Hanuman 12 Names in Gujarati: અહી અમે હનુમાનજી ના 12 નામ ગુજરાતી ભાષા માં Hanuman 12 Names in Gujarati આપ્યા છે જે આપને હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
Table of Contents
Hanuman 12 Names in Gujarati
No | હનુમાનજી ના 12 નામ |
---|---|
1 | હનુમાન |
2 | અંજનીસૂત |
3 | વાયુપુત્ર |
4 | રામેષ્ટ |
5 | ફાલ્ગુનસખા |
6 | પિંગાક્ષ |
7 | અમિતવિક્રમ |
8 | ઉદધિક્રમણ |
9 | સીતાશોકવિનાશન |
10 | લક્ષમણપ્રાણદાતા |
11 | દશગ્રીવદર્પહા |
12 | મહાબલ |

હનુમાનજી ના બાર નામ મંત્રો સાથે.
અહી ઉપર મહાવીર બજરંગબલી ના 12 નામ આપ્યા છે. પરંતુ જો તેમના નામ સાથે મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તેના થી મળતો લાભ અનેક ગણો વધી જાય છે. અહી અમે દરેક નામ સાથે જોડાયેલ હનુમાનજી ના મંત્ર આપ્યા છે.
- ॐ જય હનુમાન
- ॐ જય અંજની સુત
- ॐ જય વાયુ પુત્ર
- ॐ જય મહાબલી
- ॐ જય રામેષ્ટ્ર
- ॐ જય ફાલ્ગુન સખા
- ॐ જય પિંગાક્ષ
- ॐ જય અમિત વિક્રમ
- ॐ જય ઉદધિ ક્રમણ
- ॐ જય સીતા શોક વિનાશન
- ॐ જય લક્ષ્મણ પ્રાણ દાતા
- ॐ જય દશ ગ્રીવ દર્પહ
ક્યારે જાપ કરવા જોઈએ?
ભગવાન નું નામ લેવું એ કોઈ પણ સમયે શુભ માનવામાં આવે છે. પરંતુ જો વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેના માટે પદ્ધતિ અને સમય ની ચોકસાઇ હોવી આવશ્યક છે. હનુમાન દાદા ના આ બાર નામ ખુબજ ચમત્કારિક અને ત્વરિત ફળ પ્રદાન કરવા વાળા છે. મંગળ વાર કે શનિવાર ના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ને આ મંત્રો ના જાપ કરવા જોઈએ અથવા સાંજે સૂર્યાસ્ત પછીના કલાક માં પણ હનુમાનજી ના આ બાર નામ ના જાપ કરી શકાય છે. રાત્રે સૂતી વખતે પણ જાપ કરી શકાય છે. નાના બાળકો જે સપના થી ડરી જતાં હોય તેમના માટે પણ આ બાર નામ ખુબજ લાભદાયી છે.
જાપ કોને કરવા જોઈએ?
હનુમાનજી એ સંકટ ને દૂર કરી સુખ અને સમૃદ્ધિ આપનાર દેવ છે. ઘણા લોકો જે શનિ ની મહદશા કે શનિ ની સાડેસાતી માઠી પ્રસાર થયી રહ્યા હોય તેવા લોકો માટે હનુમાનજી ના આશીર્વાદ ખૂબજ લાભ કારી છે. મંગળ દોષ અને લગ્ન જેવી સમસ્યા થી પીડીત વ્યક્તિ માટે પણ હનુમાંજી ના આ બાર નામ ના જાપ ખુબજ લાભકારી છે.
તાવીજ પણ બનાવી શકાય છે.
નાના બાળકો કે મોટા કોઈ પણ વ્યક્તિ હનુમાનજી ના આ બાર નામ વાળું તાવીજ(લોકેટ) પહેરી શકે છે. તેને બનાવવા માટે સિંદૂર થી ભોજ પત્ર પર દાડમ ની ડાળી ની બનાવેલી કલમ વડે લખી પૂજા પરિ ને ધારણ કરી શકાય છે. આમ કરવાથી આવનારી વ્યાધિ થી બચી શકાય છે.
Hanuman 12 Names in Gujarati PDF
જો આપ પણ હનુમાનજી ના બાર નામ પીડીએફ માં ડાઉનલોડ કરવા માંગતા હોય તો નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.