અહી અમે આપની સાથે ગુજરાતી વાર્તા “ચોથો પાઠ” લેખિત સ્વરૂપ માં આપી છે. અહી આપવામાં આવેલ ગુજરાતી વાર્તા બાળકો માટે ખુબજ ઉપયોગી છે.

ચોથો પાઠ
રમેશ અને મહેશ એક જ ક્લાસ માં સાથે ભણતા હતા. બંને એક જ સોસાયટી માં સાથે રહેતા હોવાથી દરરોજ સાંજે બંને સાથે રીડિંગ કરતાં હતા. એક વાર બંને એક સાથે સમાજ વિદ્યા નું પેપર સોલ્વ કરતાં હતા. રમેશ ઝડપથી જવાબ લખતો હતો ત્યારે મહેશ અચાનક અટકી ગયો. રમેશે સામે જોયું તો મહેશે પુછ્યું: “ગાંધીજી વાળો સવાલ?” : ચોથો પાઠ.
આ બંને બાળકો ની વાતો રમેશ ના દાદાજી સાંભળી જાય છે. રમેશ ના દાદાજી વિચારે છે કે આ બાળકો માટે ગાંધીજી એટલે માત્ર પાઠ્યપુસ્તક નો ચોથો, ઇતિહાસ નું પાત્ર, ભૂતકાળની વિભૂતિ, પુરાણું સ્મારક, પરીક્ષા માં પૂછતો પ્રશ્ન, પાઠ્યપુસ્તક નું પાનું. આવિદ્યાર્થીઓ માટે ગાંધીજી એટલે કોઈ જીવંત વ્યક્તિ નહીં, ગાંધીજી એટલે આપની ભૂમિ માં જન્મ લીધેલ એક મહામાનવ નહીં, ઇતિહાસ એટલે બસ નિબંધ નો વિષય આની પરીક્ષા નો સવાલ. ગાંધીજી એટલે ચોથો પાઠ, વાંચી લો, ગોખી નાખો, જવાબ લખો, અને પૂરા માર્ક્સ મળે એટલે બધુ પૂરું.
દાદાજી ને થયું કે આ બાળકો ને સમજાવવું પડશે એટલે તેઓ આ બાળકો પાસે આવી ને કહ્યું, “ગાંધીજી એટલે આપણાં રાષ્ટ્રપિતા. તમારી ઉમર ના બાળકો ના માતા પિતા ગાંધીવાદી હોય કે ના હોય પરંતુ અમે ગાંધીજી ને જોયા છે પરંતુ અમે ગાંધીજી ના જમાનમાં જીવતા હતા. ગાંધીજી ની વાતો એમને છાપાઓ વાંચી હતી અને રેડિયો માં સાંભળી હતી. એમના માટે ગાંધીજી આજે પણ વર્તમાન ની વિભૂતિ છે, ભૂતકાળ ની નહીં. એમના મૃત્યુ ના સમાચાર આવ્યા ત્યારે અમે કોઈ આત્મીય સ્વજન ને ગુમાવ્યા હોય તેવી ખોટ અનુભવતા હતા. તમારા માટે ગાંધીજી એક પાઠ છે કારણ કે તમે ગાંધીજીની વાતો માત્ર સાંભળેલી છે જોઈ કે અનુભવેલી નથી. ગાંધીજી નો પાઠ ભણાવવાનું કે દર વર્ષે ગાંધી જયંતિ ઉજવવાનું મુખ્ય કારણ એ કે તમારા જેવા છોકરાઓ ને ગાંધીજી નું સ્મરણ રહે ”
દાદાજી એક નિવૃત પ્રોફેશર હતા. બાળકો ને સમજાવી તેઓ પોતાના રૂમ માં આવી ગયા. ચા પીધી અને પછી પોતાના વિચારે ચડી ગયા. આ બાળકો માટે અત્યાર ની જીવતી વિભૂતિ કોણ? આ બાળકો ને સમકાલીન જેમના નામો અને કાર્યો ગમે છે એવા આદર્શ કોણ? એક પેઢી નો અનુભવ બીજી પેઢી ને લાગતો નથી. એક પેઢી માટે જે પ્રત્યક્ષ અનુભવ હોય છે તે આવનારી પેઢી માટે ઇતિહાસનો પાઠ બને છે આટલું જ અંતર હોય છે બે પેઢી વચ્ચે.
દાદાજી ફરીથી બાળકો ના રૂમ માં આવ્યા…
“બાળકો, તમે ઇતિહાસ નો પાઠ માત્ર યાદ રાખવા માટે ના વાંચશો પરંતુ તેને સમજવાનો પ્રયત્ન કરો અને પોતાના જીવન માં પણ તે પ્રમાણે બદલાવ લાવવાનો પ્રયત્ન કરો. તમે તમારા જીવન માં આદર્શ વ્યક્તિ વિષે વાંચતાં હશો કે ટીવી સમાચાર માં જોતાં હશો. મારી એવિ સલાહ છે કે તમે તમારા આદર્શ વ્યક્તિ ના સારા ગુણો ને પોતાના જીવન માં લાવવાનો પ્રયત્ન કરો.”
“માત્ર પાઠ્યપુસ્તક ના જ્ઞાન કરતાં વર્તમાન દુનિયા નું પણ જ્ઞાન હોવું આવશ્યક છે. ભૂતકાળ નું જ્ઞાન અને વર્તમાન ની જાણકારી હોવી ખુબજ જરૂરી છે. તમારે બંને તરફની જાણકારી રાખવી ખુબજ જરૂરી છે.”
આ બધુ દાદાજી પાસે થી સાંભળ્યા પછી રમેશ અને મહેશ ને સમજણ પડી ગયી કે ગાંધીજી એ માત્ર ચોથો પાઠ નથી, તેમની માત્ર વાતો કરવાથી કે પરીક્ષા ને ધ્યાન માં રાખી યાદ રાખવાથી કશું નહીં થાય પરંતુ તેમના જીવન ના આદર્શો જેવા કે નિષ્ઠા, પુરુષાર્થ, સત્ય, અહિંસા ને જીવન માં ઉતારવા પડશે.
આમ દાદાજી દ્વારા આપવામાં આવેલું જ્ઞાન રમેશ અને મહેશે પોતાના જીવન માં ઉતાર્યું.
(Moral of the story)
પાઠ્યપુસ્તક ના પાઠ એ માત્ર પરીક્ષા માં સારા માર્ક માટે ઉપયોગી નથી પરંતુ તે એક ઉત્તમ સમાજ અને ઉત્તમ વ્યક્તિત્વ ના નિર્માણ માટે હોય છે. તેમાં આપેલી શીખ ને જીવન માં ઉતારવી જોઈએ અને તે પ્રમાણે જીવન જીવવું જોઈએ.
અન્ય Kids Story in Gujarati વાંચવા માટે અહી ક્લિક કરો.
1 thought on “Kids Story: ચોથો પાઠ”