Gujarati Kahevat: ગુજરાતી કહેવત વડે થોડા શબ્દ માં ઘણું બધુ કહી શકાય છે. આથી અમે અહી આપને 150+ Gujarati Kahevat આપીએ છીએ. “કહેવત એટલે Proverb” અહી અમે આપેલી તમામ કહેવત એ ગુજરાતી ભાષા ની પ્રસિદ્ધ અને વાર-નવાર લોકો ના મુખે સાંભળવા મળતી કહેવત છે.
અહી અમે જુદા જુદા વિષય પર કહેવત આપી છે જેવાકે માતા પર કહેવત(Gujarati Kahevat on Mother), અક્કલ પર કહેવત, Puzzel પર કહેવત. Gujarati kahevat on Luck, Gujarati Kahevat on Hard Work, Gujarati Kahevat on Poor, Gujarati Kahevat on Mistake આ બધી કહેવત આપને ગુજરાતી ભાષા ની વિવિધતા નો ખ્યાલ ખ્યાલ કરાવશે.
200+ Gujarati Kahevat
આંધળામાં કાણો રાજા
Gujarati Kahevat
ઘેર ઘેર માટીનાં ચૂલા : બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે
ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તૈલી.: અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગગું અને તૈલપ થી ચડિયાતા હતા.
લાતો ના ભૂત વાતોથી ન માને.: જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં તેના માટે આ કહેવત પ્રયોજાય છે.
રાત થોડી ને વેશ ઝાઝા. : ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.
ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો.: એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.
Gujarati Kahevat
વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.
લાલો લાભ વિના ન લૂટે. : મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.
ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.
ખાતર ઉપર દિવેલ. : નુકશાન મા વધુ નુકશાન, ખર્ચ મા વધુ ખર્ચ, “લાખ ભેગા સવા લાખ”
સંગ તેવો રંગ. :
Gujarati Kahevat
લખીયલ છઠ્ઠી ન લેખ. : બાળક ન જન્મ પછી છટ્ઠા દિવસે વિધાતા એના ભાવિના લેખ છે એવિ એક માન્યતા છે. એ છટ્ઠી ન લેખ મિથ્યા થતાં નથી એવિ પણ એક માન્યતા છે.
ગુજરાતી કહેવત અર્થ સાથે
(Gujarati Kahevat with Meaning)
વાવો તેવું લણો.: જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.
છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય: છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા.
પાકે ઘડે કાંઠા ન ચડે: યોગ્ય સમયે જે કરવાનું હોય તે ના કરતાં પછીના સમયે કરવામાં આવે તો પ્રયત્ન વ્યર્થ નીવડે.
જીભ ને હાડકું ન હોય. : જીભ ગમે તે બાજુ વળી જાય અને ન બોલવાનું બોલી નાખે.
આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય: સ્વર્ગે જવું હોય તો વ્યક્તિએ પોતે મરવું પડે. સુખ સંપતિ માટે વ્યક્તિ એ પોતે પરિશ્રમ કરવો પડે.
આંખ પાપણ ને જોતી નથી. : જે પાસે છે એની નોંધ લેવામાં આવતી નથી. જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે.
માતા પર ગુજરાતી કહેવત
Gujarati kahevat on Mother
અહી મે માતા પર કેટલીક મહત્વપૂર્ણ ગુજરાતી કહેવત આપી છે જે જુદા જુદા સ્થાને જેમ કે નિબંધ કે પ્રવચનો માં બોલવા માટે ખુબજ ઉપયોગી બની રહેશે.
પારકી મા જ કાન વિંધે.: લોહી કે લાગણી નો સંબંધ ન હોય તે જ વ્યક્તિ બાળક ના ઉછેર નું કામ યોગ્ય રીતે કરી શકે છે.
માં તે માં બીજા વગડાનાં વા
ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો
Random Gujarati Kehavat List
બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.
ચોર કોટવાલ ને દંડે. : દોષ પોતાનો હોય છતા સામી વ્યક્તિને દોષિત કે ગુનેગાર ઠેરવે.
સંપ ત્યાં જંપ.
Gujarati Kahevat
ના બોલવામાં નવ ગુણ.
પહેલુ સુખ તે જાતે નર્યા. : શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે. :
અણી ચૂક્યો સો વર્ષ જીવે.
છીંડે ચડ્યો તે ચોર. : ગુનો ગમે તેને કર્યો હોય પરંતુ હાથ મા આવ્યો તે ગુનેગાર
ઈદ પછી રોજા.
આપ સમાન બલ નહીં, મેધ સમાન જલ નહીં. : આપ બલ થી જે કામ સારી રીતે સિદ્ધ થાય છે જે બીજા પર આધાર રાખવા થી થતું નથી.
ઘરકી મૂર્ઘી દાલ બરાબર.
જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે.: માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.
મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.
ડુંગરાં રૂઠયા ત્યાં શરણું કોનું શોધે. : ડુંગર ઉજ્જડ થઈ જાય તો પશુ, પક્ષીઓ, માનવો બધાને હાનિ પહોચે આમ ડુંગર રુથે તો બધા ને હાનિ થાય.
ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.
ઝાઝી કીડીઓ સાંપ ને તાણે. : સંપ અને સહકારથી અઘરું કામ પણ સરળ થઈ શકે છે.
હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.
આભ ફાટયા પછી થીગડાં ક્યાં છે? : ચારે તરફ થી તકલીફો આવતી હોય ત્યારે તેને નિવારવાના પ્રયત્ન વ્યર્થ જ જાય.
પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.
પિયરમા પડેલી છોકરી અને ડુંગરે ચડેલો ભીલ કદીય કોને ન બદે. : પિયર મા છોકરી બધી સ્વતંત્રતા અનુભવે તેજ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી રમતવાત છે, તે ડુંગર પર ચઢે તો સંપૂર્ણ આઝાદ હોય તેમ વર્તે.
લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.
વખાણેલી ખીચડી દાઢે વળગી.
દરદ કરતાં દવા અનિષ્ટ: રોગ કે તેની પીડા કરતાં તેનું ઔષધ કે ઉપચાર વધારે પીડાદાયક હોય ત્યારે
આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.
મા તે મા, બીજા વગડાનાં વા. : માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.
કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.: અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.
સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.
ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
લખાણું એ વંચાણુ. : એક વાર લખી ને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે એજ સાચો વ્યવહાર છે.
રામ રાખે તેને કોણ ચાખે.
પાણી પહેલા પાળ બાંધવી. : વિધ્ન મુશ્કેલી આવતા પહેલા આગમચેતી વાપરી તેનો ઉપાય કરવો.
શેઠની શીખામણ જાંપા સુધી.: કોઈ આપેલી શિખામણ હમેશા કામે લાગતી નથી. પોતાની સમજ, વિવેક અને બુદ્ધિ નો ઉપયોગ કરવો પડે.
જીવતો નર ભદ્રા પામે: જીવતા રહ્યા તો ભવિષ્યમાં તક આવી જ મળવાની.
ટીંપે ટીંપે સરોવર ભરાય.
અધૂરો ઘડો છલકાય ઘણો.
પાશેરા મા પહેલી પૂણી. : હજી શરૂઆત જ હોવી અને પહેલી મુશ્કેલી આવવી.
રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.
ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.
સંગર્યો સાપ પણ કામનો.
મોરનાં ઈંડા ચીતરવા ન પડે. : માં બાપ ના લક્ષણ સંતાન મા કુદરતી રીતે જ ઉતરી આવે છે.
દુકાળમાં અધિક માસ. : મુશ્કેલી મા ઉમેરો થવો
એક દુખ હતુંત્યાં બીજા દુખ માં વધારો થયો.
માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.
રાજા ને ગમે તે રાણી.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય.: જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.
બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના.
ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.
બાંધે એની તલવાર. : તલવાર નો ઉપયોગ કરવાની હિમ્મત, તાકાત, આવડત, ધારવાનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવાને હકદાર છે. મહત્વ શકિત કે આવડતનું છે, જાતિ કે મોભાનું નહીં.
આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.
ભેંસ આગળ ભાગવત. : અબુધ કે અજ્ઞાની પાસે જ્ઞાન ની વાત
બોલે તેના બોર વહેચાય.: બોલીએ અને કહીયે તો જ કામ થાય. “માંગ્યા વિના મા પણ ન પીરસે”
ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.
બકરું કઢતા ઉંટ પેઠું.
સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય
લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.
ખાલી ચણો વાગે ઘણો.
જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.
દૂરથી ડુંગર રળિયામણાં. : વસ્તુ કી વ્યક્તિ દૂરથી જ સારી લાગે, નિકટ થી કદાચ વિપરીત અનુભવ થાય.
શેરને માથે સવાશેર.
હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.
પાડાનાં વાંકે પખાલીને ડામ. : ગુનો કે દોષ કોઈ નો અને સજા કોઈ બીજાને
ઊંટના અઢાર વાંકા.
Gujarati Kahevat
કીડીને કણ ને હાથીને મણ.
નાચ ન જાને આંગન ટેઢા.
ચેતતા નર સદા સુખી.
વાડ થઈને ચીભડાં ગળે.
સાપ ગયા અને લીસોટા રહી ગયા.
કાશીમાં પણ કાગડા તો કાળા જ.
પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.
કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.
ધીરજનાં ફળ મીઠાં.
Gujarati Kahevat
સો સોનાર કી એક લૂહાર કી.
કાગનું બેસવુ અને ડાળનું પડવું.
ગાંડાના ગામ ન હોય.
બાવાનાં બેવુ બગડે.
શેતાનું નામ લીધુ શેતાન હાજર.
દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.
બાંધી મુઠી લાખની.: વાત ગુપ્ત રહે ત્યાં સુધીજ ઇજ્જત આબરૂ સચવાઈ રહે.
નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.
હિમ્મતે મર્દા તો મદદે ખુદા.
છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.
ધરમની ગાયનાં દાંત ન જોવાય.
સીધુ જાય અને યજમાન રીસાય.
બેઠા થી બજાર ભલી. : ઘરમાં બેસી રહેવા કરતાં કઈક પ્રવૃતિ કરવી સારી.
હસે તેનું ઘર વસે.
ના મામા કરતાં કાણો મામો સારો.
Gujarati Kahevat
પડ્યો પોદળો ધૂળ લે. : કોઈ વ્યક્તિ કાઇ પણ કર્યા વિના એક જ સ્થાને પડી રહીને પણ કાઇ ને કાઇ પ્રાપ્ત કરતી રહે છે.
મન હોય તો માંડવે જવાય.
બાર વર્ષે બાવો બાલ્યો.
પારકી આશા સદાનિરાશ. : કોઈ પણ કામ માટે બીજા પર આશા રાખીને બેસી રહવું કે એ આપનું કામ કરી આપશે, તો એ મોટે ભાગે આપણી આશા ઠગારી નીવડે છે. ટૂંક મા પારકા ઉપર આધાર રાખનાર ને અંતે સહન કરવું જ પડે છે.
ભાવતુ હતુ ને વૈદે કીધુ. : મનમાં ઈચ્છા હોય તેવું મળી જાય એવા પ્રસંગ પર આ કહેવત વપરાય છે.
નામ મોટા દર્શન ખોટા.
Gujarati Kahevat
ગા વાળે તે અરજણ.: અર્જુને વિરાટનગરી ની ગાયો ને પાછી વાળવામાં જે વીરતા પૂર્વક નું સાહસ બતાવ્યુ હતું તેવું વીરતાપૂર્વક નું કારી કરનાર અર્જુન જેવી નામના મેળવી શકે. મહત્વ વ્યક્તિ નું નહીં પરંતુ કાર્ય નું છે.
ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.
ખાડો ખોદે તે પડે.: જે પણ ખારબ કર્મ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે. તેવા અર્થ માં આ કહેવત કહેવામાં આવે છે.
નમે તે સૌને ગમ.: આ કહેવત માં નમનાર વ્યક્તિ સૌને પ્રિય હોય છે. તેવો ભાવાર્થ કહેવામા આવ્યો છે.
બુદ્ધિ પર કહેવત
(Brain Kahevat in Gujarati)
બુદ્ધિ જેવા વિષય પર ગુજરાતી ભાષા મે ખુબજ કહેવતો છે. અહી અમે તેમાથી થોડીક કહેવતો ને ઉદાહરણ પૂરતી અહી આપીએ છીએ. જો આપણે અમારી બુદ્ધિ પરની અન્ય કહેવતો વાંચવી હોય તો અહી આપેલી લિન્ક પર ક્લિક કરો
આપ બુદ્ધિ એ જયજયકાર, પારકી મતે પ્રલયકાર
Gujarati Kahevat
સાંભળીએ સૌનું, પણ કરીયે ધાર્યું મનનું,
ઘી ખાના સાકરસે, દુનિયા ચલાના મકરસે,
Gujarati Kahevat
ખેતર ખેડો હળ થી, મગજ ખેડો કળ થી.
કહેનારો કહી છૂટે, ને વહેનારો વહી છૂટે
પૂછીએ સૌને પણ કરીએ પોતાને ફાવતું.
અક્કલ કોઈના બાપાની?
અક્કલનો ઓથમીર, મંગાવી ભાજી ને લઈ આવ્યો કોથમીર.
અક્કલ વેચાતી મળે તો કોઈ ધનવાન રહે નહીં.
માંગી અક્કલ કામ આવે નહીં.
અક્કલ વગર જાંબુ ખાવા.
દીધી મત ને માંગી તોણ કેટલા દિવસ કામ આવે.
Gujarati Kahevat
બુદ્ધિ નો બારદાન
શ્રાપ બદદુઆ પર કહેવત( Gujarati kahevat on curse)
બિલાડી ને કહ્યે છીંકું તૂટતું નથી, અને રાંડીરાંડ ના શ્રાપ લાગતાં નથી.
Gujarati Kahevat
કાણિયા ના નિસસાથી વરસાદ અટકતો નથી
ચમાર ના શાપ થી ઢોર મરતા નથી
કાગને કહ્યે ડોબા મરતા નથી.
સતી શાપ દે નહીં અને શંખણી ના શાપ લાગે નહીં.
Gujarati Kahevat
પોતાની ભૂલ પરની ગુજરાતી કહેવત
(Gujarati Kahevat on Own Mistake)
ઘણી વખત પોતાના દ્વારા કરેલી ભૂલો પર પસ્તાવાનો વારો આવે છે. ત્યારે ગુજરાતી ભાષા ને ઘણી કહેવતો આ પસ્તાવાનો અર્થ સાર્થ કરે તેવી છે. અહી અમે તેમાંય થોડી ઉદાહરણ રૂપી ગુજરાતી કહેવત(Gujarati Kahevat on Own Mistake) આપી છે. બધુ માટે જલ્દી તમને એક પૂર્ણ લેખ આપવામાં આવશે.
હાથે કરીને હોળીએ રમ્યા.
પેટ ચોળી શૂળ પેદા કર્યું.
હાથે કર્યા હૈયે વાગ્યા.
Gujarati Kahevat
ઢીંચણ મારી આંખ ફોડવી.
દીવો લઈને કૂવામાં પડવું.
ઉઠ પહાણા પગ પર પડ. : સામેથી મુશ્કેલી નહોતરવી.
દેખાતે ડોળે છેતરાવવું
આવ બલા પકડ ગલા
વાડમાં હાથ નાખીએ તો કાંટા વાગેજ
Gujarati Kahevat
દેખતે ડોળે આંખમાં આંગળી ઘાલવા દેવી.
પોતાના પગ પર કૂવાડો મારવો.
હાથે કરી પેટમાં પાળી મારવી
કોણે કહ્યું બેટા બાવાળીએ ચડજે?
Gujarati Kahevat
બળતામાં હાથ ઘાલવો
કંથરમાં હાથ ઘાલી વિમાસવું
કાજીજી ભેંસ નહીં બડી બલા લાયા
એક માથી બીજા દુઃખ માં પડવું પર કહેવત
સામાન્ય જીવન માં ઘણી વખત આપણે એવિ પરિસ્થિતી નો સામનો કરતાં હોઈએ છીએ જ્યાં આપણે એક દુઃખ માથી નીકળીએ ત્યાં બીજા દુખમાં પડીએ છીએ. ગુજરાતી ભાષા માં આવા વિષય પર પણ અઢળક કહેવત આપવામાં આવેલી છે. અહી અમે તેમાની કેટલીક કહેવતો(Gujarati kahevat on falling into misery from one to another ) આપવામાં આવેલી છે,
ઘરના ઉઠ્યા વનમાં ગયા, વનમાં લાગી લાય
ઊલેથી ચૂલે પડ્યાં, કર્મ પ્રમાણે થાય
એક મુસીબત માથી છૂટવા બીજા સ્થાને ગયા ત્યાં બીજી મુસીબત નો સામનો કરવો
ઉલમાથી નીકળી ચૂલ માં પડ્યા
અલા ગઈ તો બલા આવી
ઘરમાં ખાધો રાંડે, ને બહાર ખાધો ભૂતે
કફનફાડુ ગયો અને મેખમારુ આવ્યો
ભૂત મારે ત્યાં પલિત જાગે
Gujarati Kahevat
સુખને માટે સાસરે ગઈ ત્યાં દુઃખના ઉગ્યા ઝાડ
નવ સાંધે ત્યાં તેર તૂટે
કાળી કૂતરીને કાને કીડા, એક ગઈ ને બીજી પીડા
Gujarati Kahevat
અવાડા માથી નીકળી કૂવામાં પડવું
શયતાનસે કિતનાહી દૂર ભાગે, મગર કમબખ્ત આગે કા આગે
મહેનત પર ગુજરાતી કહેવત
(Gujarati Kahevat on Hard work)
સફળતા એ મહેનત પર આધારિત હોય છે. જીવન માં મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી. ગુજરાતી ભાષા મે મહેનત પર ઘણી કહેવત(Gujarati Kahevat on Hard work) છે જે લોક બોલી માં પણ ઘણી પ્રચલિત છે. અહી કેટલીક પ્રચલિત કહેવત ના ઉદાહરણ આપવામાં આવેલ છે.
ઉધ્યોગ સારા નસીબ નું મૂળ છે.
ધંધો કર્યે ધાન્ય મળે.
હલાવ્યા વગર ધાન પણ દાજે
હાપગ હલાવીએ ત્યારે રોટલા મળે
Gujarati Kahevat
ફરે તે ચરે, ને બાંધ્યું ભૂખે મરે
ચાકરી કરતાં ભાખરી મળે
હાથ હલાવ્યા વગર કોળિયો પણ મ્હોમાં પેસે નહીં.
કરે સેવા તો મળે મીઠા મેવા.
જ્યારે વળે પરસેવો ત્યારે મળે મેવો
Gujarati Kahevat
ઉદ્ધમથી દરિદ્રતા ઘટે
પ્રયત્ને પ્રભુ સહાય
પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા.
તરણે તરણે સુધરી, આદરજોજ ઘરા
કર ચાલે આળસ કરે, મોટી ખોડ નરાં
ભાગ્ય પર ગુજરાતી કહેવત
(Gujarati Kahevat on Luck)
અહી આ વિભાગ માં ભાગ્ય પર ગુજરાતી કહેવત આપવામાં આવેલી છે. ક્યારેક ખુબજ મહેનત કર્યા બાદ પણ સફળતા નથી મળતી ત્યારે ભાગ્ય યાદ આવે છે. આથી અહી અમે ભાગ્ય પર કહેવત(Gujarati Kahevat on Luck) ના ઉદાહરણ આપવામાં આવ્યા છે.
કર્મ વિના ખેડ કરે, તો દુકાળ પડે કાં બળદ મરે
કર્મ કાળો પહાણ, ભૂકરવો ભાંગે નહી,
Gujarati Kahevat
નસીબ બે ડગલાં આગળ ને આગળ.
હું જાઉં રેલમાં, તો નસીબ જાય તારમાં
નસીબના બળિયા, રાંધી ખિચડી ને થઈ ગયા ઠળિયા
કરવા ગયા કંસાર ને થઈ ગયી થૂલી
કર્મ કહે છે કોઠીમાં પેસ અને મન કહે છે માળીએ ચ્હડુ
આશાના કર્મમાં આડું, ને જ્યાં જ્યાં જાય ત્યાં ખાતરનું ગાડું
Gujarati Kahevat
કર્મ માં લખ્યું દિવેલ તે ઘી ક્યાથી ખાઉ?
કર્મમાં લખ્યા કોઠાં, તો કોના જોવા ઓઠાં?
કર્મ કઠણ ને કાયા સુંવાળી
કોડિયા જેટલું કપાળ ને વચ્ચે ભમરો.
કર્મ આવ્યું કાંડે ને ઘરમાં ડોસો ભાંડે
Gujarati Kahevat
કર્મના કસ્યા, જાણ જોડી ત્યાં કુતરા ભસ્યા
નસીબ કી ખોટી, જહાં જાવે વહા પ્યાજ ઔર રોટી
અભાગણી ને ભાણું આવે ત્યારે વરને વાસી વળે
ગરીબ પર ગુજરાતી કહેવત
(Gujarati Kahevat on Poor man)
ઘણા લોકો પોતાની ગરીબી ના બહુ રોદણા રોતા જોવા મળે છે આથી અહી અમે ગરીબી પર કેટલીક કહેવત(Gujarati Kahevat on Poor man) આપી છે જે ગુજરાતી ભાષા ની પ્રચલિત કહેવતો માની છે
અકર્મીનો પડિયો કાણો
ગરીબની બાઈ સૌની ભાભી
દુકાળ માં અધિક માસ
દાજયા ઉપર દામ અને પડ્યા પર પાટુ
Gujarati Kahevat
દુઃખતી આંખે ઝોકો વાગે
દુબળા ઢોર ને બગાઈ ઘણી
નબળી વાદે છીંડા ઘણા
નીચી બોરડી સૌ ખંખેરે
ગરીબને ઘેર ગોદો ને પૈસાદાર સોદો
મારતા ને સૌ મારે
દંડ ઉપર ડામ
ઘા પર લૂણું છાંટવું
દુબળા ને દુખ દેવા સૌ તૈયાર
અમને આશા છે કે આપણે અમારા દ્વારા આપવામાં આવેલ ગુજરાતી કહેવત (Gujarati Kahevat) પસંદ આવી હશે. જો આપણે હજુ પણ આવી અવનવી ગુજરાતી ભાષા ની કહેવત ને વાંચવી હોય તો આ લેખ ને વધુ ને વધુ લોકો સાથે શેર કરો ધન્યવાદ.
11 thoughts on “Gujarati Kahevat | 200+ ગુજરાતી કહેવત ભાગ-1”