નેતૃત્વ કરવું એક એક સન્માનની સાથે પડકાર જનક પણ છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે ટીમ ના લોકો વચ્ચે જ માન મેળવવું મુશ્કેલ બની જાય છે. અહી અમે આપની સાથે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી રહ્યા છીએ જે તમને એક સફળ નેતૃત્વ કરવાની યોગ્ય સમાજ પ્રદાન કરશે.
સફળ નેતૃત્વ કરવાની થોડી ટિપ્સ
1 જાતે કામ કરવું. કોઈ પણ કાર્ય બીજાને સોંપતા પહેલા જાતે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. જેનાથી તમે જાત એક યોગ્ય ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરી શકશો. સાથે સાથે કેટલાક નિયમો નું પણ પાલન કરો. જેથી ટીમ ના અન્ય લોકો ને પણ નિયમ નું મહત્વ સમજાય અને પ્રેરણા મળે.
2 તમે મળશો તે દરેકને માન આપો. નેતૃત્વ ના ક્ષેત્ર માં તમે કેટલાય લોકો ને રોજ મળશો. એક સફળ નેતૃત્વ માટે આ બધા લોકો ને સન્માન આપવું ખુબજ જરૂરી છે. માન-સન્માન પ્રાપ્ત કરવાનો એક સીધો અને સરળ માર્ગ છે તે જેટલું આપશો તેટલુજ પામશો.
3 તમારી પોતાની ખામીઓ ઓળખો અને જવાબદારી નો સ્વીકાર કરો. દરેક વ્યક્તિ એ પોતાની ખામી ને ઓળખાવી જરૂરી છે, એમાં પણ જો વાત નેતૃત્વ કરનાર વ્યક્તિ ની હોય તો આ સંદર્ભ ખાસ લાગુ પડે છે. જો કોઈ વ્યકતી પોયાની ખામી ને ઓળખી ન શકે તો એના નિષ્ફળ થવાની સંભાવના વધી જાય છે. નિષ્ફળ નેતૃત્વ ની સજા ઘણા લોકો એ ચૂકવવી પડે છે. નેતૃત્વ માં સફળ બનવા માટે પોતાની ખામી ને ઓળખાતા રહવું જરૂરી છે.
જવાબદારી લેવાથીજ તેનું ભાન થાય છે સાથે તમે જો ભૂલ અને જવાબદારી બંને વસ્તુ ને સ્વીકારતા હશો તો તમારા અન્ય સાથી લોકોનો તમારા માં વિશ્વાસ વધસે.
4 પરિવર્તન ચાલુ રાખો અને હકારાત્મક વલણ દાખવો. પરીવર્તન એ સર્વવ્યાપી છે અને સમયાંતરે પરીવર્તન થવું એ આવશ્યક છે. સમય સાથે તમે જેટલા આગળ હશો, લોકો વચ્ચે તમારું માન એટલુજ વધશે. પરીવર્તન ને સ્વીકારી તેને કાર્યક્ષેત્ર થી લઈને દરેક જગ્યાએ લાગુ કરવું જોઈએ. અન્ય સાથી પણ પરીવર્તન માં વિશ્વાસ રાખે તેવું વાતાવરણ ઊભું કરવું જોઈએ.
હકારાત્મક વલણ પણ એટલુજ આવશ્યક છે જેટલું પરીવર્તન છે. હકારાત્મક વલણનો અર્થ નથી કે હમેશા હસતું રહેવું. હકારાત્મક વલણ એ તમારા સાથીઓ ને એક અલગ શક્તિ પ્રદાન કરે છે અને તેમના માં આત્મવિશ્વાસ નો વધારો કરે છે. હમેશા હકારાત્મક વલણ રાખો.
5 તમારા નેતૃત્વ પર રચનાત્મક ટીકા માટે પૂછો. નેતૃત્વ ને સફળ બનાવવા માટે ઘણા લોકો નો સાથ સહકાર હોવો જરૂરી છે. જો તમે નેતૃત્વ કરી રહ્યા હોય તો આનો અર્થ એ નથી કે તમે દરેક સ્થિતિ એ સત્ય અને તમારો નિર્ણય હમેશા યોગ્ય હશે. આ માટે હમેશા તમે તમારા સાથી ના વિચારો ને જાણો અને તેમની પાસે થી તમારા નેતૃત્વ અને નિર્ણય માં રિવ્યુ માંગો. જે તમને કદાચ નવી દિશા પણ આપી શકે છે.
6 તમે જે લોકો તરફ દોરી રહ્યા છો તે લોકોને જાણો. તમે જે લોકો નું નેતૃત્વ કરી રહ્યા છો તેમણે જાણવા ખુબજ જરૂરી છે. તે લોકો ની નું ધ્યેય અને લક્ષ્ય પણ આપના નેતૃત્વ પર અસર કરશે. હમેશા તેમની જોડે સંપર્કમાં રહેવાથી તેમને નજીક થી જાણી શકાશે અને તેમનો કોઈ વિચાર પણ જાણવા મળશે. એક સફળ નેતૃત્વ કરવા માટે આપે ખુદ એવિ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ જેથી લોકો તમારી સાથે સરળતા થી સંપર્ક કરી વિચાર અને વ્યથા જણાવી શકે.
7 ટીમના સભ્યોને કામ સોપો અને શીખવો. ટીમ ના સભ્યો ને કામ સોપવાથી તેની કાર્યદક્ષતા અને કાર્યક્ષમતા ને સમજી શકાય છે. તમારી ટીમના સભ્યોની શક્તિ અને નબળાઇઓની પરખ કરવા માટે કામ સોપવું આવશ્યક છે. તે સભ્ય તમારી ટીમ ના ધ્યેય પ્રત્યે કેટલો વફાદાર છે તેની સમજણ મળશે. કોઈ સભ્યો એવ પણ હશે જેને તમાએ સોપેલ કાર્યમાં કે અન્ય કોઈ જગ્યાએ મુંજવણ હશે. એવિ પરિસ્થિતી મે તમે એમને એક મિત્ર બની વાત કરો અને જેતે સમસ્યા નું નિરાકરણ કરો.
8 આભાર વ્યક્ત કરો. ટીમ ના સભ્યો કે અન્ય સાથીદારોએ કરેલા કાર્ય નો નિર્વિલંબ આભાર માનો અને પ્રોત્સાહિત કરો. આમ કરવાથી તે સભ્ય ની સાથે અન્ય સભ્યનો આત્મવિશ્વાસ વધશે અને તે પણ પોતાના કાર્ય માં દક્ષતા દાખવશે તથા પૂર્ણ ક્ષમતા થી કાર્ય ને કરવા માટે પ્રેરણા પ્રાપ્ત કરશે. જો તમે કોઈ સફળતા કે સન્માન ને પ્રાપ્ત કરો તો તેનો શ્રેય પણ સાથી લોકો સાથે વહેચો અને આભાર વ્યક્ત કરો. જે સફળ નેતૃત્વ માટે ખુબજ જરૂરી છે.
અમને આશા છે કે આપણે અમારો આ લેખ પસંદ આવ્યો હશે. જો આપ અમારા આ લેખ થી સંતુષ્ટ છો તો તેને વધુ ને વધુ શેર કરો. ધન્યવાદ.