Bhajan Lyrics in Gujarati: Jesal Karlie vichar mathe che

Bhajan Lyrics in Gujarati: જેસલ કરી લે વિચાર ભજન એ જૂનું અને ખુબજ જાણીતું ભજન છે. Gujarati Bhajan માં જેસલ અને તોરલ ના ભજન ખુબજ જાણીતા ભજનો છે. અહી અમે ભજન સાહિત્ય માનું એક મોતી Jesal karile vichar mathe che Jam no maar Gujarati Bhajan Lyric આપી છે.

Gujarati Bhajan lyrics: જેસલ કરી લે વિચાર

જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર, સપના જેવો છે
સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

હીરલા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘા ,
ફૂટે ઇ તો કિયા કૅવાય, ખરાની ખર્ચે ખબર્યું થાય,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

ગુરુના ગુણનો નહિ પાર, ભક્તિ ખાંડા કેરી ધાર,
નુગરા શું જાણે એનો સાર, હે જી એનો એળે ગ્યો અવતાર.
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી…

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુનો આધાર,
જાવું મારે હરિને દરબાર, બેડલી ઉતારો ભવ પાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી..

અહી Gujarati Bhajan lyrics: જેસલ કરી લે વિચાર આપી છે. જો આપને અમારા દ્વાર આપવામાં આવેલી આ ભજન ની Lyrics પસંદ આવી હોય તો અન્ય લોકો જોડે શેર કરજો. આપના દ્વારા અન્ય લોકો ને શેર કરવાથી અમને પણ થોડું પ્રોત્સાહન મળશે. જે નવા અને નવા ભજન લાવવા માટે પ્રેરિત કરશે.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment