5 Best Gujarati Tahuka for invitation card(Kankotri)

Tahuko in Gujarati Kankotri: 5 Best Gujarati Tahuka for invitation card. અહી અમે આપને ગુજરાતી ભાષામાં નિમંત્રણ પત્રિકા, કે કંકોત્રી(Kankotri) માટે ખુબજ સુંદર પાંચ ટહુકા(Tahuka) આપીએ છીએ. આ ટહુકા આપની નિમંત્રણ પત્રિકા કે કંકોત્રી ની શોભા ખુબજ વધારશે.

Tahuko in Gujarati Kankotri: 1

ઘર અમારું મંદિર,
સંસ્કાર અમારી શોભા,
મૌન અમારી ભાષા,
પ્રેમ અમારી પરિભાષા,
શાનમાં કહીએ કે કાનમાં,
નાના કહેવાદો ને જાહેર માં,
અમારા કાકા ના લગ્ન માં જરૂર થી આવજો……..

Tahuko in Gujarati Kankotri: 2

અમારા પરિવારમાં આજ આવ્યો રૂડો અવસર,
પધારજો તમે નહિતો રહી જશે દિલમાં કોઈ કસર,
તમારા પ્રેમ અને આશીર્વાદ ની રહેશે અનેરી અસર,
રાહ જોઈશું અમે કે તમે આવોને હૃદયમાં મળે સાકર,
અમારા બેન માસી કે ફોઇ ના લગ્ન માં જરૂરથી આવજો…..

Tahuko in Gujarati Kankotri: 3

થશે આપનું આગમન તો ફૂલોમાં પુરાઈ જશે,
ઉછેરા આભમાં ખુશી થી પક્ષીઑ લહેરાઈ જશે,
આપ પધારશો તો ખુશી થી હૈયું હરખાઈ જશે,
અમારા કાકા તથા મામા ના લગ્ન માં જરૂર જરૂરથી આવજો….

Tahuko in Gujarati Kankotri: 4

તારીખ લખી છે તનથી,
મહિનો લખ્યો છે મનથી,
સાલ લખી છે સ્નેહ થી,
પ્રસંગે પધારજો પ્રેમ થી,
અમારા કાકા અને મામા ના લગ્ન માં જલૂલ જલૂલ થી આવજો હો…કે….

Tahuko in Gujarati Kankotri: 5

સમય ની ઘડી છે ન્યારી,
કુદરતની કૃપા છે પ્યારી,
અતિ આનંદ છે અમને કે રાહ જોઈ રહ્યા છીએ તમારી,
તો કરો અમારા માસી અને ફઈ ના લગ્ન માં આવવાની તૈયારી…

અમને આશા છે કે અમે અહી આપેલા પાંચ ખુબજ સુંદર ટહુકા પસંદ આવ્યા હશે. આ ટહુકા કંકોત્રી ની સુંદરતા માં ખૂબજ બધારો કરશે. જો આપને આ ટહુકા પસંદ આવ્યા હોય તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.

વધુ ગુજરાતી ટહુકા વાંચવા માટે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment