કોરોના કાળ માં ગુજરાત ની સ્થિતિ ભયંકર, અમદાવાદ માં મૃત્યુ રેશિયો સૌથી ઊંચો

દિવસે ને દિવસે કોરોના નો ગ્રાસ વધતો જાય છે એવામાં સરકાર દ્વારા પ્રસિદ્ધ કરેલા આંકડાથી ગુજરાત ની ભયાવહ સ્થિતિ નો ચિત્તાર મેળવી શકાય છે.

હાઇલાઇટ

  • કોરોના ના કારણે ગુજરાત નું મેડિકલ તંત્ર ખોરવાયું
  • દિવસે ને દિવસે કોરોના કેસ માં સતત વધારો
  • અમદાવાદ ની સ્થિતિ ભારત માં સૌથી ભયાનક

હાલ માં ગુજરાત સાથે સમગ્ર ભારત માં કોરોનાની બીજી લહેર કોરોના ની ચપેટ માં આવી ગયું છે, ત્યારે ભારત સરકાર દ્વાર હાલ માં નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતે એક દિવસ માં સૌથી વધુ કેસ આવવાનો નવો વિક્રમ સર્જ્યો છે. છેલ્લા ચોવીસ કલાક માં ભારત માં 3 લાખ થી પણ વધારે કેસ નવા આવ્યા છે જ્યારે 2000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોના ની પહેલી અને બીજી વેવ માં એક દિવસ માં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે જે એક દિવસ માં ત્રણ લાખ થી વધુ કેસ આવ્યા છે.

ગુજરાત માં હાલની સ્થિતિ એ

ગુજરાત ની હાલ ની સ્થિતિ એ જો આંકડા ની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ 32 હજાર થી વધારે છે, ત્યાર બાદ સુરત માં 16 હજાર થી વધારે, વડોદરા માં સદા પાંચ હજાર થી વધારે, રાજકોટ માં 5 હજાર થી વધારે, મહેસાણા માં 3 હજાર ની આસપાસ એક્ટિવ કેસો છે.

અહી એ નોધવું રહ્યું કે જ્યારે સમગ્ર ગુજરાત માં દરરોજ 8 હજારથી પણ વધારે કેસો નવા આવી રહ્યા છે. જ્યારે અત્યાર સુધી સાડા પાંચ હજાર થી પણ વધારે લોકો મૃત્યુ ને ભેટ્યા છે.

અમદાવાદનો કોરોના ડેથ રેટ આખા ભારતમાં સૌથી વધારે

કેસ ફેટાલિટી રેશિયો ભારત માં સાથી વધારે અમદાવાદ શહેર માં જોવા મળી રહ્યો છે જે દેશ ના અન્ય શહેર દિલ્લી કે મુંબઈ થી પણ પણ ભયાનક સ્થિતિ દર્શાવે છે. એશિયા ની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલ એસવીપી એ કોરોના સામે પાંગલી દેખાતી હોય તેવું લાગી રહ્યું છે.

અત્યાર સુધી કોરોના માં ખાલી અમદાવાદ માં 2667 લોકો ના મૃત્યુ થયા છે જ્યારે કેસ ફેટાલિટી રેશિયો ની વાત કરવામાં આવે તો તે અમદાવાદ નો 2.4 % છે જે ભારત માં સૌથી વધારે છે. બીજા નંબર પર મુબાઈ સ્થિત છે જેનો કેસ ફેટાલિટી રેશિયો 2.1 છે.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment