ગુજરાતી સુવિચાર | 200+ Best Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચારો

ગુજરાતી સુવિચાર: શું આપ સુંદર Gujarati Suvichar – ગુજરાતી સુવિચાર શોધી રહ્યા છો? અહી અમે આપની સાથે 200 થી વધારે નાના ગુજરાતી સુવિચાર આપ્યા છે.

ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar

સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે. આપ અવાર નવાર સુવિચારો ને વાંચતાં હશો જે અંગ્રેજી કે હિન્દી માં હશે પરંતુ અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચારો શેર કર્યા છે. જે વાંચવા થી આપને પણ એક સકારાત્મક ઉર્જા અને પ્રેરણા નો અનુભવ થશે.

અહી આપવામાં આવેલા સુવિચારો એ આપ વિભિન્ન તબક્કે લોકો સાથે શેર કરી શકો છો, જેમ કે આપ કોઈ ને શુભ સવાર ની શુભ કામનાઓ પાઠવવા માંગતા હોય ત્યારે અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર ને કોપી કરી કે Gujarati Suvichar Image ને Download કરી શેર કરી શકો છો.

આજ કાલ ઘણા બધા લોકો Gujarati Suvichar ને પોતાના Social Media Account, Facebook, WhatsApp, Snapchat, Instagram વગેરે માં શેર કરતાં હોય છે. જો આપ પણ અહી આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર ને શેર કરવા ઇચ્છતા હોય તો શેર કરી શકો છો.

ગુજરાતી સુવિચાર

"વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે, 
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં"
Gujarati Suvichar : "વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે, 
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં"
"જે નિરાશા ને ક્યારેય જોતાં નથી તે આશા પણ ક્યારેય ખોતા નથી,
અને જે પ્રયત્ન પર જીવી જાણે છે તે કિસ્મત પર ક્યારેય રોતા નથી."
"માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે."
સુવિચાર: "કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી, 
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."
"મદદ એ ખુબજ મોંઘી વસ્તુ છે જેની દરેક પાસે થી આશા રાખી શકાતી નથી, 
દરેક વ્યક્તિ દિલ થી ધનવાન હોતા નથી."
ગુજરાતી સુવિચાર: આ દુનિયા માં બધુજ કીમતી છે, 
"પરંતુ"
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી
આ દુનિયા માં બધુજ કીમતી છે, 
"પરંતુ"
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી
મનુષ્ય ના આચરણ થી તેના કુળની, 
બોલી થી તેના દેશ ની, 
તેના આદર સત્કાર થી તેના પ્રેમ ની,
અને 
તેના શરીર થી તેના આહાર-વિહાર ની 
પરખ થાય છે. 
આસમાન માં નજરથી દેખાતા તારા ગણવા આસાન છે, 
પરંતુ સાથે રહેતા કોણ આપણા છે તે જાણવું મુશ્કેલ છે. 
જે વ્યક્તિ જતું કરી શકે છે 
તે લગભગ બધુ કરી શકે છે. 
Gujarati Suvichar: તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે, 
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો.
તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે, 
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો. 
આત્મવિશ્વાસ એ ઘણી મોટી મૂડી છે જેના આધારે ઘણા બધા જંગ જીતી શકાય છે.
નાના ગુજરાતી સુવિચાર: તમારી "કુશળતા" પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમને "સફળ" નહીં બનો
તમારી "કુશળતા" પર લોકો ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમને "સફળ" નહીં બનો
છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી
ગુજરાતી નાના સુવિચાર: સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે.
સખત રસ્તાઓ હમેશા સુંદર લક્ષ્ય તરફ દોરી જાય છે. 
સંબંધ સાચવવાના નહીં નિભાવવાના હોય, 
આમ પણ જેને જેટલો સાથ આપવો હોય છે તે તેટલો જ સંબંધ નિભાવશે. 
"આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે,
 લોકો સાચું મનમાં બોલે છે 
અને 
ખોટું બૂમો પાડી ને બોલે છે."
"ખરાબ સમય ની સારી વાત એ છે કે તે તરત જ ખરાબ લોકો ને જીવન માથી દૂર કરે છે." 
Gujarati Suvichar: સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો.
સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો. 
"સંબંધ પૈસા ના મહોતાજ નથી હોતા કેમ કે 
અમુક સંબંધો એ નફો નથી કરાવી સકતા 
પરંતુ અમીર જરૂર બનાવી દે"
જો મહેનત એક આદત બની જાય 
તો સફળતા એક મુકદ્દર બની જાય
Suvichar in Gujarati: જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે.
જ્યારે તક મળે ત્યારે તૈયાર રહો કેમ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ત્યારે જ ભાગ્ય બને છે. 
"જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપ અંધારા માં પ્રવેશ કરો છો કે આપનો પડછાયો પણ સાથ છોડી દે છે"
"ફક્ત બીજાની અપેક્ષા છોડી દો, દુનિયાની કોઈ તાકાત તમને નહી જુકાવી શકે."
સુવિચાર: સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, 
જ્યારે 
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે.
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે, 
જ્યારે 
નિષ્ફળતા દુનિયાનો પરિચય તમને કરાવે છે. 
હૃદય થી સાફ રહેશો તો ઘણા બધા ના ખાસ રહેશો, 
સુવિચારો મહત્વના નથી પરંતુ શું વિચારો છો તે મહત્વનુ છે. 
ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે,
પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે
અને 
બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.
"જો આ દુનિયા માં કઈ છોડવું જ હોય તો બીજાને નીચા અને પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો"
કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજો 
કેમ કે 
"તમે તેનાથી ખૂબ મહાન છો."
જો આપે ગરુડ ની જેમ ઊંચે આકાશ માં ઉડવું હોય તો કાગડાનો સંગ છોડવો પડશે. 
જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરે
- સ્વામી વિવેકાનંદ
"જ્યારે તમારી પાસે કઈ બાકી ના રહ્યું હોય ત્યારે પણ ભવિષ્ય તો બાકી જ હોય છે."
"માણસે સફળ થવા માટે પોતાની જાત પર વિશ્વાસ કરવો ખુબજ જરૂરી છે." 
ખૂબી અને ખામી એ બંને હોય છે આપડાં માં તમે શું પસંદ કરો છો તે મહત્વનુ છે. 
Gujarati Suvichar Image: એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે 
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે.
એક ઇચ્છા કશું બદલાતી નથી
એક નિર્ણય થોડું બદલે છે જ્યારે 
એક નિશ્ચય બધુ જ બદલી નાખે છે. 
કહેવાય છે કે જિંદગી એક જ વાર મળે છે, જે તદ્દન ખોટી વાત છે, 
મૃત્યુ એક જ વાર મળે છે, જિંદગી તો રોજ સવારે મળે છે. 
"બસ માત્ર તમને જીવતા આવડવું જોઈએ"
કિમત પાણી ની નથી તરસ ની છે, 
કિમત મૃત્યુ ની નથી શ્વાસ ની છે, 
સંબંધ તો ઘણા છે જીવન માં પરંતુ 
કિમત સંબંધ ની નથી, 
તેના પર મૂકવામાં આવેલ વિશ્વાસ ની છે. 
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શિખતા રહો
 કેમ કે 
"અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે"
સાચી દિશા અને સાચા સમય ના જ્ઞાન વગર ઊગતો સૂર્ય પણ આથમતો જ દેખાય છે. 
તમને કોઈ હરાવી શકતું નથી જ્યાં સુધી તમે પોતે હાર ના સ્વીકારો. 
"સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ."
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ  
જે આપના માટે યુદ્ધ ના લડે પરંતુ આપની જીત નિશ્ચિત આવશ્ય કરે. 
સંપતિ સુખ નહીં માત્ર સગવડ આપે છે, 
સુખ તો સાચા સંબંધો ની પૂંજી થી મળે છે.
"અઘરું કામ આવતી કાલે નહીં પરંતુ આજે જ શરૂ કરો"
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિ થી કારી કરવું પડશે. 
- સ્વામી વિવેકાનંદ
સુવિચાર: તમારી હરીફાઈ કરનારા એ તમારા કામ ની કોપી કરી શકે છે પરંતુ તેઓ આપના જુનુન, સાહસ, ક્ષમતા, સંસ્કાર કે ધૈર્ય ની કોપી નહીં કરી શકે.
તમારી હરીફાઈ કરનારા એ તમારા કામ ની કોપી કરી શકે છે પરંતુ તેઓ આપના જુનુન, સાહસ, ક્ષમતા, સંસ્કાર કે ધૈર્ય ની કોપી નહીં કરી શકે.
"ભૂલો તમારો અનુભવ વધારે છે, જ્યારે અનુભવ આપની ભૂલો ને ઓછી કરે છે"
ગુજરાતી સુવિચાર: ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
 "અયં હસ્તો મેં ભગવાનયં"
અર્થાત 
"મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,"
ઋગ્વેદ માં એક સુંદર વાક્ય છે,
 "અયં હસ્તો મેં ભગવાનયં"
અર્થાત 
"મારા બે હાથ જ મને સાચી સમૃદ્ધિ અપાવી શકે છે,"
જે લોકો ને પ્રયાસ જ નથી કરવો એને બધી સમસ્યા મોટી જ લાગશે.
જીવન એ સિક્કા જેવુ છે, તમે તેને ઇચ્છો તેમ ખર્ચ કરી શકો છો પરંતુ જીવન માં માત્ર એક જ વાર ખર્ચ કરી શકો છો.
પોતાના પર ભરોસો રાખજો, 
અહી આવ્યા છો તો સફળતા પણ મળશે જ
જ્યાં તમે કઈ ના કરી શકો એવું લાગે ત્યાં પણ 
એક કામ અવશ્ય કરો 
"પ્રયત્ન"
પગે એને જ લગાય જેનું આચરણ પૂજવા લાયક હોય, 
મોટા માણસ બનવું એ સારી વાત છે,
પરંતુ
સારા માણસ બનવું એ મોટી વાત છે. 
મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો 
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે 
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.
કોઈ પણ ના જીવન માં મોકો મળે તો "સારથી" બનવાનો પ્રયત્ન કરજો નહીં કે "સ્વાર્થી"
બગડેલા કેસ ને જે સુધારે તે વકીલ કહેવાય 
પરંતુ 
જે કેસ બગાડવા જ ના દે તેને "વડીલ" કહેવાય
જેઓ વિચારે છે કે તેઓ જીતી શકે છે, હકીકત માં તે જ જીતી શકે છે.
જો આપણે દિવસ દરમિયાન એક પણ મુશ્કેલી નો સામનો ના કરવો પડે  તો સમજો કે આપ ખોટા માર્ગે છો.
- સ્વામી વિવેકાનંદ
"પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈ જોવાનો સમય જ ના રહે"
કોઈ ક્યારેય હારતું નથી,
કાં તો શીખે છે,
કાં તો જીતે છે.
ઊંચું ઉડવા વાળું પક્ષી ક્યારેય ઘમંડ નથી કરતું કેમ કે, 
તેને પણ ખબર છે કે આકાશ માં ક્યાય બેસવાની જગ્યા નથી હોતી.
વિશ્વાસ એ એક એવો શબ્દ છે જેને 
વાંચતાં "એક ક્ષણ" લાગે છે,
સમજતા "એક મિનિટ" લાગે છે,
પરંતુ સાબિત કરતાં "આખું જીવન" નીકળી જાય છે.
Gujarati Good Thought : જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી.
જીવન માં કઈક મોટું પ્રાપ્ત કરો ત્યારે ક્યારેય નાના ને છોડી ના દો
જ્યાં સોઈ ની જરૂર હોય છે ત્યાં તલવાર કામ નથી આવતી. 
દરેક નિર્ણય એ કુદરત નો જ હોય છે, જે સ્વીકારે છે તે ક્યારેય દુખી થતાં નથી.
"એક હકીકત"
જ્યાં સુધી સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી ખોટી વાતે અડધી દુનિયા ફરી લીધી હોય છે
ગુજરાતી સુવિચાર: જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય, ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય
જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય 
પરિણામ ધાર્યા પ્રમાણે ના આવે તેનો મતલબ એ નથી કે આપણે હારી ગયા, 
પરંતુ આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ ત્યારે આપણે હારીએ છીએ.
મીઠું સ્મિત, તીખો ગુસ્સો, ખારા આંસુ, ખાટી મીઠી યાદો, અને થોડી કડવાશ આ બધુ મળીને જે વાનગી બને છે તેનું નામ એટલે જિંદગી.
સંબંધો ની સંખ્યા હોય પરંતુ જો એમાં સહકાર ના હોય તો એ સંખ્યા નકામી.
તમે જે કઈ પણ કરી શકો છો તેના માટે ક્યારેય મોડુ થતું નથી. 
"સંપતિ કરતાં સંસ્કાર ચઢિયાતાં છે, 
કેમ કે સંપતિ ની વિલ બને છે 
જ્યારે સંસ્કાર ની ગૂડવિલ બને છે. 
કોઈ મારુ ખરાબ કરે એ એનું કર્મ છે 
પરંતુ 
હું કોઈ નું ખરાબ ના કરું એ મારો ધર્મ છે." 
ગુજરાતી નાના સુવિચાર: પરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે.
પરિસ્થિતી થી માણસ જેટલો તૂટે છે તેટલોજ મજબૂત પણ બને છે. 
અપેક્ષા ના અંત પછી જ શાંતિ ની શરૂઆત થાય છે. 
સમય અને ભાગ્ય એ બંને પરિવર્તનશીલ હોય છે માટે તેના પર ક્યારેય અભિમાન ના કરવુ જોઈએ 
ભેગા તો બધા થાય છે બસ તકલીફ એક થવામાં છે. 

નાના ગુજરાતી સુવિચાર

અહી કેટલાક “નાના ગુજરાતી સુવિચારો” આપની સાથે શેર કર્યા છે. આ સુવિચારો એ “વન લાઇનર” પ્રકાર ના હોય છે, જે માત્ર એક જ લીટી માં ઘણું બધુ કહે અને શીખવી જાય છે. અહી આપવામાં આવેલા નાના ગુજરાતી સુવિચાર ફોટા સાથે છે અને આવનારા સમય માં તેમાં વધારે ઉમેરવામા પણ આવશે.

સારી વ્યક્તિ ની પસંદગી નહીં કરો તો ચાલશે પરંતુ 
એવિ વ્યક્તિ ને જરૂર પસંદ કરજો જે આપણે સારા બનાવે.
વેદના એ વાત નો પુરાવો છે કે, આપણમાં સંવેદના સજીવન છે. 
દરરોજ પોતાની સાથે મુલાકાત કરો, પોતાને સમજવા પણ જરૂરી છે.
Gujarati Suvichar : સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે.
સફળતા એ સવાર જેવી છે, માંગવાથી નહીં પણ જાગવાથી મળે છે. 
સમજ અને ગેર-સમજ વચ્ચે ના અંતર ને માત્ર સંવાદ ના સેતુ થી જ કાપી શકાય છે.
નખરાં ત્યારે જ થાય છે જ્યારે વિકલ્પ હોય છે.
સમસ્યા એ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ સમસ્યા ને સમસ્યા સમજવામાં છે
સમય એ કોઈનો સગો થતો નથી, સગા બધા સમય જોઈને જ થાય છે.
જીવન માં ક્યારેય એ સ્પષ્ટ નથી સમજી શકાતું કે જે તૂટે છે તે આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.
ગુજરાતી સુવિચાર: જિંદગી નો સાચો મર્મ જિંદગી માં વર્ષો ઉમેરવામાં નહીં પરંતુ વર્ષોમે જિંદગી ઉમેરવામાં છે.
જિંદગીનો સાચો મર્મ
જિંદગી માં વર્ષો ઉમેરવાના નથી પરંતુ 
વર્ષો માં જિંદગી ઉમેરવાની છે. 
જમવું અને પેટ ભરવું માં ફર્ક એટલોજ છે જેટલો સાથે હોવામાં અને રહેવામાં છે. 
જબરદસ્ત સંબંધો માં ક્યારેય જબરદસ્તી નથી હોતી.
સફળતા હમેશા સમય માંગે છે અને સમય હમેશા ધીરજ થી આવે છે.

મહાન વ્યક્તિઓ ના સુવિચાર

મહાન વ્યક્તિઓ ના સુવિચારો એ ખુબજ પ્રેરણાદાયક હોય છે. તેઓ એ આપેલા સુવિચાર તેમના અનુભવ અને સંઘર્ષ ને આધારે હોય છે. અહી અમે આપની સાથે કેટલાક મહાન વ્યક્તિઓ ના સુવિચારો ગુજરાતીમાં આપની સાથે શેર કર્યા છે જે વાંચવાથી આપને પ્રેરણા મળશે.

જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે.
- મહાત્મા ગાંધી
"ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો"
- સ્વામી વિવેકાનંદ
જેટલી થઈ શકે એટલી વધુ ભૂલો કરો, પણ યાદ રાખો કે એકની એક ભૂલ ફરીથી ના થાય. 
તમે જોશો કે તમે પ્રગતિ ના રસ્તે હશો.
- રજનીશ ઓશો
જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતી નથી, તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતું નથી
- ચાણક્ય
દરેક પાસે પોતાના વિચારો હોવા જોઈએ, વિચારો દ્વારા જ આચરણ નું મૂલ્યાંકન થયી શકે છે.
- બાબા સાહેબ આંબેડકર
જો તમારે સૂર્ય જેમાં ચમકવું હોય તો પહેલા તેની જેમ સળગતા પણ શીખવું પડશે.
- એપીજે અબ્દુલ કલામ
જો તમારામાં શક્તિનો અભાવ હોય તો વિશ્વાસનો કોઈ ફાયદો નથી. કારણ કે મહાન ધ્યેયો હાંસલ કરવા માટે શક્તિ અને વિશ્વાસ બંને જરૂરી છે.
- સરદાર પટેલ
નાની-નાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે તેમાં જ તમારી શક્તિ સમાયેલી છે. આ જ શક્તિ તમને આગળ લઇ જાય છે.
- મધર ટેરેસા
“બધી દેખાતી નિષ્ફળતાઓમાં કંઈક સારું છે. તમારે હવે તે જોવાનું નથી. સમય જ તે જાહેર કરશે. ધીરજ રાખો.”
- સ્વામી શિવાનંદ

અહી અમે આપની સાથે સુંદર ગુજરાતી સુવિચાર શેર કર્યા છે, અહી આપવામાં આવેલ સુવિચાર ને આપ આપના સોશિયલ અકાઉંટ જેવા કે ફેસબુક, વ્હાટ્સએપ્પ, ઇન્સ્ટાગ્રામ વગેરે માં શેર કરી શકો છો.

ગુજરાતી સુવિચાર એટલે શું?

સુવિચાર એટલે સારા વિચારો, એવ વિચારો જે વાંચનાર કે સાંભળનાર નું કઈક ભલું કરે, કઈક પ્રેરણા કે ઉર્જા ણો પરિચય કરાવે. સોશિયલ મીડિયા ના કારણે ગુજરાતી સુવિચારો પહેલા કરતાં વધુ પ્રમાણ માં શેર થતાં જોવા મળે છે. અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચાર ફોટા સાથે, નાના ગુજરાતી સુવિચાર, અને મહાન વ્યક્તિના સુવિચારો ગુજરાતીમાં આપ્યા છે.

અહી આપવામાં આવેલ સુવિચારો જો આપણે પસંદ આવ્યા હોય તો અન્ય લોકો જોડે શેર આવશ્ય કરજો.

ગુજરાતી સુવિચાર ફોટો

4 thoughts on “ગુજરાતી સુવિચાર | 200+ Best Gujarati Suvichar | નાના ગુજરાતી સુવિચારો”

Leave a Comment