Chanakya quotes in Gujarati: ચાણક્ય આશરે ઈસવીસન પૂર્વે 350 વર્ષ પહેલા થઈ ગયા. તેઓ વિષ્ણુગુપ્ત અને કૌટિલ્ય જેવાઅન્ય નામો થી પણ ઓળખાય છે. તેઑ એક શિક્ષક, અર્થશાસ્ત્રી, ફિલોસોફર હતા. ચાણક્ય તેમની કૂટનીતિ(Chanakya Niti) માટે પ્રસિદ્ધ હતા. અહી અમે ચાણક્ય ના કેટલાક મહત્વપૂર્ણ સૂત્ર ગુજરાતી (Chanakya quotes in Gujarati) માં આપીએ છીએ.
ચાણક્ય(Chanakya) એ નંદ વંશ સાથે બદલો લેવા માટે ચન્દ્ર્ગુપ્ત મૌર્ય વડે નંદ વંશ ને ખતમ કરાવી મૌર્ય વંશ ની સ્થાપના કરાવી હતી. તેઓ પોતાનું જીવન એક દમ સરળતા થી વિતાવતા હતા. તેઓ એ પોતાનું શિક્ષણ તક્ષશિલા માં થી પૂરું કર્યું હતું.
25+ Chanakya quotes in Gujarati
એક અભણ વ્યક્તિનું જીવન કૂતરાની પૂંછડી જેવુ હોય છે જે ના તો તેના પાછલા ભાગ ની રક્ષા કરી શકે છે, ના તો તે બીજા જીવ-જંતુ ને દૂર ભગાડી શકે છે.
Chanakya quotes in Gujarati

જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતી નથી, તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતું નથી
Chanakya quotes in Gujarati

સંતુલિત મન જેવી કોઈ સરળતા નથી, સંતોષ જેવુ કોઈ સુખ નથી, લોભ જેવો કોઈ રોગ નથી અને દયા જેવો સારો ગુણ નથી.
Chanakya Quotes in Gujarati
જે તમારા મનમાં છે તે તમારા દૂર હોવા છતાં પણ દૂર નથી અને જે મનમાં નથી તે પાસે હોવા છતાં પણ દૂર છે.
પોતાનું અપમાન કરીને જીવવાં કરતાં મરીજવું સારું કેમ કે મરવાથી એકજ વાર દુખ થાય છે જ્યારે અપમાનિત જીવન જીવવાથી અનેક વાર દુખ થાય છે.
Chanakya Quotes in Gujarati

નસીબ તે લોકોની તરફેણ કરે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમના લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે.
Chanakya Niti
જો દુશ્મન દ્વારા સારું વર્તન કરવામાં આવે તો તેને સારો માનવો એ ભૂલ ભરેલું છે.
સજાનો ડરના હોવાના કારણે ક્યારેક લોકો ખોટા કાર્ય કરવાનું શરૂ કરી દે છે.
Chanakya Niti in Gujarati
ઘણા ગુણો હોવા છતાં પણ, ફક્ત એક ખામી જ દરેક વસ્તુનો નાશ કરી શકે છે.
Chanakya Suvichar
બુદ્ધિ થી પૈસા કમાવી શકાય છે પરંતુ પૈસા થી બુદ્ધિ નહીં.
Chanakya
જો કુબેર પણ તેની આવક કરતા વધારે ખર્ચ કરવાનું શરૂ કરશે તો તે પણ કંગાળ બની જશે.
Chanakya Quotes in Gujarati
મૂર્ખ લોકોની સાથે ક્યારેય ચર્ચા ના કરવી જોઈએ તે હમેશા આપના સમય નો વ્યય કરે છે.
Chanakya
આળસુ વ્યક્તિનું વર્તમાન અને ભવિષ્ય હોતું નથી.
વ્યક્તિ ઉચા સ્થાને બેસીને ઉન્નત થતો નથી, પરંતુ તે હંમેશાં તેના ગુણોથી ઉન્નત બને છે.
માણસ પોતે જ તેનાં કર્મોથી જીવનમાં દુ: ખને બોલાવે છે.
Chanakya Quotes in Gujarati
તમારી નબળાઇને ક્યારેય બહાર ન લાવો.
અન્યની ભૂલોથી શીખો અને તમારી જાતે ભૂલો કરીને શીખવામાં તમારી ઉંમર ઓછી પડશે.
ડર નજીક આવવા ન દો, નજીક આવે તો તેના પર હુમલો કરો.
ભગવાન મૂર્તિઓમાં રહેતા નથી, પરંતુ તમારી લાગણી તમારા ભગવાન છે અને આત્મા તમારું મંદિર છે.
Chanakya Quotes in Gujarati
જે તમારી વાત સાંભળતી વખતે અહી તહી જોવે તેની પર ક્યારેય વિશ્વાસ ના કરવો.
Chanakya
કોઈપણ પરિસ્થિતિમાં, માતાને પહેલા ખોરાક લેવો જોઈએ.
Chanakya
તમામ પ્રકારના ભયમાં સૌથી મોટો ભય એ નિંદા છે.
Chanakya
સમજદાર માણસનો કોઈ શત્રુ નથી.
Chanakya Quotes in Gujarati
એક જ સુગંધિત વૃક્ષ થી જેમ આખું જંગલ સુગંધિત થાય છે તેમ એક ગુણવાન પુત્ર દ્વારા આખાં કુટુંબ ની નામના વધે છે.
કોઈ શિક્ષક સામાન્ય નથી, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે.
Chanakya Quotes in Gujarati
અહી અમે આપણે ચાણક્ય ના કેટલાક મહત્વપૂર્ણ વિચારો ને રજૂ કર્યા છે. ચાણક્ય દ્વારા આ વિચારો ને તેના પુસ્તક ચાણક્યનીતિ માં રજૂ કરવામાં આવેલ છે. અર્થશાસ્ત્ર અને કૂટનીતિ માં ચાણક્ય એ એક બહુ મોટું નામ ગણાય છે. અહી આપવામાં આવેલા તમામ વિચારો કી સૂત્રો એ જુદી જુદી જગ્યાએ થી એકત્રિત કરવામાં આવ્યા છે.
અમને આશા છે કે આપને અમારો આ લેખ પસંદ પડ્યો હશે અને ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે જો આપ આ માહિતી થી સંતુષ્ટ હોય તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.