Moral Story For Kids: રેલી

અહી અમે બાળકો માટે સુંદર સંસ્કારો નું સિંચન કરે તેવી ગુજરાતી સ્ટોરી “રેલી” લઈને આવ્યા છીએ. અહી આપવામાં આવેલી ગુજરાતી વાર્તા બાળકો ને ખુબજ ઉપયોગી બને તેવી છે.

રેલી

આજે શહેરની તમામ શાળાઓ ના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂછયેલા અઘરા પ્રશ્નપત્ર વિશે જિલ્લા શિક્ષણાધિકારી સામે રજૂઆત કરવાનું વિચાર્યું છે. વિદ્યાર્થીઓએ ની માંગણી હતી કે પરીક્ષા અઘરી હતી આથી બીજી પરીક્ષા સહેલી રાખવી, આ પરિક્ષા માં ઘણા બધા નાપાસ થશે. “પેપર સહેલું કાઢો”, “પેપર ટૂંકું રાખો”, “બાળકો ને પાસ કરો” આવા સૂત્રોચાર સાથે શહેર ના માર્ગે રેલી નીકળી.

આ રેલી માં કેટલાક શિક્ષકો પણ જોડાયા અને તેઓ કહે છે કે વિદ્યાર્થીઓએ ની માંગણી વ્યાજબી છે. આ વખતનું પેપર બહુ અઘરું હતું, શિક્ષકો પણ કહેવા લાગ્યા કે અભ્યાસ ક્રમ ખુબજ અઘરો છે બાળકો ને કેવીરીતે સમજાય? કેટલાક શિક્ષકો એ જિલ્લા શિક્ષણાધિકારી સામે સૂત્રોચ્ચાર ચાલુ કર્યો, “અભ્યાસ ક્રમ સહેલો કરો”, “પરિક્ષાના નિયમ સહેલા કરો”, “પાસ કરવાનું ધોરણ નીચું લાવો”, “શિક્ષણ પ્રણાલી નું માળખું સરળ કરો”.

વિદ્યાર્થીઓની રેલી કચેરી સુધી પહોચી. કચેરી માં સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા. થોડી વાર પછી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ બહાર આવ્યા. વિદ્યાર્થીઓના આગેવાનો એ પોતાની લેખિત માં અરજી જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ ને આપી. થોડીવાર સાહેબે લેખિત અરજી ને વાંચ્યા પછી ટોળાં ને સંબોધવા એ માઇક મંગાવ્યું. માંગણી અંગે જિલ્લા શિક્ષણાધિકારી ના વિચારો સાંભળવા વિદ્યાર્થીઓએ અને શિક્ષકો આતુર હતા.

જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું: “વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો, આવતીકાલ નું ભારત કેવું હશે એ આપણાં સૌના હાથમાં છે. દેશનો વિકાસ અને પ્રગતિ આપણે સૌએ મળીને કરવાની છે. દેશનું ભાવિ વર્ગખંડ માં ઘડાય છે એ આપણે સૌ એ વાંચેલું હશે, આ વિદ્યાર્થીઓ આવતીકાલ ના નાગરિકો છે અને આ શિક્ષક મિત્રો આવતી કાલ ના નાગરિકો નું ઘડતર કરી રહ્યા છે. પરીક્ષા માં પૂછયેલા અઘરા પ્રશ્ન સામે તમે રેલી કાઢી આથી એ વાત સાબિત્ત થાય છે કે તમે જાગ્રત છો, અન્યાય સામે લડવાની હિમ્મત ધરાવો છો. તમે યુવાનો એકજુથ થયી સરકાર સામે લડી પણ શકો છો. તમારા બધાની એકતા અને હિમ્મત ને હું અભિનંદન આપું છુ. “

જિલ્લા શિક્ષણાધિકારીના આવા વક્તવ્ય થી બધા વિદ્યાર્થી અને શિક્ષકો ના ચહેરા પર ખુશી આવી ગયી. બધા એક સાથે તાળીઓ પાડવા લાગ્યા. જિલ્લા શિક્ષણાધિકારી આગળ કહ્યું: “મારી પાસે એક પણ વિદ્યાર્થીએ કે શિક્ષકે એવું ક્યારેય નથી કહ્યું કે આ અભ્યાસક્રમ સરળ છે તેને અઘરો બનાવવો જોઈએ, આ વિષય બહુ ટૂંક માં છે તેને ઊંડાણથી સમજાવવો જોઈએ, આ વખતની પરીક્ષા બહુ સરળ હતી તેને અઘરી બનાવવાની જરૂર હતી. એક પણ વિદ્યાર્થી એ એવું નથી કહ્યું કે ભારત ના ભાવિ ઘડવૈયા છીએ અમારે તૈયાર થવું છે. તમે વધુ ને વધુ પરીક્ષા લો અમારા જ્ઞાન ને ચકાસો. અમારી મહેનત ની કસોટી લો. અમે અઘરામાં અઘરી પરીક્ષા પાસ કરીને બતાવીશુ. અમારા માં અખૂટ શક્તિ નો ભંડાર છે, અમારી શક્તિ ની પરીક્ષા લો. છે એકપણ શિક્ષક કે વિદ્યાર્થી? “

બધાના માથા શરમ થી જુકી જાય છે. વાતાવરણ માં મૌન છવાઈ જાય છે. બધા નીચું મોઢું કરીને વાતો સાંભળતા રહે છે, જિલ્લા શિક્ષણાધિકારી આગળ કહે છે: ” જે અવસ્થામાં તમારે જીવન ના ઘડતર નો પાયો નાખવાનો હોય એવિ અવસ્થામાં સહેજ પણ તકલીફ પડે એટલે ફરિયાદો કરવાની, હડતાળો પાડવાની અને સરકાર ને મુશ્કેલીઓમાં મૂકવાની જેથી સરકાર પોતાની નીતિઓ ઢીલી બનાવે અને આવનારી પેઢી પણ આપની બેદરકારી ના કારણે ઢીલી નીતિ માં નબળી બને. જ્યારે પેપર અને અભ્યાસક્રમ સરળ અને ટૂંકા મળશે ત્યારે ભારત ને આવનારી પેઢી નબળી જ મળવાની. આવી પેઢી થી શું આપનો દેશ આ રાષ્ટ્ર વિકાસ ની હરીફાઈમાં ટકી શકવાનો!!! યુવાનો મહેનતુ હોવા જોઈએ, રમત ગમત ના મેદાન માં પણ કોઈ વિક્રમ સહેલાઈ થી નહીં સર્જાતા. પરીક્ષા ની નીતિઓ ઢીલી કરવાને બદલે તમારી શક્તિ ને વધારો જેથી દેશ ને યુવા શક્તિ પર ભરોસો અને ગર્વ થાય. તમારી માંગણી કેવા પ્રકાર ની છે તેનો વિચાર કર્યો છે? તમારી માંગણી દેશ ને ઊંચે લઈ જવાની છે કે નીચે તેનો વિચાર કર્યો છે? “

વિદ્યાર્થી અને શિક્ષક કોઈ જવાબ આપી શક્તા નથી. બધા ચૂપચાપ ઊભા છે. એક વિદ્યાર્થી આગળ આવે છે અને સાહેબ ના હાથ માં આપેલ લેખિત રજૂઆત નું કાગળ ફાડી નાખે છે. બધા યુવાનો તાળીઓ પાડે છે. જે જોમ અને જુસ્સા થી રેલી આવી હતી તેટલાજ જુસ્સા થી વિદ્યાર્થીઓ અઘરામાં અઘરી પરીક્ષા સામે લડી લેવાની તૈયારી ની માનસિકતા સાથે પાછા ફરે છે.

બોધ

જીવન માં ઘણી બધી તકલીફો અને મુંજવણો આવવાની, આવનારી તકલીફો સામે પૂરી હિમ્મત થી લડવું જોઈએ. નાશીપાસ થવાથી કે આપની અસફળતાનો દોષ બીજા કારણો પર ઢોળવાથી આપણને ક્યારેય ફાયદો થતો નથી.

અન્ય સંસ્કારનું સિંચન કરે તેવી વાર્તાઓ

ચોથો પાઠકાચનો ટુકડો
સરસ્વતી પૂજામૂર્ખ મિત્ર
સાધુ અને ઉંદર(પંચતંત્ર)રેલી

Leave a Comment