Swami Vivekananda Quotes in Gujarati | સ્વામી વિવેકાનંદના સુવિચાર

Swami Vivekananda Quotes in Gujarati: અહી અમે આપની સાથે સ્વામી વિવેકાનંદના સુવિચાર(Quotes of Swami Vivekananda in Gujarati) ને આપની સાથે શેર કરીશું.

સ્વામી વિવેકાનંદ જેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તા માં થયો હતો. તેઓ તેમના અભ્યાસ સમયથી જ રામકૃષ્ણપરમહંસ સાથે જોડાયા હતા. તેમના ગુરુ રામકૃષ્ણપરમહંસથી તેમણે ઘણા દિવ્ય અનુભવો પણ પ્રાપ્ત થયા હતા. પશ્ચિમી સભ્યતા માં ભારત ની સંસ્કૃતિ અને વેદાંત જ્ઞાન ને ફેલાવવામાં સ્વામી વિવેકાનંદ નો ખુબજ મહત્વનો ફાળો છે.

ઈસવીસન 1888 થી 1893 દરમિયાન તેમણે ભારત ભ્રમણ કર્યું હતું. ત્યાર બાદ શિકાગો નો વિશ્વ ધર્મ પરિષદ માં 30 જુલાઈ 1893 ના રોજ ભાગ લીધો હતો અને હિન્દુ ધર્મ નું પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યાં તેમણે આપેલા પ્રવચન થી તેમની ખ્યાતિ દેશ વિદેશ માં પ્રસરી હતી. તેમની પાસે ધર્મ અને વેદનું ખુબજ ઊંડું જ્ઞાન હતું. આથી તેમના દ્વારા આપવામાં આવેલા સુવિચાર એ ખુબજ ઉપયોગી અને ગૂઢ રહસ્ય વાળા પણ છે. અહી અમે તેમાથી કેટલાક પસંદીદા સ્વામી વિવેકનંદના સુવિચાર(Swami Vivekananda Quotes in Gujarati) આપની સાથે શેર કર્યા છે.

સ્વામી વિવેકનંદના સુવિચાર | Swami Vivekananda Quotes in Gujarati

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો

Swami Vivekananda Quotes in Gujarati
Swami Vivekananda Quotes in Gujarati

પોતાની જાત ને નિર્બળ માનવું એ સૌથી મોટું પાપ છે.

હીરો બનો, પૃથ્વી નો સૌથી વધુ આનંદ તે આદર્શ વ્યક્તિઓજ લે છે. ક્યારેય ડરશો નહીં.

જ્ઞાન એ પહેલેથીજ પ્રવર્તમાન છે. મનુષ્ય માત્ર તેને શોધે છે.

Swami Vivekananda Quotes in Gujarati

પ્રકૃતિના અસ્તિત્વનું એકમાત્ર કારણ આત્માનું શિક્ષણ છે.

જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ભગવાન પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે.

Quotes of Swami Vivekananda in Gujarati

જેઓનાં શરીર અન્યની સેવામાં નષ્ટ થાય છે તે ધન્ય છે.

Swami Vivekananda Quotes in Gujarati

આપણે જેટલું વધારે બીજાનું ભલું કરીશું, આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો તેમા વાસ થશે.

જ્યારે લોકો તમને ગાળો ત્યારે તમે તેમને આશીર્વાદ આપો. કેમ કે તે તમારા ખોટા દંભને બહાર કાઢવામાં તમારી મદદ કરી રહ્યા છે.

સત્ય એક હજાર જુદી જુદી રીતે કહી શકાય, તેમ છતાં દરેક વખતે તે સાચું જ હોય છે.

Swami Vivekananda Quotes in Gujarati

દિલ અને મગજ વચ્ચેના ટકરાવ સમયે હમેશા દિલનું સાંભળવું જોઈએ.

Swami Vivekananda Quotes in Gujarati

જો આપ પ્રયત્નશીલ હોય તો બધુ સરળ છે અન્યથા બધુજ અઘરું છે.

આત્મા જેવો બીજો કોઈ તમારો શિક્ષક નથી

Swami Vivekananda Quotes in Gujarati

જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી શીખો, અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે.

ક્યારેય કોઈ ની નિંદા ના કરવી જોઈએ, જો તમે મદદ ના કરી શકો તો તેમણે હાથ જોડો કે આશીર્વાદ આપો અને તેમના રસ્તે જવા દો.

Swami Vivekananda Quotes in Gujarati

વિશ્વ એ એક મહાન અખાડો છે જ્યાં આપણે આપણી જાતને મજબૂત બનાવવા માટે આવે છે.

Quotes of Swami Vivekananda in Gujarati

દિવસ માં એકવાર તમે પોતાની સાથે વાત કરો નહિતર તમે દિવસ માં એક મહત્વપૂર્ણ વ્યક્તિ ને મળવાનું ચૂકી જશો.

અહી અમે આપની સાથે સ્વામી વિવેકાનંદના સુવિચાર(Swami Vivekananda Quotes in Gujarati) આપની સાથે શેર કર્યા છે. અમને આશા છે કે આ ગુજરાતી સુવિચાર(Gujarati Quotes) આપણે પસંદ આવશે.

વાચો અન્ય લેખ

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment