Gujarati Story For Kids: અહી અમે આપની સાથે કાચનો ટુકડો જે બાળકો માટે ગુજરાતી સ્ટોરી(Gujarati Story For Kids) છે તેને શેર કરીએ છીએ, અહી આપેલ ગુજરાતી સ્ટોરી ને આપ PDF સ્વરૂપ માં Download પણ કરી શકશો.
કાચનો ટુકડો
સ્કૂલ શરૂ થયે અઠવાડિયું થયું હશે. વેકેશન પછીના પ્રથમ રવિવાર નો આનંદ લઈને શાળાએ જવાનો દિવસ હતો. ભૂલે ચૂકે પણ મોડા ના પડાય તેવાં વિચાર થી હોંશે હોંશે વિદ્યાર્થીઓ સાઇકલ લઈ સ્કૂલ તરફ જતાં હતા. રસ્તા માં એમને લોકો ના ટોળાં જોયા, પોલિસ ની ગાડીઓ જોઈ, હડતાળ પડાવનારાઓ દુકાનો, કચેરીઓ, અને રસ્તા પર બૂમાબૂમ કરતાં હતાં, અને ક્યાંક તો તોડફોડ પણ ચાલુ હતી, એક ક્ષણ તો વિદ્યાર્થીઓ ને એમ થયું કે પાછા ઘરે જતાં રહીએ પણ આજે પ્રયોગ શાળા માં પ્રેક્ટિકલ હતું એટલે સ્કૂલ જવાનું જરૂરી સમજી વિદ્યાર્થીઓ એ સાઇકલ આગળ ચલાવી.
બધા વિદ્યાર્થીઓ સ્કૂલ પહોચતા જ ડઘાઈ ગયા હતાં. જીવનમાં પહેલીવાર આવું વાતાવરણ જોયું હતું. આચાર્ય સાહેબ બધા વિદ્યાર્થીઓ ને સમજાવતા હતાં, કે હડતાલમાં પત્થરમારો થાય છે એટલે ક્યાય કોઈ ને વાગી ના જાય તેનું ખાસ ધ્યાન રાખજો, અને સહેજ પણ ડર્યા વાદાર ધીરે ધીરે સાચવી ને ઘરે જતાં રહો. આ બધા વિદ્યાર્થીઓ ને ભણવાની ખુબજ હોંશ હતી પરંતુ હડતાળ ના તોફાન થી તેઓ ડરી ગયા હતાં. એટલે એક ખૂણામાં તેઓ ઊભા રહી ગયા હતાં. આચાર્ય આ વિદ્યાર્થીઓ પાસે ગયા એટલે એક વિદ્યાર્થી એ પુછ્યું: “સાહેબ, આજના પ્રેક્ટિકલ નું શું? આ હડતાલ પાડનારાઓ શું આજે અમને પ્રેક્ટિકલ શીખવા નહીં દે?”
આચાર્ય સાહેબે જવાબ આપ્યો: “જુઓ બાળકો, તમે સ્કૂલ શીખવા માટે આવો છો, આજે તમે મહત્વનો પાઠ શીખ્યા છો, આજે તમે વર્ગ માં પણ ગયા નથી પણ જીવતર નો મહત્વનો પાઠ શીખ્યા છો. દુનિયા મંગળ છે, શુભ છે, અને ઈશ્વર નું સર્જન છે, માણસ ના હૃદય માં શુભ ભાવના હોવી જોઈએ, એવું તમે અનેકવાર સંભાળ્યું હશે, પરંતુ આજે તમે જોયું કે માનવ ના હૃદય માં અશુભ ભાવનાઓ પણ છે, આવા જીવતર માં અનેક પ્રેક્ટિકલ સમજીને શું સારું અને શું ખરાબ તેવાં નિર્ણય પર આવીને તમારે બાળક માથી યુવાન અને યુવાન માથી પીઢ માણસ બનવાનું છે”
બીજા વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા: “સાહેબ, આ હડતાલ અને પત્થરમારા આમાં અમને કઈક થઈ જશે તો, આજે ખરેખર અમને પાછા જતાં પણ બીક લાગે છે. હજુ ટોળાઓ રસ્તા પર તોડફોડ કરે છે શું અમે સલામત રીતે પાછા જઇ શકીશું?”
આચાર્ય સાહેબે હિમ્મત આપતા સમજાવ્યું:”જુઓ તમારે સાચા અને સારા માણસ બનવું હોય તો ક્યારેય કોઈ પણ પરિસ્થિતી થી ડરશો નહીં, અને આવી પરિસ્થિતી ની યાદગીરી ને પણ મન માથી ભુલાવી દેવાનો પ્રયત્ન કરશો નહી. આવી હડતાલ પાછળ કોણ દોષિત છે તેનું તટસ્થ અવલોકન કરતાં શીખો, કોણ અન્યાય કરી રહ્યું છે અને કોણ સહન કરી રહ્યું છે તેના વિષે વિચારો, શુભ અને અશુભ ભાવના વાળી આ મિશ્રિત દુનિયામાં તમારે જીવવાનું છે. તમને પ્રગતિ ના પંથે લઈ જાનાર સજજનો પણ મળશે અને વિનાશ ના માર્ગે લઈ જનારા દુર્જન પણ મળશે. તમને મંગળ પ્રવચનો, પ્રેરક વાતો અને સારા સંસ્કારો મળશે અને વાહિયાત વાતો તથા ખરાબ સોબતો પણ મળશે. તમારા અંતર માં ડોકિયું કરો. તમારા આજના અનુભવ વિષે વિચારો. હિંસક પ્રવૃતિ ને સાથ આપવાથી તોફાન ભેગું તોફાન કરવાની ટેવ પડશે. આવા તોફાન માં પણ મન શાંત રાખવાથી સંયમી થવાય. તમે અઠવાડીયા થી સ્કૂલ આવતા હતાં ત્યારે તમારા ચેહરા પર એક સ્મિત હતું, આ સ્મિત એક ખીલેલા કમાલ જેવુ મનોહર હતું તેને પાછું લાવો. તમારો આજનો દિવસ નકામો ગયો નથી.”
આચાર્ય સાહેબ આવી રીતે હજી બાળકો ને સમજાવતા હતાં ત્યાંજ દૂર થી આવતા માણસોના ટોળાંનો ઘેરો આવાજ સંભળાવા લાગ્યો. બૂમો અને ચીસો કાને અથડાવા લાગી. વિદ્યાર્થીઓ થોડા ગભરાયા એજ સમયે એક પત્થર આવ્યો અને બારી નો કાચ અસંખ્ય નાના નાના ટૂંકડાઓ માં વહેચાઈ ગયો. આચાર્ય સાહેબે ટોળાં તરફ નજર કરી અને ટોળાં ને બાળકો તરફ નજર કરાવી. બાળકો જોઈ ટોળું શાંત થયું. અને વધુ નુકશાન કર્યા વગર જતું રહ્યું.
આચાર્ય સાહેબે દરેક વિધ્યાર્થી ને એક એક કાચ નો ટુકડો હાથ માં લેવા માટે જણાવ્યુ. આચાર્ય સાહેબે કહ્યું: “આજે તમે જીવન નો અગત્યનો પાઠ શીખ્યા છો. તેની યાદગીરી છે આ કાચનો ટુકડો. હિંસા સામે લાચારીનું પ્રતિક છે આ ટુકડો. આજે તમારી હૃદય ની બારીનો પણ કાચ તૂટ્યો છે. તમારી બાલિશતા નો કાચ તૂટ્યો છે અને તમે પરિપક્વ થયા છો. આ ટુકડો વિનાશ નું દર્શન કરાવે છે કે સર્જન નું એ નિર્ણય હવે તમારે કરવાનો છે. આજ સુધી તમે રંગીન કાચ ના ટુકડા જોયા હશે પરંતુ આ ટુકડા ને જોશો તો તેમાં અશુભ માનસિકતા નો કલર દેખાશે. જો આજે તમે જીવતર નો આ પાઠ યાદ રાખશો તો તમે ક્યારેય આવા ટોળાં માં નહીં હોય. જાઓ….. કાલે આવજો, મોહક સ્મિત સાથે પણ તમારા હાથે આવો બીજો કોઈ કાચનો ટુકડો થાય નહીં એ યાદ રાખજો, અને સતત યાદ રહે તે માટે આ કચ નો ટુકડો સાચવી ને રાખજો”
બાળકો એ ધીરે ધીર સ્કૂલ થી ઘરે પહોચી ગયા……
અમને આશા છે કે આપણે અહી આપેલી Gujarati Story For Kids: કાચનો ટુકડો પસંદ આવી હશે. આ સ્ટોરી વાંચ્યા પછી આપ પોતાનો અનુભવ નીચે કમેંટ કરી અવશ્ય જણાવો.
Download PDF
આ Kids Story ને PDF Download કરવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો. જો આપ અન્ય સ્ટોરી વાંચવા માંગતા હોય તો અહી ક્લિક કરો.
1 thought on “Gujarati Story For Kids: કાચનો ટુકડો”