Gujarati Story For Kids: સરસ્વતી પૂજા

Gujarati Story For Kids: અહી અમે આપની સાથે સરસ્વતી પૂજા જે બાળકો માટે ગુજરાતી સ્ટોરી(Gujarati Story For Kids) છે તેને શેર કરીએ છીએ, અહી આપેલ ગુજરાતી સ્ટોરી ને આપ PDF સ્વરૂપ માં Download પણ કરી શકશો.

સરસ્વતી પૂજા

આ વાત વર્ષ: 1954 ની વસંત પંચમીનાં દિવસ ની છે. ખુબજ જાણીતા વૈજ્ઞાનિક ડો. મેઘનાદ સહા જે તે સમયે કોલકત્તા શહેર માં રહેતા હતા. કલકત્તા ની શાળા ના કેટલાક વિધ્યાર્થીઓ અને બાળકો ડો. મેઘનાદ સહા ના બંગલે આવ્યા અને આવનારી સરસ્વતી પૂજા માટે તેમની પાસે ફાળો માંગ્યો. આ જોઈ ડો. મેઘનાદ સહા એ એક સવાલ કર્યો: ” તમે બધા સરસ્વતી માતા ની પૂજા કેવી રીતે કરશો?”

આ સાંભળી કેટલાક યુવાનો અને બાળકો ને નવાઈ લાગી, કે આટલા ભણેલા-ગણેલા માણસ ને મોટા વૈજ્ઞાનિક થયા પરંતુ એ પણ નથી જાણતા કે સરસ્વતી માતા ની પૂજા કેવી રીતે કરાય???

“કેટલાક વિધ્યાર્થી ઑ તો વિચારવ પણ લાગ્યા કે આ બધા વૈજ્ઞાનિકો આ બધી પૂજા અને દેવી દેવતાઓ માં માનતા પણ નહીં હોય, ક્યારેય મંદિર માં દર્શન કર્યા હોય તો ખબર પડે ને કે ભગવાન ની પૂજા કેવી રીતે થાય!!!”

ડો. મેઘનાદ સહાની ગુજરાતી વાર્તા સરસ્વતી પૂજા
ડો. મેઘનાદ સહા

એક યુવાન આગળ આવી બોલ્ય: “ડોક્ટર સાહેબ, અમે જ્ઞાન ની દેવી માં સરસ્વતી ની એક મોટી મૂર્તિ લાવ્યા છીએ, એક બ્રાહ્મણ આવી ને વૈદિક મંત્રો થી યજમાન પાસે પૂજા વિધિ કરાવશે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ બધા પ્રસાદ લઈ ઘરે જઈશું, અને સાંજે માતાજીનાં ભજન કીર્તન નું પણ આયોજન કરવામાં આવ્યું છે”

આ જાણી ડો. મેઘનાદ સહા બોલ્યા: “ઓ…હો… તો આવી રીતે થાય એમ ને માં સરસ્વતી ની પૂજા મને પહેલી વાર ખબર પડી કે સરસ્વતી માતા ની પૂજા આમ થાય, થેન્ક યૂ”

ડો. મેઘનાદ સહા ના આ જવાબ સાંભળી કેટલાક યુવાનો આશ્ચર્યચકિત થયા, એટલે એમણે પણ ડો. મેઘનાદ સહા ને પુછ્યું કે “ડોક્ટર સાહેબ તમે કેવીરીતે પૂજા કરો છો?”

ડો. મેઘનાદ સહા હસતાં હસતાં બોલ્યા: ” મારા ઘર ના બીજા માળે ચાલો હું તમને બતાવું હું કેવી રીતે પૂજા કરું છું એ!!!”

યુવાનો અને બાળકો તેમની પાછળ પાછળ ચાલ્યા

ડો. મેઘનાદ સહા બધા ને તેમના અભ્યાસખંડ માં લઈ ગયા. યુવાનો અને બાળકો તે જોઈ ને આશ્ચર્ય માં પડી ગયા… કબાટ પુસ્તકો થી ભરેલા હતા.. ફ્રેંચ, જર્મન, અંગ્રેજી, સંસ્કૃત વગેરે ભાષાના હજારો પુસ્તકથી અભ્યાસ ખંડ ભરેલો હતો, જ્ઞાન-વિજ્ઞાન, ધર્મ અને ઇતિહાસ, સમાજ વિકાસ ની ગંભીર સમસ્યા નો ઉકેલ આપે તેવા અઢળક પુસ્તકો થી આખો ખંડ ભરેલો હતો, રૂમ ની બરોબર વચ્ચે ટીપોઇ પર માં સરસ્વતી નો એક ફોટો, પેન્સિલ અને થોડા કાગળો પડ્યા હતા.

ડો. મેઘનાદ સહા એ કહ્યું: “યુવાનો, જ્ઞાન પ્રાપ્તિ અને વિજ્ઞાન ક્ષેત્રમાં કઈક આવિષ્કાર કરવાની મારી ઇચ્છા એજ મારી સરસ્વતી પૂજા છે. અને એક દિવસ માટે નહીં પરંતુ હું દરરોજ આવીજ રીતે માતા સરસ્વતી ની પૂજા કરું છુ.”

ખરેખર ડો. મેઘનાદ સહા સરસ્વતીના સાચા પૂજક હોય તેવું ત્યારે લાગ્યું જ્યારે 16-2-1956 ના રોજ વસંતપંચમી(જ્ઞાનપંચમી) ના સીવસે તેમનો દેહ વિલય થયો.

આમ, યુવાનો ને પ્રેરણા મળી કે જીવન ઉપયોગી અને સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે જ્ઞાન ની પ્રાપ્તિ કરીને ખરા અર્થ માં માં સરસ્વતી ની વંદના કરી શકાય છે.

Download PDF

અહી આપવામાં આવેલી ગુજરાતી વાર્તા(Gujarati Story) “સરસ્વતી પૂજા” ને PDF સ્વરૂપ માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment