Bhajan Lyrics in Gujarati: માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના

Bhajan Lyrics in Gujarati: માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના, (Mangan na jay mangava Data na Bhane naa Gujarati Bhajan Lyrics). અહી અમે ગુજરાતી ભજન ની લીરિક્સ આપી છે. અમને આશા છે કે અહી આપેલી આ લીરિક્સ આપને ગમશે. જો આપને આ ભજન ગમે તો વધુ લોકો ને શેર અવશ્ય કરજો.

Bhajan Lyrics in Gujarati: માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના

માગણ ન જાય માગવા, દાતા ન ભણે ના,
પરાઈ આ પીડા , (અહીં) સમજે નહી કોઈ શંકરા !

હોય જ્યારે દુઃખ હોય, માગે ત્યારે જ માનવી,
(બાકી) નો’યે કોઈને નો’ય , (જગમાં) શોખ માગ્યાનો શંકરા !

અંતરના ઉંડાણની, (કો’ક) ભેદુને જ ભળાય,
(પણ) ચોરે ના ચર્ચાય, (કોયદિ’) ચિત્તની વાતું શંકરા !

ઉંબરમાં અધશેર, (કોયદિ’) ઉપર આર મુકેલ નહીં,
(પણ) ધડ પર થાશે ઢેર, (એકદિ’) છાણાં ને કાઠના શંકરા !

ગાદી તકિયા ને ગાદલાં, એ પણ હતાં કઠતાં,
(એનેય) છાણાંની સેજે, (અમેં) સૂતા જોયા શંકરા !

દેવું ધન દિનને, નિત રટવું હરી નામ,
કરવા જેવાં કામ, (અંહીયાં) સાચાં આ બે શંકરા !

દાનવ માનવ દેવને, સૂરાં ભગતાં સોત,
મોડું કે વે’લું મોત, સૌને માથે શંકરા !

મુંવા પછી મનુષને, દેતાં અગ્નીદાગ,
રોતાં તાણીને રાગ, (એતો) સ્વાર્થને સૌ શંકરા !

પવન પવનમાં મળે, માટી માટી થાય,
(પણ) મમતા ના મુકાય, છેવટ સુધી શંકરા !

ભર્યા હોય ભંડારમાં, અન ધન અપરંપાર,
(એમાંથી) ભાતામાં પઈ ભાર, (કોઈની) સાથે ના’વે શંકરા !

ભામન મનહરણી ભવન, સુત ભાઈ સમરાથ,
એ સ્નેહી કોય સંગાથ , (કોઈનો) છેવટ ન કરે શંકરા !

હાજર હોય હરેક, સગાં કુટુમ્બી ને સેવકો,
(પણ) અંતે એકાએક, છે જાવાનું શંકરા !

લોભેથી લાખો તણી, માયા મેળવીએ,
(પણ) અંત વેળાએ એ, (કોઈની) સાથે ના’વે શંકરા

અમને આશા છે લે આપને અહી આપેલું આ ભજન ગમ્યું હશે. આ ભજન વિષે આપને જો કોઈ પ્રતીભાવ આપવો હોય તો આ અમને નીચે કમેંટ કરીને જણાવી શકો છે. આપના પ્રતીભાવ ને અમે હેટ થી સ્વીકારી જરૂર પ્રતિસાદ આપીશું. જો આપ Gujarati Bhajan Lyrics ને શેર કરવા માંગતા હોય તો ફેસબુક જેવા મધ્યમ થી શેર કરવા વિનંતી.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment