Share market in Gujarati | શેર માર્કેટ એટલે શું જાણો ગુજરાતીમાં

Share market in Gujarati

હેલ્લો ગુજરાતી વાંચક મિત્રો, શું તમે જાણો છો શેર માર્કેટ એટલે શું(What is Share market in Gujarati), અને તે કેવી રીતે કાર્ય કરે છે. આજના લેખના માધ્યમ થી અમે આપની સાથે શેર માર્કેટ વિશે મહત્વ પૂર્ણ જાણકારી શેર કરીએ છીએ જેવી કે.

  • શેર માર્કેટ એટલે શું(What is Share Market in Gujarati)
  • શેર માર્કેટ ક્યારે વધે છે,
  • શેર માર્કેટ ક્યારે ઘટે છે,
  • શેર માર્કેટ માં પૈસા કેવી રીતે લગાવવા જોઈએ,
  • શેર ખરીદવા માટે શું કરવું જોઈએ

શેર માર્કેટ એટલે શું
(What is Share Market in Gujarati)

“શેર નો સામાન્ય અર્થ થાય છે હિસ્સો, કે ભાગીદારી”

અર્થાત તમે જ્યારે કોઈ પણ કંપની ના શેર ખરીદો એટલે તમે તે કંપની ના તે શેર ની ટકાવારી પ્રમાણે ભાગીદાર બનો.

શેર માર્કેટ એ એવું માર્કેટ છે જ્યાથી તમે જુદી જુદી કંપનીના શેર ખરીદી શકો છો. શેર એ કોઈ પણ કંપની નો નાનામાં નાનો એક્મ છે જે કંપની માં શેર હોલ્ડર ની ભાગીદારી નક્કી કરે છે. ઘણી વાર કંપનીઑ ને ફંડ્ એટલે કે પૈસા ની જરૂર પડતી હોય છે ત્યારે તેઓ પબ્લિક ફંડિંગ માટે આઇપીઓ જેવી સ્કીમ નિકાલે છે જેમાં લોકો પૈસા નું નિવેશ કરે છે.

ટૂંક માં શેર માર્કેટ એટલે એક એવિ જગ્યા જ્યાં જુદી જુદી કંપની લિસ્ટેડ હોય છે અને તેમના શેર ઉપલબ્ધ હોય છે. નિવેશકો તેમાં શેર નું ખરીદ વેચાણ કરે અને પૈસા કમાય છે.

શેર માર્કેટ ક્યારે વધે છે
(Increase Share Market in Gujarati)

શેર માર્કેટ એ તેજી મંડી પર આધારિત છે, ઘણી વખત શેર બજાર માં રેકોર્ડ તોડ ઉછાળો આવે છે તો ક્યારેક ઘણા બધા લોકો નું દેવાળિયું ફૂંકાઈ જાય છે. શેર માર્કેટ માં ઉછાળો ત્યારે આવે છે જ્યારે તેમાં તેજી આવે,

માર્કેટ માં ઉછાળો આવવા પાછળ ઘણા બધા કારણો હોય છે જેવા કે સરકાર દ્વારા કોઈ નવી યોજના કે સ્કીમ લાવવામાં આવી હોય, અથવા તો જે તે કંપની માઠી કોઈ પોજિટિવ સમાચાર આવ્યા હોય ત્યારે તે કંપની ના શેર માં ઉછાળો જોવા મળે છે.

શેર માર્કેટ ક્યારે ઘટે છે
(Decrease Share Market in Gujarati)

જેવી રીતે શેર માર્કેટ માં ભાવ તેજી આવે છે તેવી રીતે મંડી પણ આવે છે જેમાં શેરના ભાવ માં ઘટાડો થાય છે. શેર બજાર માં શેર ના ભાવ માં ઘટાડો કે તેજી આવવા પાછળ નું કારણ પણ સરકાર દ્વારા કાઢવામાં આવેલ કોઈ નોટિફિકેશન કે કંપની નું ખરાબ પ્રદર્શન હોય શકે છે.

શેર માર્કેટ માં મંડી આવે ત્યારે ઘણા લોકો ના દેવળીયા ફૂંકાઈ જાય છે. આમ શેર બજાર માં મંડી આવવાનું કારણ કે શેર ના ભાવ માં ઘટાડો થવાનું કારણ કઈ પણ હોય શકે છે,

શેર માર્કેટ માં પૈસા કેવી રીતે લગાવવા જોઈએ
(How to invest money in share market in Gujarati)

પૈસા એક એવિ વસ્તુ છે જે ક્યાય પણ નિવેશ કરતાં પહેલા દસ વાર વિચારવું જોઈએ પરંતુ જો શેર બજાર માં નિવેશ કરવાના હોય તો તે 100 વાર વિચારવું જોઈએ. કેમ કે શેર બજાર માં શેર ના ભાવ ઊંચા નીચા ખુબજ મોટા પ્રમાણ માં થાય છે. કેટલીક વખત શેર માર્કેટ માં રોકેલા પૈસા થોડીક જ ક્ષણો માં ગરીબ થી ધનવાન તો ધનવાન થી ગરીબ બનાવી શકે છે.

શેર બજાર માં પૈસા રોકવા માટે શેર બજાર નું નોલેજ ઓવું આવશ્યક છે કેમ કે જ્યાં સુધી શેર બજાર નું નોલેજ નહીં હોય ત્યાં સુધી પૈસા લગાડવા એ જોખમ કારક છે. શેર બજાર માં પૈસા કેવી રીતે લગાવવા, શેર પાછળ કેટલો અભ્યાસ કરવો તેના વિશે અમે આગળના લેખ માં જાણકારી આપીશું

શેર ખરીદવા માટે શું કરવું જોઈએ

શેર બજાર માં શેર ખરીદવા માટે ડિમેટ અકાઉંટ ની આવશ્યકયતા પડે છે. જુદા જુદા બ્રોક્કર દ્વારા ડિમેટ અકાઉંટ ની વ્યવસ્થા કરવામાં આવે છે, જેવી કે Zerodha Demate Account, Upstox અકાઉંટ વગેરે

આ Demet અકાઉંટ ના મધ્યમ થી શેર ની ખરીદી કરવામાં આવે છે જેમાં પૈસા બઁક અકાઉંટ માંથી કટ થાય છે.

અમને આશા છે કે આપણે શેર બજાર વિશે સારી જાણકારી મળી હશે અહી અમે આપની સાથે share market in Gujarati ની જાણકારી શેર કરી છે, આપણે જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેંટ માં પૂછી શકો છો.

Leave a Comment