Women’s Day Quotes in Gujarati: અહી અમે આપની સાથે Women’s Day માટે વિશેષ સુવિચારો(Quotes) ને આપની સાથે શેર કર્યા છે. અહી આપેલ Women’s Day Quotes in Gujarati અને Image ને આપ Download કરી શેર કરી શકો છો.
Women’s Day Quotes in Gujarati
મહિલાઓ નું સમાજ માં ઘણું યોગદાન રહ્યું છે. તેઓ બાળકો થી લઈ નો વડીલો અને બુજુર્ગો નું ઘરમાં ધ્યાન રાખવા સિવાય પણ ઘણું બધુ કરે છે. એ અભ્યાસ એવું દર્શાવે છે કે જ્યારે સમાજની અર્થવ્યવસ્થા અને રાજકીય સંગઠન બદલાય છે, ત્યારે મહિલાઓ પરિવારને નવી વાસ્તવિકતાઓ અને પડકારો સાથે સમાયોજિત કરવામાં મદદ કરે છે.
યુનાઇટેડ નેશન્સ સંસ્થા ના મહિલા વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓ ના યોગદાન વિશે એ સુંદર વાત કરી છે, તેઓ કહે છે કે “ગ્રામીણ મહિલાઓ ખોરાક અને પોષણ સુરક્ષા હાંસલ કરવા, આવક પેદા કરવા અને ગ્રામીણ આજીવિકા અને એકંદર સુખાકારીને સુધારવામાં તેમના પરિવારો અને સમુદાયોને ટેકો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.”
મહિલાઓ ના યોગદાનનું મહત્વ વધારવા આપણે દર વર્ષે એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(International Women’s Day) ઉજવીએ છીએ. અહી અમે International Women’s Day ના માટે આપની સાથે Women’s Day Quotes in Gujarati શેર કર્યા છે. અહી આપવામાં આવેલ Quotes ને આપ યોગ્ય પ્લેટફોર્મ કે વ્યક્તિગત રૂપે શેર કરી શુભકામનાઓ પાઠવી શકો છો.
Best Women’s Day Quotes in Gujarati


Top Quotes and Wishes of Women’s Day in Gujarati

અહી અમે આપની સાથે મહિલાઓ પર સુવિચાર(Quotes on Women in Gujarati) અને મહિલાઓ દ્વારા કહેવામા આવેલ સુવિચાર(Quotes by Women in Gujarati) આપવામાં આવ્યા છે. જો આપને અહી આપવામાં આવેલ Womens Day Quotes પસંદ આવ્યા હોય તો અન્ય લોકો સાથે શેર કરી શકો છો.
જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે…
તેને પત્નિ કહેવાય.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે..
તેને માં કહેવાય.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે…
તેને બહેન કહેવાય.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે..
તેને દીકરી કહેવાય…
પણ કાકી એટલે ?
પણ ફુઈ એટલે ?
ખુબજ સુંદર ભાઈ