ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને તેના મુખ્યમથક ના નામ

ગુજરાત કે જેની સ્થાપના 1લી મે 1960 ના રોજ થયી હતી. સ્થાપના સમયે ગુજરાત માં કુલ જિલ્લા(District) ની સંખ્યા માત્ર 17 હતી જે અત્યારે જુદા જુદા 6 વિભાજન થયા બાદ 33 સુધી પહોચી ગયી છે.હાલ ગુજરાતમાં 33 જિલ્લા અને 250 જેટલા તાલુકાઓ અસ્તિત્વમાં છે. આજ ના આ લેખ માં અમે આપને ગુજરાત ના તમામ જિલ્લા ની સ્થાપના ક્યારે થઈ અને તેનું મુખ્ય મથક કયું છે તેની માહિતી પ્રદાન કરીશું.

ગુજરાત ના 33 જિલ્લા અને તેના મુખ્ય મથક નું લિસ્ટ

ગુજરાત રાજ્યમાં હાલ કુલ 33 જિલ્લા છે. જેનું લિસ્ટ નીચે મુજબ છે.

ગુજરાત ના જિલ્લા ના નામ જિલ્લાનું વડુ મથક સ્થાપના વર્ષ
અમદાવાદઅમદાવાદ1960
અમરેલીઅમરેલી1960
આણંદઆણંદ1997
અરવલ્લીમોડાસા2013
બનાસકાંઠાપાલનપુર1960
ભરૂચભરુચ 1960
ભાવનગરભાવનગર 1960
બોટાદબોટાદ 2013
છોટાઉદેપુરછોટાઉદેપુર 2013
દાહોદદાહોદ 1997
ડાંગઆહવા 1960
દેવભૂમિ દ્વારકાખંભાળિયા 2013
ગાંધીનગરગાંધીનગર 1964
ગીર સોમનાથવેરાવળ 2013
જામનગરજામનગર 1960
જુનાગઢજુનાગઢ 1960
કચ્છભુજ 1960
ખેડાનડિયાદ 1960
મહીસાગરલુણાવાડા 2013
મહેસાણામહેસાણા 1960
મોરબીમોરબી 2013
નર્મદારાજપીપળા 1997
નવસારીનવસારી 1997
પંચમહાલગોધરા 1960
પાટણપાટણ 2000
પોરબંદરપોરબંદર 1997
રાજકોટરાજકોટ 1960
સાબરકાંઠાહિમ્મતનગર 1960
સુરતસુરત 1960
સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર 1960
તાપીવ્યારા 2007
વડોદરાવડોદરા 1960
વલસાડવલસાડ 1966
Gujarat na District, sthapana varsh ane mukhya mathak

ગુજરાત રાજયમાં જિલ્લા ની સંખ્યા, વિસ્તાર અને સરહદ માં સમયાંતરે 1960 બાદ કુલ 6 વખત બદલાવ કરવામાં આવ્યો છે. કરવામાં આવતો આ બદલાવ એ District ના સુવ્યવસ્થિત સંચાલન અને વિકાસ માટે હોય છે.

1960ની સ્થિતિ એ ગુજરાત માં જિલ્લા ની

ગુજરાત ની અલગ રાજ્ય ની માંગણી ની એક લાબી લડાઈ ની જીત અને ભાષાવાર રાજ્ય ની પુનઃરચના ના કાર્યક્રમ બાદ 1લી મે 1960 ના રોજ ગુજરાત બૃહત મુંબઈ માથી એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વ માં આવ્યું ત્યારે તેમાં કુલ 17 District હતા. આ જિલ્લા માં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા નો સમાવેશ થાય છે.

1964 માં પ્રથમ વખત ફેરફાર

રાજ્ય માં 1960 બાદ પ્રથમ વખત ફેરફાર હિતેન્દ્રભાઈ દેસાઇ ની સરકાર વડે કરવામાં આવ્યો હતો ને તેને ગુજરાત નું પાટનગર બનાવમાં આવ્યું હતું. અમદાવાદ અને મહેસાણા જિલ્લા ના કેટલાક વિસ્તારો ને ભેગા કરી એ વ્યવસ્થિત અને પૂર્વનિયોજન વડે “ગાંધીનગર જિલ્લા” ને વિકસવામાં આવ્યું હતું. આ District નું નું નામકરણ પૂજ્ય ગાંધી બાપુ ની યાદ માં રાખવામા આવ્યું હતું.

1966 માં દ્વિતીય વખત બદલાવ

સુરત જિલ્લો તે સમયે ઘણો મોટો હોવાથી 1966 માં સુરત એકલા જિલ્લા માથી વલસાડ ને અલગ કરી જિલ્લો બનાવમાં આવ્યો.

1997 માં ગુજરાતનાં જિલ્લામાં થયેલ ફેરફાર

ગુજરાતમાં પ્રથમ વખત એક સાથે પાંચ નવા જિલ્લા ની રચના કરવામાં આવી. આ બધા જિલ્લા ની રચના વર્ષ 1997 ની 2જી ઓક્ટોબર એટલેકે ગાંધી જયંતિ ના દિવસે કરવામાં આવી હતી. આ District ની રચના સમયે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે હતા.

1997માં નવો બનેલો જિલ્લો મૂળ જિલ્લા કે જેમાં થી વિભાજન થયું
આણંદખેડા જિલ્લા માથી
દાહોદ પંચમહાલ જીલ્લા માથી
નર્મદા ભરુચ અને વડોદરા ના વિસ્તાર માથી
નવસારી વલસાડ જિલ્લા માથી
પોરબંદર જુનાગઢ જિલ્લા માથી
1997 માં થયેલ વિભાજન

2000 માં થયેલ ફેરફાર

અત્યાર સુધી 1960 પછી કુલ ત્રણ બદલાવ થઈ ચૂક્યા હતા જેમાં જિલ્લા ની સંખ્યા 17 થી વધી ને 24 થઈ ચૂકી હતી. ચોથા બદલાવ માં બનાસકાંઠા અને મહેસાણા ના કેટલાક વિસ્તાર ને એક કરી પાટણ જિલ્લા ની સ્થાપના કરી.

2007ની સ્થિતિએ ગુજરાત ના જિલ્લા

ફરીથી સુરત જિલ્લા ના પાંચ તાલુકા ના વિસ્તાર ને અલગ કરી નવા જિલ્લા તાપી ની તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રમોદી વડે રચના કરવામાં આવી.

2013 માં અંતિમ અને સૌથી મોટો બદલાવ

સુવ્યવસ્થિત વિકાસ માટે શાસન પ્રણાલી સુવ્યવસ્થિત હોવી ખુબજ આવશ્યક છે. તેને સુદ્રઢ બનાવા માટે તત્કાલિન મુખ્યમંત્રી વડે ફરીથી નવા સાત જિલ્લા ની રચના કરવામાં આવી જે અત્યાર ની સ્થિતિ એ અંતિમ બદલાવ છે. આ બદલાવ પહેલા Districtની સંખ્યા 26 હતી જે વધી ને 33 થયી છે.

2013 માં નવા બનેલ જિલ્લાકયા જિલ્લા માથી વિસ્તાર ને લેવામાં આવ્યો?
દેવભૂમિ દ્વારકાજામનગર ના વિસ્તાર માંથી
અરવલ્લીસાબરકાંઠા ના વિસ્તાર માંથી
છોટા ઉદેપુરવડોદરા જિલ્લામાંથી
બોટાદ અમદાવાદ અને ભાવનગર જિલ્લાઓના વિસ્તાર માથી
ગીર સોમનાથજુનાગઢમાંથી
મહીસાગરખેડા અને પંચમહાલમાંથી
મોરબી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
2013 ma Gujarat na District ma thayel badlaav

અમને આશા છે કે આપ ને ગુજરાત ન જિલ્લા વિશે જાણવા યોગ્ય માહિતી મળી હશે અને તેના થી આપ સંતુષ્ટ હશો. જો આપને આ માહિતી પસંદ આવી હોય તો બીજા લોકો સુધી શેર કરવા વિનંતી.આભાર.

Author

  • "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

1 thought on “ગુજરાતમાં કેટલા જિલ્લા છે અને તેના મુખ્યમથક ના નામ”

Leave a Comment