Gujarati Jokes: મને રૂમાલ આપ તો….

(સ્નાન કર્યા પછી પતિએ બાથરૂમમાંથી બૂમ પાડી)

પતિ: મને રૂમાલ આપ તો….

પત્ની (ગુસ્સાથી): તમે હંમેશાં રૂમાલ વિના જ કેમ જાવ છો? હવે હું નાસ્તો બનાવું કે રૂમાલ આપું?

“ગઈ કાલે તમે ગંજીને ધોઈને તેને નળ પર લટકાવી હતી તે પણ મે ઉપાડી, તમે નહા્યા પછી બાથરૂમ ને પણ સાફ નથી કરતાં, કાલે પણ લાઈટ બંધ નહોતી કરી. ભીના, ભીના પગથી બહાર આવો, પછી આખા ઘરમાં ફરો છો, તેના પગલાં આખા ઘરમાં પડે છે અને આખું ઘર ગંદું થઈ જાય છે, ગઈ કાલે કામવાળી બાથરૂમ સાફ કરવા ગયી હતી અને લપસી પડી 3 દિવસ એ નહીં આવે મારે કેટલું કરવૌ પછી!!!!!😈😈”

પતિ (મનમાં): રૂમાલ માગીને ભૂલ કરી કે લગ્ન કરીને.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment