Gujarati Tahuko – ગુજરાતી ટહુકો | Latest Gujarati Tahuka For Dikri, Kankotri, Boy

Gujarati Tahuko: વિવાહ/લગ્ન જેવી તમામ વસ્તુઓ માં દરેક વસ્તુ યોગ્ય અને સારું દેખાય તે ખુબજ જરૂરી હોય છે. એટલીજ વસ્તુ કંકોત્રી છાપવામાં પણ લોકો ધ્યાન આપે છે. કંકોત્રીમાં એક સારો ટહુકો એ કંકોત્રી ની શોભા વધારી દે છે. અહી અમે આપની સાથે ગુજરાતી ભાષામાં ટહુકા(Gujarati Tahuko) ને શેર કરીએ છીએ, જે આપ આપના શુભ પ્રસંગો માં આપના invitation card ની શોભા વધારવામાં મદદ કરશે.

આપણે જાણીએ છીએ કે લગ્ન જેવા પ્રસંગ જીવન ખુબજ મોટો પ્રસંગ માનવામાં આવે છે. આથી લગ્ન કે મુંડન જેવા પ્રસંગ યાદગાર બનાવવું ખુબજ જરૂરી બને છે. અહી લગ્ન કે મુંડન જેવા પ્રસંગ માટે ઉપયોગી ટહુકા આપ્યા છે જે તમે તમારા invitation card માં ઉમેરી તેની શોભા વધારી શકો છો અને યાદગાર બનાવી શકો છો.

Gujarati Tahuko – ગુજરાતી ટહુકો

ગુજરાતી ટહુકા(Gujarati Tahuka)

લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.

લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.

અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પથારી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની

Gujarati Tahuko for Dikri
દીકરી ની લગ્ન કંકોત્રી માટે ટહુકો

અહી અમે આપની સાથે ગુજરાતી ટહુકો શેર કરીએ છીએ જે ખાસ કરીને દીકરીઓ(Gujarati Tahuko for Dikri/Daughter) માટે લંગ્ન ની કંકોત્રી માં લખાવી શકાય છે.

પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની… ♥  ♥  ♥  ♥  ♥  ♥  ♥  ♥  ♥

એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…

મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો અમારી દીદી લગ્ન મા…

આમ તો અમે નાના અને નાજુક એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે ચુપ રહેવાય નહિ
જો…જો…હો…લગ્ન માં આવવાનું ભૂલાય નહિ….

મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી…ન્યારી…લાગશે સૌ ને પ્યારી…પ્યારી…

નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…

પત્રિકા લેજો સંભાલી, જોજો પડી ના જાય,
ધીરે ધીરે વાંચો, લીટી રહી ના જાય,
સમય ની ગાડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,
અમે રાહ જોઇ રહિયા છીએ તમારી, તો પછી કરોને અમારા ફોઇ ના લગના માં અવવાની તૈયારી ……

[the-post-grid id=”1038″ title=”Gujarati Tahuko”]

હસ્તી અને હસાવતી,
સુન્દર એની સોહામણી સોના થી સવાઇ,
માણેક થી મોંઘી અને રૂપા થી રુડી,
પારીઓ થી પ્યારી, એવી મારી મનગમતી પ્યારી દીદી ના લગન માં વેહલેરા પધારજો

ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ, નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગન માં આવાનું ભૂલી જાસો તો માફ નહિ કરીએ…

Gujarati Tahuko for Boy
Lagna Kankotri Tahuka for Boy and Girl in Gujarati

અહી અમે કેટલાક સુંદર ગુજરાતી ટહુકા આપની સાથે શેર કર્યા છે જે આપના invitation card/Kankotri ની શોભા વધારવામાં મદદ રૂપ થયી શકશે.

તમને કબલ છે માલા કાકા વરરાજા થાસે, ઘોડલે ચડશે, ને વાજતે ગાજતે કાકી ને લાવશે, હો..હો…
કેવી મજા પડશે ! તો તમે પણ કાકા ની જાન માં જલુલને જલુલ આવજો !

જન્મ મળ્યો સારા કુળમાં એ કુળને દિપાવજો
મંગળ પ્રસંગ અમ ઘરે તે આપ કેરો માનજો,
રુબરુ મળી ન શકાયુ હોય તો પ્રેમથી પધારશોજી
અમારા ભાઇ તથા કાકા ના લદનમા જરુર આવશોજી…

હદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા…

તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…

કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…

કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…

સોનાનો સુરજ ઉગ્યો રૂડા અવસર આયા
અમ ઘેર,રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઇ વાગશે,
વાગેજને મારા ભાઈ ના રૂડા લગન્યા લેવાય છે માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ…

ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં
પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે,
નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા-સબંધી મળે તો કેહજે કે,
અમારા કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ આવશો….હો….
અમે રાહ જોશું…

…અમે નાના બાળ જાજુ કઈ બોલાય નહિ,
આપનો અવસર છે છાનું રહેવાય નહિ,
“મામા”,”કાકા”,”ભાઈ” ના લગ્ન માં જરૂર પધારજો…

સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે
ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો

લગ્નના વાગશે વાજાં, કલશોર કરીશું અમ નાના ભાણેજા
મામા છે અમને બહુ વ્હાલા, પધારજો દેવા આપ આશિષ અમૂલા.

Some Extra “Gujarati Tahuka for Marriage invitation Card / Kankotri”

અહી અમે થોડાક વધુ Gujarati Tahuka આપીએ છીએ જેમાં થી પણ આપ યોગ્ય tahuko આપના ઘરે આવેલ મંગળ પ્રસંગ જેવા કે લગ્ન કે મુંડન(Gujarati Tahuka for Marriage invitation Card / Kankotri and Mundan) ની આમંત્રણ પત્રિકા પર છપાવી શકો છો.

પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો
વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો
બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો
વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો

શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને

દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે
હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર
લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર

મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો

અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર
પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર
તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર
રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર

મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની
જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું

અહી અમે સુંદર ગુજરાતી ટહુકા(Tahuka in Gujarati for dikri /Kankotri) આપ્યા છે. આ સિવાય આપ અન્ય કોઈ ગુજરાતી ટહુકા વિશે જાણતા હોય તો નીચે કમેંટ કરી અમને જણાવી શકો છો. અમે આપના દ્વારા સુજાવેલ ગુજરાતી ટહુકાને અહી લેખ માં સ્થાન આપીશું. જો શક્ય હોય તો આપ આ પેજ ને અન્ય લોકો સુધી whatsapp કે facebook ના માધ્યમ થી શેર પણ કરી શકો છો. ટહુકા બાબતે આપ આપનો અમુલ્ય પ્રતીભાવ કમેંટ માં આપવાનું ભૂલતા નહીં.