Bhajan Lyrics in Gujarati: Kone Banavyo Pavan Charkho

Bhajan Lyrics in Gujarati: Kone Banavyo Pavan Charkho અહી અમે આપને એક સુંદર ગુજરાતી ભજન ની લીરિક્સ આપી રહ્યા છીએ જેના શબ્દો છે કોને બનાવ્યો પવન ચરખો. અમને આશા છે કે આપણે આ ભજન ગમશે.

Bhajan Lyrics in Gujarati: Kone Banavyo Pavan Charkho

એ જી એના ઘડનારા ને પરખો‚
એ જી તમે નૂરતે સુરતે નિરખો‚
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

આવે ને જાવે‚ બોલે બોલાવે‚ જિયાં જોઉં ત્યાં સરખો‚
દેવળ દેવળ કરે હોંકારા‚ પારખ થઈને પરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ધ્યાન કી ધૂન મેં જોત જલત હૈ મીટયો અંધાર અંતર કો‚
ઈ અજવાળે અગમ સુઝે‚ ભેદ જડયો ઉન ઘરકો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

પાંચ તત્વ કા બનાયા ચરખા‚ ખેલ ખરો હુન્નરકો‚
પવન પૂતળી રમે પ્રેમ સેં‚ જ્ઞાની હોકર નીરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

રવીરામ બોલ્યાં પડદા ખોલ્યા‚ મેં ગુલામ ઉન ઘરકો
ઈ ચરખાની આશ ન કરજો‚ ચરખો નંઈ રિયે સરખો…
જી રે રામ‚ કોણે બનાવ્યો પવન ચરખો…

ગુજરાતી ભજન લીરિક્સપીડીએફ ડાઉનલોડ Gujarati Bhajan PDF Download

આ ગુજરાતી ભજન ને પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરવા માટે અહી આપવામાં આવેલી લિન્ક પર ક્લીક કરો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment