Numerology in Gujarati | અંકશાસ્ત્ર એટલે શું જાણો તેના વિશે સંપૂર્ણ જાણકારી

Numerology in Gujarati: શું આપ જાણો છો કે અંકશાસ્ત્ર એટલે શું? તેનો કેવીરીતે જીવન માં લાભ લઈ શકાય છે? અહી અમે Numerology in Gujarati વિશે સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.

Numerology in Gujarati

આપણી પાસે એવા ઘણા માધ્યમો છે જેના દ્વારા ભવિષ્યને જોઈ શકાય છે. ભવિષ્ય વિશે અંદાજ મેળાવવા માટે જ્યોતિષ, હસ્તરેખા, અંકશાસ્ત્ર વગેરે દ્વારા ઉપયોગ કરી શકાય છે. અહી અમે આપની સાથે Numerology in Gujarati ના આ લેખ માં અંકશાસ્ત્ર એટલે શું? તેનો કેવીરીતે જીવન માં લાભ લઈ શકાય છે? તેની સંપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરી છે.

જો આપ પણ તેનો સંપૂર્ણ લાભ મેળવવા માંગતા હોય તો અહી આપવામાં આવેલ લેખ સંપૂર્ણ વાંચો,

અંકશાસ્ત્ર એટલે શું

અંકશાસ્ત્ર એટલે એવું વિજ્ઞાન કે જેના દ્વારા ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકીએ છીએ. તેની મદદ થી જીવન ના ઘણા મહત્વપૂર્ણ વિષય ની જાણકારી પણ મેળવી શકાય છે. અંકશાસ્ત્ર માં સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ ને વિવિધ નંબર આપવામાં આવ્યા છે. તેમને આપવામાં આવેલ નંબર પરથી જીવન ના વિવિધ વિષયો નું જ્ઞાન મેળવી શકાય છે. વિવિધ અંક તેમના થી જોડાયેલા ગ્રહો ના માધ્યમથી જીવન પર વિવિધ પ્રભાવ પાડે છે.

વિશ્વ ની ઘણી બધી સભ્યતાઓ અને તેમના વારસાઓ માં અંકશાસ્ત્ર ની જાણકારી મળે છે, ભારત મી પણ “સ્વરોદય શાસ્ત્ર” માં અંક શાસ્ત્ર ની જાણકારી મળે છે.

મૂળાંક, ભાગ્યાંક અને નામાંક એટલે શું?

કોઈ પણ વ્યક્તિ નું ભાગ્ય અને તેના જીવન માં મળતી સફળતાઓ એ તેની જન્મ તારીખ, તથા તેના દ્વારા ઉપયોગ માં લેવામાં આવતા વિવિધ અંક પરથી નક્કી થાય છે. અહી નીચે અમે જન્મ તારીખ પરથી મૂળાંક, ભાગ્યાંક અને નામ પરથી નામાંક કઈ રીતે બને છે તેની જાણકારી આપી છે.

મૂળાંક એટલે શું?

કોઈ પણ વ્યક્તિ ની જન્મ તારીખ નો સરવાળો કરવાથી મળતી સંખ્યા ને મૂળાંક તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ નો જન્મ 19 તારીખે થયો છે તો તેના માટે તેનો મૂળાંક નીચે પ્રમાણે થાય છે ,

  • 1+9=10 –> 1+0= 1 અર્થાત 19 તારીખે જન્મ લેનાર વ્યક્તિ નો મૂળાંક 1 થાય છે. આમ 29 તારીખે જન્મ લનાર વ્યક્તિ નો મૂળાંક 2 થાય છે.

ભાગ્યાંક એટલે શું?

કોઈ વ્યક્તિની જન્મ તારીખ, મહિનો અને વર્ષ ઉમેરવા પછી જે અંક પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિનો ભાગ્યંક કહેવાય છે. જો કોઈ વ્યક્તિની જન્મ તારીખ 19-09-1994 છે તો તે વ્યક્તિનો ભાગ્યાંક 1+9+0+9+1+9+9+4 = 42, 4+2= 6, એટલે કે આ જન્મતિથિવાળા વ્યક્તિના ભાગ્યાંક 6 હશે.

નામાંક એટલે શું?

કોઈ વ્યક્તિના નામના અક્ષરોને જોડ્યા પછી જે અંક પ્રાપ્ત થાય છે, તે વ્યક્તિનો નામાંક કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈનું નામ “RAM” હોય તો તો તેમનો નામાંક નીચે પ્રમાણે ગણી શકાય છે.

R=9, A=1, M=4 આમ RAM નામનો નામાંક 9+1+4 =14, 14=1+4=5 થાય

વિવિધ નામાંક માટે નીચે અમે ABCD પ્રમાણે અક્ષરો અને તેમના સંબંધિત અંક આપ્યા છે.

અક્ષર(Letter)સંબંધિત અંક
A1
B2
C3
D4
E5
F6
G7
H8
I9
J1
K2
L3
M4
N5
O6
P7
Q8
R9
S1
T2
U3
V4
W5
X6
Y7
Z8

જ્યોતિષ અને અંકશાસ્ત્ર ની વચ્ચે સંબંધ

જ્યોતિષ અને અંકશાસ્ત્ર વચ્ચે સુંદર સંબંધ છે, બંને ના એક સાથે ઉપયોગ થી ઘણી બધી વસ્તુઓ સરળતાથી સમજી શકાય છે, અહી નીચે અમે આપની સાથે ગ્રહો અને તેની સાથે જોડાયેલ અંક વિશે ની જાણકારી શેર કરી છે.

ગ્રહોના નામસંબંધિત અંક
સુર્ય1
ચંદ્ર 2
મંગળ9
બુધ5
ગુરુ3
શુક્ર6
શનિ8
રાહુ4
કેતુ7

વિવિધ મૂળાંક વિશે જાણકારી:

1 મૂળાંક:

1, 10, 19 28 તારીખે જેમનો જન્મ થયો હોય તેવા વ્યક્તિનો મૂળાંક 1 માનવામાં આવે છે. 1 મૂળાંક નો સ્વામી ગ્રહ સુર્ય છે. તેઓ માટે 1, 2, 3 અને 9 મૂળાંક વાળી તારીખ, રવિવાર અને સોમવાર ખુબજ લાભકારી રહે છે.

2 મૂળાંક:

2, 11, 20, 29 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 2 માનવામાં આવે છે. 2 મૂળાંક નો સ્વામી ગ્રહ ચંદ્ર છે. તેઓ માટે 1, 2, 4 અને 7 મૂળાંક વાળી તારીખ, રવિવાર, સોમવાર, ગુરુવાર, શુક્રવાર ખુબજ લાભકારી રહે છે.

3 મૂળાંક:

3, 12, 21, 30 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 3 માનવામાં આવે છે. 3 મૂળાંક નો સ્વામી ગ્રહ ગુરુ છે. તેઓ માટે 3, 6, 9 મૂળાંક વાળી તારીખ, મંગળવાર, ગુરુવાર ખુબજ લાભકારી રહે છે.

4 મૂળાંક:

4,, 13, 22, 31 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 4 માનવામાં આવે છે. 4 મૂળાંક નો સ્વામી ગ્રહ રાહુ છે. તેઓ માટે 4,, 13, 22, 31 મૂળાંક વાળી તારીખ, શનિવાર, બુધવાર, ખુબજ લાભકારી રહે છે.

5 મૂળાંક:

5, 14, 23 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 5 માનવામાં આવે છે. 5 મૂળાંક નો સ્વામી ગ્રહ બુધ છે. તેઓ માટે 5, 14, 23 મૂળાંક વાળી તારીખ, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ખુબજ લાભકારી રહે છે.

6 મૂળાંક:

6, 15, 24, તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 6 માનવામાં આવે છે. 6 મૂળાંક નો સ્વામી ગ્રહ શુક્ર છે. તેઓ માટે 6, 15, 24 મૂળાંક વાળી તારીખ, સોમવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવાર ખુબજ લાભકારી રહે છે.

7 મૂળાંક:

7, 16, 25, તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 7 માનવામાં આવે છે. 7 મૂળાંક નો સ્વામી ગ્રહ કેતુ છે. તેઓ માટે 7, 16, 25, મૂળાંક વાળી તારીખ, રવિવાર, સોમવાર, ગુરુવાર, ખુબજ લાભકારી રહે છે.

8 મૂળાંક:

8, 17, 26 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 8 માનવામાં આવે છે. 8 મૂળાંક નો સ્વામી ગ્રહ શનિ છે. તેઓ માટે 8, 17, 26 મૂળાંક વાળી તારીખ, સોમવાર, બુધવાર શુક્રવાર, શનિવાર ખુબજ લાભકારી રહે છે.

9 મૂળાંક:

9, 18, 27 તારીખે જે વ્યક્તિ નો જન્મ થયો હોય તેવા વ્યક્તિ નો મૂળાંક 9 માનવામાં આવે છે. 9 મૂળાંક નો સ્વામી ગ્રહ મંગળ છે. તેઓ માટે 9, 18, 27 મૂળાંક વાળી તારીખ, રવિવાર, સોમવાર, મંગળવાર, ગુરુવાર ખુબજ લાભકારી રહે છે.

અહી અમે ઉપર આપની સાથે ન્યૂમરોલોજી એટલે કે અંકશાસ્ત્ર વિશે ની જાણકારી આપી છે. અહી આપવામાં આવેલ જાણકારી Numerology in Gujarati વિશે જો આપને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે આપવામાં આવેલ કમેંટ બોક્સ માં અમને પૂછી શકો છો. ગુજરાતી નામ(Gujarati Baby Names) અને તેમના અર્થ વિશે જાણવામાટે અહી ક્લિક કરો.