Best and Emotional, Shradhanjali Quotes in Gujarati. Get Condolence message in Gujarati for Father, Mother, Friend, Grand Mother, Images
Shradhanjali Quotes in Gujarati
Shradhanjali in Gujarati: જ્યારે કોઈ વ્યક્તિ જે આપની સાથે સંબંધ ધરાવતું હોય તેની અણધારી વિદાય થાય ત્યારે દુખ થાય એ સ્વાભાવિક છે. આવા દુખ ના સમયે આપણે એક બીજા ની સાથે છીએ એ ભાવ દર્શાવવા માટે શ્રદ્ધાંજલિ સંદેશ(Shradhanjali Message) મોકલતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ મેસેજ ને માતૃ ભાષા માં મોકલવામાં આવે તો તેની મહત્વતા અને તેનો ભાવ વધી જાય છે. પહેલા કરતાં અત્યાર ના સમયે ગુજરાતી(Gujarati) ભાષા નો ઉપયોગ એક બીજાને વિવિધ પ્રકાર ના સંદેશા મોકલવા માં વધારે થાય છે.
ખાસ કરી ને જ્યારે કોઈ સંદેશ માં વિશેષ પ્રકાર નો ભાવ દર્શાવવાનો હોય જેમ કે શ્રદ્ધાંજલિ, આવી સ્થિતિ માં ગુજરાતી માં શ્રદ્ધાંજલી(Shradhanjali in Gujarati), શ્રદ્ધાંજલિ સંદેશ(Shradhanjali Message Gujarati) ખુબજ ઉપયોગી બને છે. આથી અહી અમે આપની સાથે સો થી પણ વધુ શ્રદ્ધાંજલિ સંદેશ(100+ Shradhanjali in Gujarati) લાવ્યા છીએ જે આપણે આપની ભાવના વ્યક્ત કરવામાં મદદ રૂપ બનશે.
Shradhanjali in Gujarati
જીવન મા ઘણી વખત એવી પળ આવે છે જે અણધારી અને અનિચ્છનિય હોય છે. જ્યારે કોઈ પોતાનું છોડીને જાય ત્યારે ખુબજ દુખ ની લાગણી અનુભવાય છે. અહી અમે આપની સાથે આ દુખ ની લાગણી મા એક બીજાને સહાનુભૂતિ અને હિમ્મત આપી શકે તેવા કેટલાક Shradhanjali message in Gujarati આપ્યા છે.
હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આપની માતાના આત્માને આપણા સ્વર્ગીય પિતા સાથે શાંતિ મળે. એજ પ્રભુ ને પ્રાર્થના
🙏 ઓમ શાંતિ 🙏
-Shradhanjali Quotes in Gujarati
મારી ખુબ ઈચ્છા હતી કે હું તમારા માતા/પિતાને મળી શક્યો હોત.
મે તમારી વાતો પરથી જાણ્યું કે તે તમારા માટે કેટલા ખાસ હતા
🌹ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે🌹
મૃત્યુ સત્ય છે અને શરીર એ નશ્વર છે,
એ જાણતા હોવા છતાં પણ આપણા પ્રિયંજનના જવાનું દુઃખ થાય એ સ્વાભાવિક છે.
આપણે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ
🌹પ્રભુ સ્વર્ગસ્થ આત્માને શાંતિ અને મોક્ષ આપે. 🌹
-Shradhanjali Status Gujarati
🙏ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે🙏

શબ્દો વર્ણન કરી શકવું અશક્ય છે કે તમારી ખોટ પર હું કેટલો દિલગીર છું.
પરમેશ્વર ને મારી પાર્થના છે કે, તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.🌹
શ્રદ્ધાંજલિ સંદેશ
શ્રદ્ધાંજલિ સંદેશ નાં મધ્યમ થી એક બીજા સાથે સહાનુભૂતિ અને હિમ્મત આપી શકાય છે જેની આ દુખ ની ઘડી મા ખુબજ જરૂરત હોય છે. અહી આપેલા શ્રદ્ધાંજલિ સંદેશ/શ્રદ્ધાંજલિ મેસેજ તેમાં મદદરૂપ થશે.
હૈ ઈશ્વર તારા ખજાનાં માં એવી તે કેવી ખોટ પડી કે તે અમારો ખજાનો લૂંટી લીધો,
હૈ ઈશ્વર મારા પરમ મિત્રની દિવ્ય આત્મા ને શાંતિ આપજે💐
-Shradhanjali Quotes in Gujarati
તમે અમારાથી દૂર ગયા છો પણ તમે હંમેશા અમારા હૃદયમાં હમેશા જીવિત રહેશો,
આપનો આપેલો પ્રેમ ખૂબ મહાન હતો.
🌹ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે🌹
તમારા માતા/પિતા એ મારા પણ માતા/પિતા સમાન હતા.
તેમની ઘણી બાળપણની અમૂલ્ય યાદો છે હજુ સુધી મારી સાથે છે.
હું જાણું છું કે તમે તેમને ખૂબ જ યાદ કરશો.
💐પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે💐
-Shradhanjali Status Gujarati
તમારા ખોટના સમાચારથી મને ખૂબ દુખ થયું છે.
હું પ્રાર્થના કરું છું કે,ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે
અને
તમારા પરિવાર ને આપની આ અણધારી વિદાય ને સહન કરવાની શક્તિ આપે.
🙏ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏

જિંદગી હતી ટૂંકી છતાં મમતા ઘણી મૂકી ગયા,
એકલા ખૂણે રડી લઈશું જ્યારે આવશે તમારી યાદ.
ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે🙏
Condolence Message in Gujarati
Condolence એટલે કે શોક સમયે દિલાસો આપવો તે. કોઈ નાં અણધાર્યા વિદાય સમયે જે તે વ્યક્તિ ને દિલાસા ની ખુબજ જરૂરિયાત હોય છે. આવા સમયે આપણાં દ્વારા કહેવામા આવેલ એક શબ્દ પણ સામે વાળા વ્યક્તિ માટે મોટી હિમ્મત બની શકે છે.
આપની આ અણધારી વિદાય એ મારા માટે એ વ્યક્તિગત ખોટ છે જે કદાચ ક્યારેય નહીં પૂરી કરી શકાય.
ભગવાન આપની આત્મા અર્પે
-Shradhanjali Quotes in Gujarati
જિંદગી આટલી ટૂંકી હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી ઓચિંતી હશે એ ક્યાં ખબર હતી,
સ્વભાવની સુવાસ ફેલાવી સર્વત્ર
સંભારણા સૌના દિલમાં રાખી ગયા.
🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹
નિયતિ આગળ ક્યાં કોઈનું ચાલે છે,
હું આપના પરિવાર અને આપના દિવંગત માતા/ પિતા માટે પ્રાર્થના કરું છું.
-Shradhanjali Status Gujarati
જીવન માં એક વાર આપના ભાઈ ને મળવાનો મોકો મળ્યો હતો,
તે ખરેખર જિંદા દિલ વ્યક્તિ અને બીજા નાં જીવન માં સુવાસ ફેલાવે તેવા વ્યક્તિ હતા.
ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે

તમારી યાદ માં હું આંસુ રોકી શકતો નથી,
તમે હંમેશા મારા હૃદયમાં રહેશો.
🙏ભગવાન આપની દિવ્ય આત્માને શાંતિ આપે🙏
Shradhanjali words in Gujarati
જીવન માં બે વાતો કહેવી ખુબજ અઘરી છે,
પ્રથમ વખત હેલ્લો
અને
અંતિમ વખત અલવિદા
ૐ શાંતિ
-Shradhanjali Quotes in Gujarati
મને હજુ વિશ્વાસ નથી થતો કે તમે હવે અમારા વચ્ચે નથી રહ્યા.
🙏પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના 🙏
રડી પડે છે આંખો અમારી જોઈ તસ્વીર તમારી,
તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ,
મન હજુ માનતું નથી કે તમે અમારી વચ્ચે નથી.
🙏 પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના 🙏
કોઈ વ્યક્તિ અવસાન પામે છે તે, ક્યારેય સાચા અર્થમાં પૃથ્વી છોડતો નથી. કારણ કે તે આપણા હૃદયમાં અને મનમાં હજી પણ જીવંત હોય છે અને હમેશા તે આપણા દ્વારા જીવે છે.કૃપા કરીને મારી સંવેદના સ્વીકારો, તે ક્યારેય ભુલાશે નહીં.
🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹
સમય ની સાથે જખ્મ તો ભરાય જાય છે પરંતુ જે જિંદગીના સફર માં ખોવાય ગયા, તે ક્યારેય પાછા નહિ આવે.
🌷 ૐ શાંતિ 🌷
Shradhanjali Status in Gujarati
આજકાલ કોઈના પ્રત્યે શ્રદ્ધાંજલિ ઘણી બધી રીતોથી અર્પિત કરવામાં આવે છે. હવે લોકો પોતાની ફેસબુક સ્ટોરી કે WhatsApp Status મૂકીને પણ પોતાનો ભાવ રજૂ કરતાં હોય છે.
અમોને ઋણી બનાવી, મોતને સામેથી ભેટનાર એ ભડવીર ભામાશા ને કોટી કોટી વંદન.
🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🌹
હું ___(નામ)___ ના વીશે સાંભળીને ખરેખર દિલગીર છુ. કૃપા કરીને અમારી સંવેદના સ્વીકારો
🌹 ભગવાન તેમની આત્મા ને શાંતિ આપે 🌹
-Shradhanjali Quotes in Gujarati
હમણાં તમે જે અનુભવો છો તે હું સમજી શકતો નથી કે કલ્પના પણ કરી શકતો નથી,
પરંતુ અમે તમને પ્રેમ કરીએ છીએ અને અમે હંમેશાં તમારી સાથે રહીશું.
🌷 ભગવાન તેમની દિવ્ય આત્મા ને મોક્ષ પ્રદાન કરે 🌷

તેઓ હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા.
તેમને ક્યારેય ભૂલી નહીં શકાય.
🙏 ભાવ ભરી શ્રદ્ધાંજલિ 🙏
તમે ખૂબ પ્રેમાળ હતા. આપની સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજ પણ યાદ છે.
ૐ શાંતિ
-Shradhanjali Status Gujarati
RIP Message in Gujarati
RIP અર્થાત રેસ્ટ ઇન પીસ. RIP Message જે કોઈના મૃત્યુ સમયે સહાનુભૂતિ અને સાંત્વના આપવા માટે ઉપયોગ મા લેવામા આવે છે. અહી કેટલાક ગુજરાતી ભાષામાં (RIP Message in Gujarati) આપ્યા છે જે તમે કોઈના દુખદ પ્રસંગે શેર કરી સાંત્વના આપી શકો છો.
આપનીની સાથે વિતાવેલી હરેક પળને હું હંમેશા યાદ રાખીશ
ૐ શાંતિ
-Shradhanjali Quotes in Gujarati
ભગવાન તેમના દિવ્ય આત્માને આશીર્વાદ આપે,ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
ॐ શાંતિ
વાત કડવી પણ સાચી છે, મૃત્યુ એ જીવનનું સત્ય છે…
ॐ શાંતિ
જ્યારે આપણે આપણા જીવનમાં વિશેષ વ્યક્તિને ગુમાવીએ છીએ, ત્યારે સમય અટકી ગયો હોય એવું લાગે છે, તેમ છતાં, તમારા ચહેરા પર સ્મિત તેમના આત્માને ખુશ કરશે.

એક પ્રાર્થના,
એક ફૂલ,
એક મીણબત્તી
અને
તમારી કબર પર દુ:ખના કરુણ આંસુ,
અમારા પ્રિય દાદા.
ૐ શાંતિ
Shradhanjali in Gujarati for Mother
આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે “ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી મા નાં મરજો”
અહી કહેવત પરથી જ સાર્થક થાય છે કે જીવન મા “માં” નું કેટલું મહત્વ હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ ગમે તે ઉમરે પોતાની માતા ને ગુમાવે ત્યારે તેની જીવનની દરેક હુંફ પૂરી થયી જતી હોય છે. આમ પ્રેમાળ અને સ્નેહ આપતી માં ની વિદાય એ ખરેખર અસહનીય હોય છે. આવા સમય જો કોઈ ને સાંત્વના આપી તેના દુખ મા ભાગીદાર થવું એક ખુબજ સારું કહેવાય, અહી અમે આપણી સાથે કેટલાક Shradhanjali in Gujarati for Mother નાં સંદેશ શેર કર્યા છે.
આ દુ:ખદ ઘટના સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો,તમારી પ્રિય માતાનો સ્વર્ગવાસ થયો એ ખૂબ દુઃખની વાત છે.તમને અને તમારા પરિવાર પ્રત્યેની મારી સંવેદના!
ભગવાન ખરેખર સારા માણસોને પોતાની સાથે રાખવા માગે છે.
ભગવાન આપની માતાની દિવ્ય આત્માને મોક્ષ આપે અને તમને ધૈર્ય આપે.
-Shradhanjali Quotes in Gujarati
આપણે જાણીએ છીએ કે માતા થી મોટું કોઈ નથી પરંતુ આ જગત પ્રકૃતિના નિયમોને આધિન છે.
આ દુ:ખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ…
ॐ શાંતિ
Shradhanjali in Gujarati for Father
પિતા એ ઘરનું અસ્તિત્વ કહેવાય, જ્યારે કોઈ પુત્ર એક પિતા ગુમાવે છે ત્યારે જીવન મા તે પોતાને સૌથી વધુ અસહાય અને મજબૂર અનુભવે છે. આવા સમયે તેને સૌથી વધુ હુંફ ની અને સહાનુભૂતિ ની આવશ્યકતા હોય છે. અહી અમે કેટલાક પિતાની અણધારી વિદાય પર શ્રદ્ધાંજલિ સંદેશ(Shradhanjali in Gujarati for Father) આપ્યા છે.
પિતા એ જીવનનો આધાર અને અસ્તિત્વ હોય છે. તેમની વિદાય એ સૌથી વધુ એકલતા અને અસહાયતા આપે છે. આ દુખ ની ઘડી મા અમે આપની સાથે છીએ. પ્રભુ તેમની દિવ્ય અને પવિત્ર આત્માણે શાંતિ આપે.
તમારા પિતા સાથે આપને ઘણો અમુલ્ય સમય સાથે વિતાવ્યો છે જે આજે પણ જીવન ની એક સુંદર યાદો રૂપે દિલ મા સંગ્રહિત છે. ભગવાન તેમની આત્માણે શાંતિ આપે.
પિતાજી….
તમારું જીવન અમારી પ્રેરણા હતું.
તમારા આદર્શો અમારા માર્ગદર્શક હતા.
અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ, ભાવનાશીલતાને ક્યારેય નહીં ભૂલીએ.
ભગવાન તમારા શુદ્ધ અને પવિત્ર આત્માને શાંતિ આપે.
Bhavpurna shradhanjali in Gujarati

તમે અમને ભગવાનની ઉત્તમ ભેટ હતા, અમે તમને ક્યારેય નહીં ભૂલીએ,
ભગવાન તમારા આત્માને શાંતિ આપે,
શ્રદ્ધાંજલિ
તમારો પ્રેમ અમને આગામી જન્મમાં પણ મળે તેવી પ્રભુને પ્રાર્થના
ૐ શાંતિ
-Shradhanjali Quotes in Gujarati

સારા લોકોની એ ખાસિયત હોય છે કે તે એ રીતે હૃદયમાં ઊતરી જાય છે,કે મૃત્યુ પછી પણ તેઓ અમર થઈ જાય છે.
ૐ શાંતિ
અહી અમે આપણી સાથે Shradhanjali in Gujarati ને લગતા સુવાક્યો શેર કર્યા છે. આ સિવાય પણ આપ ને death shradhanjali in gujarati For Father, Mother, Newspaper, text વગેરે જેવા ટોપિક પર જાણકારી મળશે. જો આપ પણ અમને કોઈ સુઝાવ આપવા માંગતા હોય તો નીચે કમેંટ કરી આપી શકો છો.