Anxiety meaning in Gujarati: અહી અમે આપની સાથે Anxiety વિશે જાણકારી શેર કરીએ છીએ. સાથે તેના લક્ષણો, કારણો અને ઉપાય વિશે પણ ગુજરાતી માં(Meaning in Gujarati) જાણકારી આપીશું.
What is Anxiety in Gujarati | Meaning Anxiety એટલે શું
આ એક માનસિક રોગ છે જેમાં તેના દર્દી ને બેચેની અને ચિંતા થાય છે સાથે કઈક દર નો પણ અહેસાસ રહ્યા કરે છે. તે નકારાત્મક વિચારો થી ઘેરાયેલો રહે છે. ક્યારેક ક્યારે અમુક પરિસ્થિતી માં Anxiety ના દર્દી ના હાથ કાંપવા લાગે છે અને શરીર માઠી પરસેવો પણ છૂટવા લાગે છે. ઘણી પરિસ્થિતી માં એમ પણ જોવા મળે છે કે દર્દી પોતાને પણ નુકશાન પહોચાડી શકે છે.
ટૂંક માં, Anxiety એટલે એક માનસિક રોગ છે જેમાં તેના દર્દી ને એક ચિંતાનો અને ભય નો અહેસાસ રહ્યા કરે છે.
ચિંતા ના લક્ષણો (Symptomps of Anxiety in Gujarati)
Anxiety ના ઘણા બધા કારણો હોય શકે છે. તે એક ચિંતા પર આધારિત હોય છે. જેમ તેનો સમયગાળો મોટો અને ચિંતા નું સ્વરૂપ મોટું હોય તેમ તેનું પરિણામ પણ ભવિષ્યમાં મોટું આવી શકે છે. અહી અમે તેના થોડાક લક્ષણો આપ્યા છે.
- અચાનક ધબકારા વધી જવા અને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થવી.
- ક્યારેક માંશપેશી માં પણ તણાવ જોવા મળે છે.
- કોઈ ની પ્રત્યે વધારે લાગણી ઉત્પન થાય છે.
- જરૂરિયાત વગર ની વસ્તુની જીદ કરવી
ઉપર માથી જો કોઈ કારણ વારંવાર જોવા મળતું હોય તો તે સંભવિત ચિંતા ના લક્ષણો(Symptomps of Anxiety in Gujarati) છે.
ચિંતા ના કારણો (Causes of anxiety in Gujarati)
ચિંતા પાછળ ઘનના બધા કારણો અને ભય હોય શકે છે. અહી અમે એમાના થોડાક કારણો વિષે જાણકારી આપીએ છીએ. જો આપની આસપાસ કોઈ Anxiety Disorder નો દર્દી હોય તો આપ આ કારણો ની તપાસ કરી શકો છો.
- મેડિકલ હિસ્ટોરી: કેટલાક દર્દી નું મેડિકલ બૅકગ્રાઉન્ડ Anxiety પાછળ મહત્વનુ ભાગ ભજવતું હોય છે. કેટલાક લોકો માં આ રોગ ની સમસ્યા પેઢી-દર પેઢી થતી રહેતી હોય છે.
- કોઈ એવો બનાવ: ક્યારેક જે તે વ્યક્તિ સાથે એવો બનાવ બની ગયો હોય જેમ કે કોઈ નજીક ના વ્યક્તિ નું મૃત્યુ થયું હોય કે છોડીને ચાલ્યો ગયો હોય તેવા કિસ્સા માં પણ ચિંતા(anxiety) ની સમસ્યા થયી શકે છે.
- સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા: શરીરથી સંબંધિત કોઈ પણ પ્રકારનો રોગ, જેમ કે થોરાઇડ, દમા, શુગર અથવા હાર્ટ સંબંધિત સમસ્યા હોય તેવા સંજોગો માં ચિંતા રહે એ સામાન્ય છે પરંતુ ક્યારેક આ ચિંતા એ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.
- નશાકારક દ્રવ્ય નું સેવન: ઘણા લોકો કોઈ વસ્તુ કે યાદ ને ભૂલાવવા માટે નશા નો સહારો લેતા હોય છે એવામાં ચિંતા ઘટવાને બદલે વધી શકે છે આથી આવા નશાકારક દ્રવ્ય નું સેવન કરતાં પહેલા કોઈ સારા મનોચિકિત્સક ની સલાહ લેવી જોઈએ.
ક્યારેક પર્સનાલિટી પણ ચિંતાનું કારણ બની શકે છે. આમ વિભિન્ન કારણો ના મધ્યમ થી Anxiety ની સમસ્યા થઈ શકે છે.
ચિંતા ની સમસ્યા નું સમાધાન કેવી રીતે કરે(Treatment of anxiety disorder in Gujarati)
ચિંતા ઘણા પ્રકાર ની હોય શકે છે અને તેનું સમાધાન પણ તેના અનુરૂપ જ હોવું જોઈએ આથી આપ અકે આપના નજીક નો કોઈ વ્યક્તિ આ સમસ્યા થી પીડિત હોય તે તેને તાત્કાલિક મનોચિકિત્સક ની મુલાકાત લેવી જોઈએ અને સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ. અહી અમે આપની સાથે તે સિવાય કેટલાક ઉપયો શેર કરીએ છીએ જે આપની ચિંતા ની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરી શકે છે.
- દર્દીને એકલો ન છોડો: આ સ્થિતિ થોડી ચિંતાજનક હોવાથી દર્દી ક્યારેય પોતાની સાથ કઈ પણ કરી શકે છે આથી તેને ક્યારેય એકલો ના છોડવો જોઈએ.
- આહાર પર નિયંત્રણ: anxiety disorder ના દર્દી ને આહાર માં પૂરતું ધ્યાન આપવું જોઈએ. તેમણે શુદ્ધ, સાત્વિક અને પોષકતત્વો વાળા આહાર પર વધુ ધ્યાન આપવું જોઈએ.
- સંગીત સાંભળો: ક્યારેક ક્યારેક સંગીત સંભાળવું જોઈએ જેથી મનની ચિંતા દૂર કરવા માં મદદ મળે અને અન્ય કુવિચારો થી પણ છૂટકાર પ્રાપ્ત કરી શકાય. ગીતો એ મન ને પ્રફુલ્લિત કરવામાં મદદ કરશે.
- કસરત કરો: દરરોજ ની દિન ચર્યા માં યોગ અને કસરત ને ઔરતું સ્થાન આપવું જોઈએ જેથી શરીર ને સ્વાસ્થ્ય રાખી શકાય.
અહી અમે આપની સાથે Anxiety meaning in Gujarati | Anxiety એટલે શું જાણો ગુજરાતીમાં જાણકારી શેર કરી છે જો આપને Anxiety meaning in Gujarati ગમી હોય તો અન્ય લોકો સાથે શેર અવશ્ય કરો.
વધુ વાંચો
Nice initiative ,very helpful content for gujaratis.
Keep it up.
Good