સંબંધી કોઈ સમસ્યા હોય તો ચિકિત્સક કે યોગ વિશેષજ્ઞ ની સલાહ અવશ્ય લેવી જોઈએ.
 • ગર્ભાવસ્થા દરમિયાન યોગ વિશેષજ્ઞ ની સલાહ બાદ જ કરવા જોઈએ.
 • યોગ દરમિયાન શ્વાસ ની પ્રક્રિયા એ નાક દ્વારા જ કરવી જોઈએ, કેટલાક પ્રાણાયામ માં શ્વાસ ની પ્રક્રિયા માટે વિષે નિયમો છે જેનું પાલન કરવું આવશ્યક છે.
 • પોતાની શારીરિક ક્ષમતા અનુસાર જ યોગ કરવા જોઈએ, યોગ ના સારા પરિણામો મળતા વાર લાગે છે પરંતુ તે ધીરજપૂર્વક અને સતત કરવાથી, ખુબજ લાભકારી થાય છે.
 • યોગાસન કર્યા બાદ 20 થી 30 મિનિટ બાદ સ્નાન કરવું જોઈએ અને ત્યાર બાદ ભોજન કરવું જોઈએ.

Author

 • Sandeep Danteliya

  "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment