ગુજરાત ના નવા મુખ્યમંત્રી: ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલ ની નિમણૂક કરી છે, ગઈ કાલે વિજય રૂપાની દ્વારા આપવામાં આવેલ રાજીનામાં બાદ કોને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચા એ જોર પકડ્યું હતું.
મુખ્ય સમાચાર
- નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ ની નુમણૂક
- ગઈ કાળ થી ચર્ચામાં રહેલા નિતિન પટેલ, સી આર પાટિલ અને મનસુખ માંડવિયા જેવા કદાવર નેતા ના પત્તા કપાયા.
- ભુપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલ જુથ ના માનવામાં આવે છે.
કોણ છે ભુપેન્દ્ર પટેલ?
ભુપેન્દ્ર પટેલ 41-ઘાટલોડીયા વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના ધારા સભ્ય છે. તેઓ આ પહેલા અમદાવાદ મહાનગરપાલિકા માં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અને ત્યારબાદ ઔડા ના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ ને આનંદીબેન ના જુથના હોવાથી આનંદીબેન બાદ ઘાટલોડીયા વિધાનસભા ની સીટ તેમણે મળી હતી.
કોણ-કોણ હતું હરીફાઈ માં?
11 સપ્ટેમ્બર ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આપવામાં આવેલા રાજીનામાં બાદ ઘણા બધા નામો ની ચર્ચા ચાલતી હતી. તેમાં ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ અને મનસુખ માંડવિયા જેવા નામો ની પણ ચર્ચા ચાલતી હતી.
પરંતુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી ના મોવડી મંડળ દ્વારા ભુપેન્દ્રભાઈ પટેલ પર પસંદગી નો કળશ ઢોળવામાં આવ્યો હતો.