Surya Namaskar in Gujarati with PDF | સૂર્ય નમસ્કાર કરવાની રીત અને બાર નામ

Surya Namaskar in Gujaratiy: અહી અમે આપની સાથે સૂર્ય નમસ્કાર કરવાની રીત અને બાર નામ પર Surya Namaskar Gujarati PDF સાથે જાણકારી આપીશું.

સૂર્ય નમસ્કારથી સંપૂર્ણ શરીર ને આરોગ્ય, શક્તિ, અને ઉર્જા ની પ્રાપ્તિ થાય છે. એના થી શરીર ના બધાજ અંગો અને પ્રત્યંગો માં ક્રિયાશીલતા આવે છે. સૂર્યનમસ્કાર દ્વારા આણતરીક ગ્રંથિઓના અંતઃસ્ત્રાવ(હોર્મોન્સ) ની પ્રક્રિયા નું નિયમન થાય છે. સૂર્યોદય ના સમયે તેને કરવાથી તે ખુબજ લાભદાયી રહે છે. સૂર્ય નમસ્કાર નો 11 થી 21 વાર સુધી યથા શક્તિ પ્રમાણે અભ્યાસ કરવો જોઈએ.

અહી અમે આપની સાથે સૂર્ય નમસ્કાર કરવાની રીત image સાથે આપી છે જેથી તેને સમજવામાં સરળતા રહે.

સૂર્ય નમસ્કાર કરવાની રીત

અહી અમે આપની સાથે સૂર્ય નમસ્કાર કરવાની રીત image સાથે આપી છે જેથી તેને સમજવામાં સરળતા રહે. તેને જુદા જુદા આસનો વડે બાર ચરણ માં કરવામાં આવે છે. અહી અમે આપની સાથે બાર ચરણમાં સૂર્ય નમસકાર ની સપૂર્ણ રીત આપની સાથે શેર કરી છે

1

પ્રથમ ચરણ – પ્રણામાસન


પ્રથમ ચરણ માં નમસ્કાર ની સ્થિતિ માં ઊભા રહેવાનુ હોય છે જેને પ્રણામાસન સ્થિતિ પણ કહેવાય છે. નમસ્કાર ની સ્થિતિ માં હાથ ને છાતી સાથે ચાંપી ઊભા રહેવાનુ હોય છે. આ ક્રિયા દરમિયાન શ્વાસ ની ક્રિયા સામાન્ય રીતે કરવાની હોય છે.

2

બીજું ચરણ – હસ્ત ઉત્તાનાસન

સ્થિતિ: બીજા ચરણમાં બંને હાથ ને કોણી વાળ્યા વગર ઊંચે લઈ જવાના હોય છે. ત્યાર બાદ શક્ય તેટલું કમર થી પાછળ ના ભાગમાં વળવાનું હોય છે. પગ ને પણ સીધા રાખવાના હોય છે. આ ચરણ ને કરતી વખતે શ્વાસ લેવાની ક્રિયા કરવાની હોય છે.
લાભ: કરોડરજ્જૂ માં મજબૂતી આવે છે અને પેટ તથા ખભા ના સ્નાયુ મજબૂત બને છે.

3

ત્રીજું ચરણ – ઉત્તાનાસન/પાદહસ્તાસન

સ્થિતિ: ધીરે ધીરે શરીર ને કમર થી આગળ ની તરફ વાળો, હાથ ના પંજા પગ ની આંગળીઓ પાસે સ્પર્શ કરે, નાક ઢીંચણ ને સ્પર્શ કરે એવી રીતે ની સ્થિતિ બનાવો. પગ ને સીધા રાખો અને આ ક્રિયા કરતાં સમયે ધીરે ધીરે શ્વાસ ને છોડવો.
લાભ: પેટ, કમર, અને પગ ની પાછળ ની સ્નાયુ મજબૂત બને છે. પાચન શક્તિ પણ વધે છે અને કરોડ રજ્જુ માં લચીલપણું આવે છે.

4

ચોથું ચરણ – અશ્વ સંચાલનાસન

સ્થિતિ: હવે નીચા વળી ને હાથ ની હથેળીઑને છાતીની બંને તરફ ટેકવી ને રાખો. ડાબો પગ ઉઠાવી ને પાછળ ભુજંગાસન ની સ્થિતિમાં લઈ જાવ. જમાનો પગ બંને હાથ ની વચ્ચે રાખો. ઘૂંટણ છાતીની સામે રાખો. તથા પગની એડી જમીન ને અડકેલી રાખો દૃષ્ટિ આકાશ તરફ અને શ્વાસ ને અંદર ભરો.
લાભ: છાતી નો ભાગ મજબૂત બને છે અને પાચન તથા કબ્જ સંબંધિત સમસ્યા દૂર થાય છે. ગર્દન સંબંધિત સમસ્યા થી પણ છૂટકારો અપાવે છે.

5

પાંચમું ચરણ – ચતુરંગ દંડાસન

સ્થિતિ: શ્વાસ બહાર કાઢી જમણા પગ ને પણ પાછળ લઈ જાવ અને ડોક તથા માથું બંને હાથ વચ્ચે બરાબર રહે તે રીતે નિતંબ અને કમરને ઉપર ઉઠાવો. માથું નીચે જુકાવી જમીન તરફ દૃષ્ટિ રાખો.
લાભ: શરીર ના પાછળ ના ભાગ ના સાયુ મજબૂત બનશે.

6

છઠ્ઠુ ચરણ – અષ્ટાંગ નમસ્કાર

સ્થિતિ: હાથ અને પગ ના પંજા ને સ્થિર રાખતા, છાતી અને ઘૂંટણને જમીન સ્પર્શ કરાવવો, આ રીતે બંને હાથ, બે પગ, બે ઘૂંટણ, છાતી અને માથું આ આઠ અંગ જમીન ને અડવાથી આ સાષ્ટાંગાસન પણ છે. આ ક્રિયા દરમિયાન શ્વાસોશ્વાસ સામાન્ય રાખવી.
લાભ: હાથ, ખભા ની સ્નાયુ મજબૂત થાય છે.

7

સાતમું ચરણ – ભુજંગાસન

સ્થિતિ: શ્વાસ અંદર ભરી છાતી ને ઉપર ઉઠાવી આકાશ તરફ દૃષ્ટિ રાખો, કમર જમીન પર ટેકવી રાખો, હાથ પગ સીધા રાખો.
લાભ: કરોડ રજ્જુ માં લાભકારી અને થાયરોડ માં પણ ખુબજ લાભકારી.

8

આઠમું ચરણ – અધોમુક્ત

સ્થિતિ: શ્વાસ બહાર કાઢો ડોક અને માથું બંને હાથની વચ્ચે રહે અને નિતંબ તથા કમર ઉપર ઉઠાવી, માથા ને ઝુકાવી પગની આંગળીઓ તરફ જુઓ.
લાભ: હાથ પગ અને ખાંભા ના સ્નાયુ મજબૂત થાય, મગજ માં રક્ત પ્રવાહ સંતુલિત થાય.

9

નવમું ચરણ – અશ્વ સંચાલનાસન

સ્થિતિ: નીચા વળી હાથની હથેળીઓને છાતીની બંને તરફ ટેકવી રાખો. ડાબો પગ ઉઠાવી ને પાછળ ભુજંગાસન સ્થિતિ માં લઈ જાવ. જમાનો પગ, બંને હાથ વચ્ચે રાખો . ઘૂંટણ છાતીની સામે રાખો, તથા પગ ની એડી જમીન પર અકડેલી રાખો. દૃષ્ટિ આકાશ તરફ રાખો, શ્વાસ અંદર ભરો.
લાભ: નિતંબ મજબૂત બનશે અને કંઠ રોગ દૂર કરવામાં સહાયતા મળશે.

10

દશમું ચરણ – ઉત્તાનાસન

સ્થિતિ: શ્વાસ બહાર કાઢી હાથને પગની પાસે જમીન પર ટેકવો જો બની શકે હથેળીઓ પણ જમીન પર ટેકવો તથામાથા ને ઘૂંટણો ને અડાડવા નો પ્રયત્ન કરો, પગ ઘૂંટણ થી સીધા રાખવા.
લાભ: માથા માં રક્તપ્રવાહ વધવા થી યાદ શક્તિ વધશે અને માનસિક સંતુલન પ્રાપ્ત થશે.

11

આગિયારમું ચરણ – હસ્ત ઉત્તાનાસન શ્વાસ

સ્થિતિ: શ્વાસ અંદર ભરી ને બંને હાથ પાછળની તરફ લઈ જાવ, દૃષ્ટિ આકાશ ની તરફ રાખો, કમર ને પણ યથા શક્તિ પાછળ ની તરફ ઝુકાવો, હાથ કાન ને આડેલા હોવા જોઈએ અને હાથે ઌ ભેગી રાખો.
લાભ: શરીર નું સંતુલન વધશે, આંતરડા ની મજબૂતાઈ માટે ખુબજ લાભકારી.

12

બારમું ચરણ – પ્રણામાસન

સ્થિતિ: સૂર્ય ની સમક્ષ ઊભા રહી નમસ્કારની સ્થિતિ માં હાથો ને છાતીની સામે રાખો.
લાભ: શરીર અને મન સંતુલિત થાય અને ઉર્જા વાન હોવાનો અહેસાસ થાય છે.

સૂર્ય નમસ્કારના બાર નામ અને મંત્ર

અહી નીચે અમે આપની સાથે સૂર્યનમસ્કાર ના બાર નામો અને તેના માટે બોલવામાં આવતા મંત્રો ગુજરાતી માં આપ્યા છે. અહી દરેક સ્થિતિ માટે અલગ અલગ મંત્રો આપવામાં આવ્યા છે. જે સૂર્ય ભગવાન ના નામ પર આધારિત છે.

સૂર્ય નમસ્કારની સ્થિતિ સૂર્ય નમસ્કાર ના નામ / આસનોસૂર્ય નમસ્કાર ના મંત્રો
પ્રથમ સ્થિતિ પ્રણામાસનૐ મિત્રાય નમઃ
બીજી સ્થિતિ હસ્ત ઉત્તાનાસનૐ રવયે નમઃ
ત્રીજી સ્થિતિ ઉત્તાનાસનૐ સૂર્યાય નમઃ
ચોથી સ્થિતિ અશ્વ સંચાલનાસનૐ ભાનવે નમઃ
પાંચમી સ્થિતિ ચતુરંગ દંડાસનૐ ખગાય નમઃ
છઠ્ઠી સ્થિતિઅષ્ટાંગ નમસ્કારૐ પુષ્ણે નમઃ
સાતમી સ્થિતિ ભુજંગાસનૐ હિરણ્યગર્ભાય નમઃ
આઠમી સ્થિતિ અધોમુક્તૐ મરિચયે નમઃ
નવમી સ્થિતિ અશ્વ સંચાલનાસનૐ આદિત્યાય નમઃ
દશમી સ્થિતિ ઉત્તાનાસનૐ સવિત્રે નમઃ
અગિયારમી સ્થિતિ હસ્ત ઉત્તાનાસન શ્વાસૐ અર્કાય નમઃ
બારમી સ્થિતિ પ્રણામાસનૐ ભાષ્કરાય નમઃ

સૂર્યનમસ્કાર ના ફાયદા | Benefits of Surya Namaskar in Gujarati

સૂર્ય નમસ્કાર એ એક સંપૂર્ણ વ્યાયામ છે જેનાથી આપણાં શરીર ના તમામ અંગો અને પ્રત્યંગો બળવાન અને નીરોગી રહે છે. પેટ, આંતરડા, આમાશય, અગ્નાશય, હૃદય અને ફેફસા ને સ્વસ્થ્ય કરે છે. કરોડરજ્જુ અને કમર ને લછિલી બનાવી, ત્યાની વિકૃતિ ને દૂર કરે છે. સંપૂર્ણ શરીર માં રુધિરાભિસરણ ને સુચારું રૂપે સંચાલિત કરે છે. તેના દ્વારા લોહીની અશુદ્ધિ ને પણ દૂર કરી, ચામડી ના તમામ રોગ નાશ થાય છે. હાથ, પગ, બાહુ, જાંઘ, ખભા આદિ બધા અંગો, માંસપેશી, સ્વસ્થ્ય, મજબૂત અને સુડોળ બનાવે છે. માનસિક શાંતિ, બળ, ઓજસ અને તેજ ની વૃદ્ધિ કરે છે. મધુપ્રમેહ માટે ખુબજ ઉપયોગી છે. સૂર્યનમસ્કાર સંપૂર્ણ શરીર ને પૂર્ણ આરોગ્ય પ્રદાન કરે છે

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment