Panchatantra Story : સાધુ અને ઉંદર

મહિલરોપયમ નામનું એક ગામ હતું. ત્યાં તળાવ કિનારે એ ભગવાન શિવ નું મંદિર હતું. ત્યાં એક પવિત્ર સાધુ રહેતા હતા. સાધુ આખો દીવસ શહેર અને ગામ માં ભોજન માટે ભિક્ષા માંગે અને એન એકત્ર કરે. ઘરે આવી તેમાથી ભોજન બનાવે અને વધેલું વધારનું ભોજન અન્ય ગરીબ બાળકો ને જમવા માટે આપે. બાળકો તેના બદલામાં મંદિર ની સાફ સફાઈ અને સુંદરતા માં સાધુ ની મદદ કરતાં હતા.

આજ મંદિર ના આશ્રમ એએમ એક ઉંદર રહેતો હતો. ઉંદર રોજ સાધુના પાત્ર કટોરા માથી અનાજ ની ચોરી કરતો હતો. એક દિવસ સાધુ ને આ વાતની ખબર પડી કે ઉંદર રોજ અનાજ ની ચોરી કરે છે, આથી સાધુ એ તેને રોકવા માટે ઘણા પ્રયત્ન કર્યા.

સાધુ એ કટોરા ને ઊંચાઈ પર મૂક્યો, ક્યારેક સાધૂ ઉંદર ની પાછળ પડ્યા વગેરે વગેરે પણ ઉંદર ક્યારેય પકડાયો પણ નહીં અને તેને ચોરી કરવાનું બંધ પણ કર્યું નહીં.

એક દિવસ એક ભિક્ષુક તેમના આશ્રમ પર આવ્યા. તેમણે જોયું તો સાધુ કામ માં વ્યસ્ત હતા અને તેમણે સહેજ પણ ભિક્ષુક પર ધ્યાન દોરવ્યું નહીં. આમ કરવાથી ભિક્ષુક નિરાશ થયા. તેમણે સાધુ ને કહ્યું ” આજ પછી હું આપના આશ્રમે ક્યારેય નહીં આવું”

સાધુ એ ક્ષમા માંગી અને તમામ હકીકત જણાવી કે “એક ઉંદર તેમણે ખુબજ પરેશાન કરે છે અને અનાજ ની ચોરી કરે છે જેથી હું ખુબજ પરેશાન છુ.” ભિક્ષુક સાધુ ની તકલીફ સમજી ગયો આથી તેને સાધુ ને એક રસ્તો બતાવ્યો.

ભિક્ષુકે કહ્યું “ઉંદર આટલી હિમ્મત તો જ કરે જો તેની પાસે ઘણું બધુ અનાજ એકઠું થયેલું હોય, જો આપદે તે અનાજ ને લઈ લઈએ તો તેની હિમ્મત તૂટી જાય અને આપણે તેને હરાવી શકીએ.”

આથી બીજા દિવસે સવારે ભિક્ષુક અને સાધુ બંને ઉંદર પાછળ પાછળ ગયા. જોયું તો ઉંદરે ત્યાં ઘણું અનાજ ભેગું કરી રાખેલું, સાધુ એ બધુજ અનાજ લઈ અને આશ્રમ માં સંતાડી દીધું.

ઉંદર પાછો આવ્યો ત્યારે જોયું તો તમામ અનાજ ગાયબ હતું. આથી તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો. તેને વિચાર્યું કે હવે તે ક્યારેય અનાજ ભેગું નહીં કરી શકે, ફરીથી એક વખત તે કટોરા પર ચોરી કરવા ગયો ત્યારે તેને આત્મવિશ્વાસ નહોતો આથી નીચે પડ્યો,

સાધુ ઉંદર પાછળ લાકડી લઈ પડ્યા અને ઉંદર ને ભગાડયો, તે દિવસ થી ઉંદર પછી ક્યારેય પાછો ના આવ્યો.

આમ, “જો આપની પાસે સંસાધનો ની અછત ના હોય તો ક્યારેય આત્મવિશ્વાસ અને અદ્ભુત શક્તિ ની અછત નથી થતી ”

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment