Panchatantra Story: “મૂર્ખ મિત્ર”

એક રાજા ના મહેલમાં એક વાંદરો સેવક તરીકે નૌકરી કરતો હતો. તે રાજાનો ખુબજ વિશ્વાસપાત્ર અને અનન્ય ભક્ત હતો. તે રાજા ના મહેલ માં કોઈ પણ રોક વગર જઈ શકતો હતો.

એક દિવસ રાજા મહેલ માં ઊંઘી રહ્યા હતા ત્યારે વાંદરો તેમણે પંખા થી પવન નાખી રહ્યો હતો. એવામાં વાંદરાએ જોય કે એક માખી વારંવાર રાજાના છાતી પર બેસે છે. પંખાથી વારંવાર હટાવા છતાં પણ તે પાછી આવી ત્યાં જ બેસે છે.

વાંદરા ને ગુસ્સો આવ્યો તેને પંખો છોડી રાજાની તલવાર લીધી. પછી માખી જ્યારે રાજાની છાતી પર બેઠી ત્યારે પૂરા જોર થી તલવાર નો ઘા કર્યો. માખી તો ઊડી ગયી પણ રાજા ના પ્રાણ પંખેરૂ પણ ઊડી ગયા.

આમ “એક મૂર્ખ મિત્ર ની અપેક્ષા એ જ્ઞાની શત્રુને સારો માનવામાં આવે છે”

Leave a Comment