[20+Best] Gujarati Ukhana | ઉખાણાં | Ukhana in Gujarati | Riddles in Gujarati

Gujarati Ukhana: અહી અમે આપની સાથે ગુજરાતી ભાષા ના ખુબજ જાણીતા અને રોચક ઉખાણાં(Ukhana in Gujarati) આપની સાથે શેર કર્યા છે. અહી આપેલા ઉખાણા સાથે જવાબ પણ સંતાડીને આપવામાં આવ્યા છે. આપ પહેલા વાંચી ને જાતે જવાબ વિચારવાનો પ્રયત્ન કરશો તો ઉખાણા નો વધુ આનંદ લઈ શકાશે.

  1. Gujarati Ukhana

નામ બારણાં સંગે લાવે
હવા ઉજાસ ઘરમાં લાવે,
ઋતુ સામે રક્ષણ આપે
તેના વગર કોઈ ને ના ફાવે

જવાબ બારી


2. Gujarati Ukhana

એવિ કઈ વસ્તુ છે જેને પગ નથી તો પણ તે ચડે છે અને ઉતરે પણ છે?

જવાબ : દારૂ


વાણી નહીં પણ બોલી શકે,
પગ નહીં પણ ચાલી શકે,
વાગે પણ કાંટા નહીં,
પણ તેના ઇશારે દુનિયા ચાલે

અથવા

હું દોડી નથી શકતી, ફક્ત ચાલુ છું, તેમ છતાં લોકો મને, બાંધીને રાખે છે. બોલો હું કોણ?

જવાબ: ઘડિયાળ


3. Gujarati Ukhana

હવા કરતાં હળવો છુ,
રંગે બહુ રૂપાલો છુ,
થોડું ખાવ તો ધરાઇ જાવ,
વધારે ખાવ તો ફાટી જાવ

જવાબ: ફુગ્ગો


તડકો લાગે તો ઉભો થાતો, છાંયો આવે તો મરી જાતો, જો કોઈ મેહનત કરે તો પાછો ઉભો થાતો, હવા આવે તો મરી જાતો. બોલો હું કોણ?

પરસેવો


Gujarati Ukhana

ટન ટન બસ નાદ કરે,
ઘડિયાળ જોઈ એ સાદ કરે,
સ્કૂલ નિશાળે એ લટકે,
રણકે તો બાળકો છટકે

જવાબ: ઘંટ


એક પ્રાણી એવું જે વન વગડા માં રહેતું,
મોટા મોટા કાન અને શરીરે તે શુવાળું

સસલું


ફાટું પણ કોઈ સીવતું નથી, ફાટું છું પણ કપડું નથી, ફાટું ત્યારે અવાજ કરતુ નથી. બોલો હું કોણ?

દૂધ


નાનું મોટું મળે ને પાણિમાં એ તરે,
સૌ સવારી કરે તે કયું વાહન

હોડી


ઊંટ જેવી બેઠક,
મૃગ જેવી ભારે ઉછાળ,
ઉડતા પકડે જીવ જંતુ,
દેખાવે લાગે ભોળો બાલ

દેડકો


પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા બે-ચાર, વગર પગે ચાલી ગઈ, તમે ચતુર કરો વિચાર? બોલો હું કોણ?

રાત


ત્રણ અક્ષર ના નામ વાળું એવું કયું અનાજ છે જેનો પહેલો અક્ષર કાઢી નાખો તો ચમકે, બીજો અક્ષર કાઢી નાખો તો ખૂલે, અને ત્રીજો અક્ષર કાઢી નાખો તો ઊડે…

બાજરી


મને લે છે બધા ખાવા માટે, પણ મને કોઈ ખાતું નથી, અથડાવું છું તો, તો બૂમ પાડું છું હું અવાજ સાથે. બોલો હું કોણ?

ચમચી


વડ જેવા પાન અને,
શેરડી જેવી પેરી,
મોગરા જેવા ફૂલ અને
અંબા જેવી કેરી

આંકડો


આખી રાત જોઈ વર્ષા અનોખી, શહેર આખું સવારે ન્હાયું, પાણી તો ઘણું શુદ્ધ હતું, પણ પી ના શકાયું. બોલો હું કોણ?

ઝાકળ


અબુકલું ઢબૂકલું,
લીલું લીલું માટલું,
અંદર લાલમ લાલ,
કાપીને બહેની ને આપ

અથવા

લાલ કિલ્લામાં કળા સિપાઈ, લીલી દીવાલમાં ગયા સમાઈ. બોલો હું કોણ?

તરબૂચ


બે માથા ને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચમાં, કપાઈ જાય એની કચકચમાં. બોલો હું કોણ?

કાતર


બરસો છતાં બારસો ઉંધા,
બારસો બાવન તીર,
મારુ ઉખાણું પારખે તેને
આપું સોનાનું તીર

નળિયા


એવિ કઈ સિચ્યુએશન છે જેમાં છોકરો 20 થી 25 મિનિટ માં થાકી જાય છે જ્યારે છોકરી કે હજુ તો શરૂ કર્યું છે..???

શોપિંગ


એવું કયું વસ્તુ છે જેને તમે ડાબા હાથ થી પકડી શકો છો પરંતુ જમણા હાથ થી નહીં??

જમણો હાથ


માઈકલ ની મમ્મી ને ત્રણ દીકરા છે, એક નું નામ મે અને બીજાનું નામ જૂન છે તો ત્રીજા નું નામ?

માઈકલ


રૂડો ને રૂપાળો ગોરો ગોરો, માખણ જેવો છું, માં નો તો ભાઈ નહિ, પણ બાળકો નો વ્હાલો મામો છું.  બોલો હું કોણ?

ચાંદો


પાણી તો પોતાનું ઘર, ધીમી જેની ચાલ, ભય જોઈને કોકડું વળતો, બની જતો ખુદની ઢાલ. બોલો હું કોણ?

કાચબો


ચાલે છે પણ જીવ નથી, હલે છે પણ પગ નથી, ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ બાજઠ નથી. બોલો હું કોણ?

હિંચકો


કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે તે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. બોલો હું કોણ?

મકાઇ


કાગળની છે કાયા, અક્ષરની છે આંખ, અલકમલકની સહેલ કરાવે, ખુલે છે જયારે પાંખ. બોલો હું કોણ?

પુસ્તક


અડધું છું ફૂલ ને, હું અડધું છું ફળ, કાળો મારો રંગ છે, છતાં સ્વભાવે મીઠો મધુર.બોલો હું કોણ?

ગુલાબજાંબુ


હજાર ઘર ની હજાર રાણી, એમાં ફૂલરસ રાખે આણી, મીઠાં મીઠાં શરબતની, એ લોકોને આપે લહાણી. બોલો હું કોણ?

મધમાંખી

અહી અમે આપની સાથે ગુજરાતી ભાષા ના શ્રેષ્ઠ ઉખાણાં(Gujarati Ukhana) જેને english માં riddle in Gujarati કહે છે તે શેર કર્યા છે. અમને કમેંટ કરી જણાવો કે આપ આમથી કેટલા ukhana ના જવાબ જાણતા હતા.

આપ અમને અન્ય Gujarati Ukhana શેર કરવા માંગતા હોય તો નીચે કમેંટ કરી અથવા કૉન્ટૅક્ટ પેગ પર જય કહી શકો છો.

Read This Also

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment