Love Quotes in Gujarati: Gujarati quotes and Shayari that make you fall in love

Love Quotes in Gujarati: અવતરણો(Quotes) અને શાયરી(Shayari in Gujarati) પોતાની ફીલિંગ(Feeling) શેયર કરવા માટે ખુબજ સારું માધ્યમ બની શકે છે, આથી અમે અહી આપને માતૃભાષા ગુજરાતી(Gujarati) માં પ્રેમના અવતરણો(Love Quotes) લાવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આપને આ લવ quotes ને વાંચવાથી એક વિશેષ અનુભૂતિ થશે.

અહી અમે આપના માટે પ્રેમ ના અવતરણો(Love Quotes in Gujarati) માં પણ જુદા જુદા વિષયો પર અવતરણો આપ્યા છે. જેવા કે love quotes in Gujarati, પતિ-પત્ની માટે(husband wife love quotes in Gujarati), ગર્લફ્રેંડ માટે( love quotes in Gujarati for girlfriend), બોયફ્રેંડ માટે (love quotes in Gujarati for Boyfriend), ફોટાઓ(images of love quotes in Gujarati).

Love Quotes in Gujarati

Love Quotes in Gujarati:

પ્રેમ એટલે…. તે લીધેલા શ્વાસનો, મે કરેલો અહેસાસ…

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું
અને થયી જાય પછી,
તેનું કોઈ નિવારણ નથી હોતું.

Love Quotes in Gujarati:

રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.

ખાસ વ્યક્તિ સાથે પહેલી વાર ગળે મળો ત્યારનો અનુભવ ખાસ હોય છે
કેમ કે ત્યારે પ્રેમ સાથે થોડો ડર પણ હોય છે.

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

પ્રેમ હમેશા સ્વભાવ ને અનુભવી ને થાય છે,
ચેહરો જોઈ માત્ર પસંદગી જ થાય છે.

ક્યારેક તેણે જ કહ્યું હતું કે તારા વગર મારે સવાર નથી પડતી અને આજે આખો દિવસ વીતી જાય છે મારા વગર!!!!

આટલા દર્દ સહન કરી હવે એટલુ સમજાઈ ગયું કે ખૂબ લાગણી રાખનાર વ્યક્તિ હમેશા પછતાય છે.

Love Quotes in Gujarati

ઓય દિકું…. આતો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી, અમને તો A, B, C, D માં પણ માર પડતો

Love Quotes in Gujarati

પતિ-પત્ની માટે
(Husband wife love quotes in Gujarati)

આપણે એવી માન્યતા છે કે પતિ-પત્નીનો સંબંધ એ સાત જન્મઑ સુધીનો હોય છે. તેઓ એક વખત લગ્ન સંબંધ માં બાંધ્યા પછી જીવન ના દરેક સુખ અને દૂ:ખ ના તેઓ સહભાગી બને છે. પતિ પત્ની ના જીવન માં એવ ઘણા પ્રસંગો આવતા હોય છે જ્યારે તેઓ એ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો હોય છે. આજ સોશિયલ મીડિયા નું પ્રમાણ વધતાં હવે લોકો એક બીજાને શુભેચ્છા પાઠવતા કે એક બીજા ને પ્રેમ કરતાં quotes અને ફોટાઓ શેર કરતાં હોય છે. આથી અહી અમે આપના સુધી પતિ પત્ની માટે સુવાક્યો(Husband wife love quotes in Gujarati) અહી શેર કર્યા છે. જે આપણે આપના જીવન સાથી ને આપનો પ્રેમ વ્યક્ત કરવામાં મદદ કરશે.

વાત રાખી દિલમાં પણ કહી ન શક્યા
યાદ કર્યા એમને પણ શ્વાસ લઈ ન શક્યા
કોઈએ પુછ્યુ આ દિલ ને કે પ્રીત કોને કરી
જાણવા છતા પણ એનુ નામ લઈ ન શક્યા

જેને પ્રેમ કરો છો તેને મેળવી શકતા નથી
જેને મેળવી શકો છો તેને પ્રેમ કરી શકતા નથી

Love Quotes in Gujarati

ગઈ કાલે તને પ્રેમ કરતો હતો,
આજે પણ તને પ્રેમ કરું છુ, અને
કાલે પણ કરતો રહીશ…

Love Quotes in Gujarati

પ્રેમ કરવો ઘણો જ સરળ છે
જેમ માટી ઉપર માટી થી લખવુ
પ્રેમ નિભાવવો એટલો જ મુશ્કેલ છે
જેમ પાણી ઉપર પાણી થી લખવુ

“હું તમને ફક્ત તમારા માટે જ પ્રેમ કરતો નથી,
પરંતુ જ્યારે હું તમારી સાથે હોઉં
ત્યારે હું જે છું તેના માટે જ તમને પ્રેમ કરું છું.

Love Quotes in Gujarati

તમારો વિચાર મને જાગૃત રાખે છે,
તમારા સ્વપ્ન જ મને સુવાડે છે,
તમારો સાથ જ મને જીવંત બનાવે છે.

મારી જીંદગી પર તમારી એવી અસર છે કે…
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,,,જ્યારે ,,,,,,
મારા માટે આખી દુનિયા જ તમે છો….

Love Quotes in Gujarati

મારે તમારી એટલીજ આવશ્યકતા છે જેટલી આ હૃદય ને ધબકારા ની.

Love Quotes in Gujarati

તમને જોયાને વરસો વીતી ગયા હોય એવું લાગે છે
આજ પણ તમારી યાદ મારી આ આખો જાગે છે

તમારા કારણે જ હું પ્રેમ શું છે એ જાણી શક્યો

Love Quotes in Gujarati

ના આવે કદી તને દુઃખ તેવો હુ યાર બની જાઉં
તારી આંખ માં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં

જો તમે 100 દિવસ જીવવા માંગશો તો હું 99 દિવસ જીવિશ પરંતુ હું એક પણ દિવસ તમારા વગર નહીં રહી શકું

Love Quotes in Gujarati

સામ સામે દલીલ કરીને સંબંધ બગાડતા તો બધાને આવડે
પણ જતુ કરીને સબસં સાચવતા તો કોઈક ને જ આવડે

Love Quotes in Gujarati

પ્રેમ માં ઊંઘવા કરતાં જાગવું વધુ ગમે છે
કારણકે
ત્યારે સપના કરતાં હકીકત વધારે સુંદર હોય છે.

Love Quotes in Gujarati

બધા સંબંધો ને નામ ની જરૂર નથી,
બસ કોઈક પારકું પોતાનું લાગે એજ “પ્રેમ”

પ્રેમ પવન જેવો છે, તમે તેને જોઈ શકતા નથી પણ તમે અનુભવી શકો છો.

મળે જો રાહમાં તો કેહજો એમને અમે યાદ કરતા હતા
આમ પોતાના થી રીસાઈ ને જાય એની ફરીયાદ કરતા હતા

સાચો પ્રેમ એ આત્મા ને જાગૃત કરે છે,
હૃદય ની અગ્નિ ને રોકે છે
અને
મન ને શાંતિ આપે છે.

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન સતાવે છે
અમે મળ્યાં જ કેમ જ્યારે એ મને મળવાના જ ન હતા

તમારો મિત્ર બનવું એ મારી ઈચ્છા હતી
જ્યારે,
તમારો પ્રેમી બનવું એ મારુ સ્વપ્ન હતું.

Love Quotes in Gujarati

હું ક્યાં કહું છું કે તારો સાથ આખી જિંદગી જોઈએ છે
તારો સાથ હોય જ્યાં સુધી એટલી જ જિંદગી જોઈએ છે

“રોમાંસ એ એક ગ્લેમર છે જે રોજિંદા જીવનની ધૂળને સોનેરી ઝાકમાં ફેરવે છે.”

Love Quotes in Gujarati

ઘડીક શ્વાસ રોકીને જોજે
ના રહેવાય તો સમજી જજે
કે મને તારી એટલી જ જરૂર છે

એક શબ્દ આપણને જીવનના તમામ વજન અને પીડામાંથી મુક્ત કરે છે:
તે શબ્દ “પ્રેમ “છે.

Love Quotes in Gujarati

આદત પડી ગઈ છે તને દરરોજ યાદ કરવાની
હવે આને પ્રેમ કહેવાય કે પાગલપન એ તું જાણે

Love Quotes in Gujarati

ઉમર તમને પ્રેમ કરવાથી રોકી શક્તિ નથી પરંતુ પ્રેમ તો ઉમર ને પણ રોકી શકે છે.

તારી ખુશી માટે હારી જવું ગમે છે કારણ કે
એવી મારી ખુશી જ શું કામની જેમાં તારી જીત જ ના હોય

જીવન એ પહેલી, પ્રેમ બીજી અને સમજણ એ ત્રીજી ભેટ છે.

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

સ્વપ્ન એટલે એવી જગ્યા કે જ્યાં
તું ન હોય છતાં તને મળી શકાય

તમે પ્રેમ કર્યા પછી ક્યારેય હારતા નથી.

તારી આંખ નો ઈશારો માત્ર કાફી હતો
મારો તો વર્ષો થી તારો જ થવા નો ઈરાદો હતો

જો તમને કોઈ ખુબજ પ્રેમ કરતું હોય તો તે તમને મજબૂત બનાવશે,
જ્યારે તમે કોઈ ને ખૂબ ઊંડાણ થી પ્રેમ કરશો તો તે તમને સાહસિક બનાવશે.

Love Quotes in Gujarati

તમે નજરો થી દૂર છો દિલ થી નહિ
યાદ દિલ થી કરાય નજરો થી નહિ

Love Quotes in Gujarati

એક સાચો જીવન સાથી અરીસા જેવો હોય છે જે તમને હમેશા સત્ય થી અવગત કરાવે છે.

મને આદત નથી દરેક પર ફિદા થવાની
પણ તારામાં કંઈક વાત એવી હતી કે
આ દિલે વિચારવાનો સમય જ ના આપ્યો

પ્રેમ એક ભાવના છે જેનો અનુભવ ઘણા લોકો એ કર્યો હશે પરંતુ તેને ખુબજ ઓછા લોકો માણી શક્યા હશે.

Love Quotes in Gujarati

આજે પણ મહેફિલ માં જ્યારે પ્રેમ ની વાત આવે છે
સૌથી પહેલા અમારી સામે તમારો જ ચહેરો આવે છે

પ્રેમ એ સંજ્ઞા કરતાં ક્રિયાપદ વધારે લાગે છે,
તેમાં અનુભૂતિની સાથે કાળજી, વહેંચણી, સહાય, બલિદાન પણ છે.

Love Quotes in Gujarati
Love Quotes in Gujarati

બેશક મારા જેવા દુનિયામાંં હજારો હશે
પણ મારી દુનિયામાં તારા જેવુ કોઈ નથી

“આપણે એકસરખો પ્રેમ કરવા માટે એકસરખું વિચારવાની જરૂર નથી.”

કહાની નહીં જીંદગી જોઈએ
તારા જેવી નહીં તું જોઈએ

One Liner Love Quotes in Gujarati

જેને મળ્યા પછી જીવવાનું વ્યસન થઈ જાય એ પ્રેમ.

લાખો માં એક હોય તેજ હાથ ની રેખાઓમાં ના હોય.

હું તને ગમું કે ના ગમું પણ તું તો મને બોવ જ ગમે છે.

પ્રેમ એટલે તરવાની આદત સાથે ડૂબવાનું સાહસ.

શું માંગુ ભગવાન પાસે બધું તો આપી દીધું છે તારા રૂપ માં.

પ્રેમ એટલે તે લીધેલા શ્વાસ નો મેં કરેલો અહેસાસ.

ભલે તારી સાથે વાત ના થતી હોય પણ આજે પણ હું તને મિસ કરું છું.

બધી આદત છોડી શકું છું તારા માટે અને તારા સિવાય.

રડવાથી કોઈ મળતું નથી બસ દિલ ને બે ઘડી સૂકૂન મળે છે.

પ્રેમ નિભાવતા આવડવો જોઈએ બાકી થઈ તો બધાને જાય.

રાત મારી પોતાની છે પણ સપનાંઓ બસ તમારાં જ છે.

વાત કરવા માટે ટાઈમ કે મૂળ નહીં પણ મન હોવું જરૂરી છે.

આંખો ની પાસે નથી પણ દિલ ની પાસે તો તું જ છું.

મારા જેવા કરોડો મળશે પણ હું તો નહિ જ મળું.

પ્રેમ માં હક જરૂર કરજો પણ શક નાં કરતાં.

બસ તું હોય એના થી વિશેષ જીંદગી શું હોય

Love Quotes in Gujarati

તું ના પૂછ કેમ કે તારા વગર જીંદગી જેમ તેમ છે.

પ્રેમ એટલે તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું.

એ ભલે અંજાન છે પણ‌ મારી જાન છે.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

1 thought on “Love Quotes in Gujarati: Gujarati quotes and Shayari that make you fall in love”

Leave a Comment