શું તમે ક્યારેય ઈસ્ટર કે ઈસ્ટર રવિવાર વિષે સંભાળ્યું છે? જો આપ આ વિશે ના જાણતા હોય તો આ લેખ દ્વારા અમે આપને ઈસ્ટર એટલે શું અને ઈસ્ટર કે મનાવવામાં આવે છે તેની પાછળનું કારણ શું છે જેવી વિગતો શેર કરીશું. ઈસ્ટર વિશે જાણવા માટે આ લેખ પૂરો વાંચો.
ઈસ્ટર શું છે?(What is Easter in Gujarati?)
ઈસાઈ ધર્મ માં ક્રિસમસ બાદ જો કોઈ સૌથી મોટો તહેવાર હોય તો તે ઈસ્ટર છે.
ઈસ્ટર એ ઈસાઈ ધર્મ ના મહત્વપૂર્ણ તહેવારો માથી એક છે. ઈસા મસીહ ને પુનઃ જીવિત થવાની ખુશી ના કારણે આ દિવસ ને મનાવવામાં આવે છે. ઈસાઈ ધર્મ ની માન્યતા પ્રમાણે ગૂડ ફ્રાઇડે ના ત્રીજા દિવસે ઈસા મસીહ પુનર્જીવિત થયા હતા. ઈસા મસીહ ના પુનઃ જીવિત થવાના કારણે લોકો આનંદિત થાયા હતા. તે રવિવાર નો દિવસ હતો આથી તેને ઈસ્ટર સનડે એટલે કે ઈસ્ટર રવિવાર તરીકે પણ ઉજવવામાં આવે છે.
ક્રિસમસ અને ઈસ્ટર એ બંને દિવસ ને ઈસા મસીહ ના જન્મદિવસ ના રૂપ માં મનાવવા માં આવે છે. ઝેરુસ્થલમ ની પહાડી પર ઈસા મસીહ ને ક્રોસ પર ચડાવી યાતનાઓ આપવામાં આવી હતી અને ગુડ ફ્રાઇડે ના દિવસે તેમનું મૃત્યુ થયું હતું. બાદમાં ત્રીજા દિવસે એટલે કે રવિવારે ઈસા મસીહ પુનઃ જીવિત થયા હતા.
એવું માનવમાં આવે છે કે ઈસા મસીહ પુનઃ જીવિત થયા બાદ 40 દિવસ સુધી તેમના શિષ્યો સાથે રહ્યા હતા, બાદમાં તેઓ સ્વર્ગ માં ગયા હતા. આથી ઈસ્ટર પર્વ ને 40 દિવસ સુધી મનાવવામાં આવે છે.
ઈસ્ટર કેવી રીતે મનાવવામાં આવે છે?
ઈસ્ટર દિવસ નહીં પરંતુ પ્રથમ અઠવાડીયા ને પૂરા ધામ ધૂમ થી મનાવવામાં આવે છે. જેમાં પ્રથમ અઠવાડીયા માં લોકો ચર્ચ જાય છે અને ચર્ચ ને ખુબજ સુંદર રીતે શણગારવામાં આવે છે. મીણબત્તિ થી ચર્ચ અને ઘર ને પ્રકાશિત કરવામાં આવે છે. બાઇબલ નું પણ વાંચન કરવામાં આવે છે.

આ દિવસે તેઓ ઈંડા ને ખુબજ સુંદર રીતે શણગારે છે અને એકબીજાને ભેટ આપે છે. તે પાછળ નું મુખ્ય કારણ એમ છે કે ઈંડા એ શુભ પ્રતિક છે અને તેના થી જીવન માં એક નવી શરૂઆત થાય છે.
તો આ હતી ઈસ્ટર વિશેની જાણકારી, અમને આશા છે કે આપને અમારા દ્વારા આપવામાં આવેલી ઈસ્ટર(What is Easter in Gujarati) વિશે ની જાણકારી પસંદ આવી હશે. અન્ય લોકો ને પણ આ માહિતી વધુ ને વધુ શેર કરવા વિનંતી.