કેમ છો ગુજરાતી વાંચક મિત્રો, આશા છે કે મજામાં હશો, અહી અમે આપના માટે સુંદર અને હસાવી હસાવી ને લોથ પોથ કરાવી દે તેવા ગુજરાતી રમુજ (Gujarati Jokes) લઈને આવ્યા છીએ. અમને આશા છે કે તમને અહી આપેલા ગુજરાતી ટૂચકાઓ(Jokes in Gujarati) પસંદ આવશે. જો આપને આ ગુજરાતી જોક્સ પસંદ આવે તો અન્ય લોકો સાથે જરૂર જરૂર થી શેર કરજો.
ગુજરાતી જોક્સ જુદા જુદા ઘણા વિષયો પર આધારિત હોય છે જેમ કે
- પતિ પત્ની જોક્સ(Husband-Wife Jokes in Gujarati),
- સંતા-બંતા જોક્સ(Santa-Banta Jokes in Gujarati),
- પરિવાર જોક્સ(Family Jokes in Gujarati)
- પપ્પુ જોક્સ(Pappu Jokes in Gujarati)
- comedy Jokes
- બકા ના જોક્સ
Gujarati Jokes
અહી આપણે ગુજરાતી ભાષા માં જોક્સ(Gujarati Jokes) વાંચવા મળશે. અહી જોકેસ સમય સમય પર નવા નવા જોકેસ ઉમેરતા રહેશે.
[the-post-grid id=”1018″ title=”Jokes in Gujarati”]
પતિ પત્ની જોક્સ
(Husband-Wife Jokes in Gujarati),
અહી અમે કેટલાક પતિ પત્ની વિશે જોક્સ (Husband-Wife Jokes) જે તમે એકબીજા સાથે શેર કરી આનંદ માણી શકો છો.
પતિ તેની પત્ની ને કહે: “અલી સાંભળે છે. આજે ચા આમ એવી બનાવ કે મારા કે રોમ-રોમ માં દિવા થાય.”
પત્ની એ પતિ ને પુછ્યું: દુધ “નાખું કે કેરોસીનન”
પત્ની તેના પતિ ને: “લગ્ન પછી તમે તો મને સાવ પ્રેમ જ નથી કરતા.”
પતિ: પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોઈને વાંચવાનું મન થાય ક્યારેય….

> પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા
> થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા
પતિની બેગમાં થોડા રૂપિયા જોઈને, તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા,
પતિ એ જ્યારે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.
ચમકી ઉઠેલા પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.
1). Rs. 2 5 0
2). Rs. 2 5 0
————————-
Total Rs. 4 10 0
પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કુલ માં આવું ગણિત શીખી છે? .
*થોડા દિવસ પછી*
પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી રહ્યા ?.
પત્ની એ લખ્યું✍
4100
-400
————
=100
પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.
એ પછી બંને સુખેથી જીવ્યા.
માત્ર ગણિત મરી પરવાર્યું.😆
પત્નીને તાવ આવ્યો હતો એટલે પતિ ડોક્ટર બોલાવી લાવ્યો,
તાવ માપવા ડોક્ટરે થરમોમીટર મોમાં મૂક્યું અને મો થોડિક વાર બંધ રાખવા કહ્યુ,
ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,
“આ ડાંડલી કેટલાની આવે ? 😂 😝 😂”

પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો?
પતી : તુ કહે ને તો તારૂ એઠું ઝેર પણ પી જાઉ..
પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.😝
પોલીસ : અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે.
માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 🙂
સંતા-બંતા જોક્સ
(Santa-Banta Jokes in Gujarati)
સંતા-બંતા ના જોક્સ ઘણા સમય થી લોકો ને પસંદ પડે છે. તેમની વાતો માં જે ભોળપણ અને ના સમજણ છે એ લોકો ને હસાવી હસાવી મે આનંદ કરાવે છે. અહી અમે આપની સાથે સંતા-બંતા જોક્સ(Santa-Banta Jokes in Gujarati) શેર કરીએ છીએ અમને આશા છે કે આપને અહી આપેલ જોક્સ પસંદ પડશે.
સંતા ભેંસ ઉપર બેસીને જતો હતો.
એ જોઈને બંતા બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે.
સંતા એ પૂછ્યું : કેમ ?
બંતા: તેં હેલ્પેટ નથી પહેર્યું.
સંતા : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.
😜😂😜
સંતા : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો?
બંતા: મેં કર્યો હતો પણ તારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 😝😝😝
સંતા મંદિરે ગયો.
સંતા : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો!
ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે?
સંતા : ભગવાન, તમતમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો! 😂😂😂
સંતા કેળું ખરીદવા ગયો,
સંતા : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે?
બંતા : ૧૦ રૂપિયા..
સંતા : અરે, ચાર રૂપિયામાં આપી દોને.
બંતા: ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે.
સંતા : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.
😂😂😂
Teacher Student Jokes in Gujarati
ઘણા એવા જોકેસ હોય છે જે શિક્ષક અને વિધ્યાર્થી વચ્ચે ના વાર્તાલાપ અપર આધારિત હોય છે. અહી અમે આપની સાથે ટીચર અને શિક્ષક વિશે ના રમૂજી જોક્સ શેર કરીશું જે આપને આનંદ આપશે. જો આપણે આ જોકેસ પસંદ પડે તો અન્ય લોકો સાથે શેર કરી શકો છો.
ગણિતના ટીચર સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા….
તે જોઇને ગુજરાતીના ટીચર બોલ્યા “અલ્યા ડબામા શાક તો નથી ?”
ગણિત ટીચર બોલ્યા “અમે શાકને X ( એક્સ ) ધારેલ છે….”😂😝
(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)
ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?
પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!
પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું

ટીચર– સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
વિદ્યાર્થી – ચકલી બનીને.
ટીચર– તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 🤣🤣🤣
ટીચર વિધ્યાર્થીને પગ જોઈને પક્ષી ને ઓળખવાનું કહયું “કયું પક્ષી છે બોલ?”
વિધ્યાર્થી: નથી ખબર,
ટીચર: તું નાપાસ, તારું નામ બોલ,
વિધ્યાર્થી: પગ જોઈને લખી લો…🤣🤣🤣
માસ્તર : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે .
વિધ્યાર્થી: રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.
Funny Gujarati Jokes
રમૂજી ગુજરાતી ટૂચકાઓ
અહી અમે થોડા જુદા જુદા વિષય પર આધારિત કેટલાક જોક્સ રજૂ કર્યા છે. વિષયો જેવા કે પરિવાર જોક્સ(Family Jokes in Gujarati), પપ્પુ જોક્સ(Pappu Jokes in Gujarati), comedy Jokes, બકા ના જોક્સ. અમને આશા છે કે આપને આ જોક્સ ગમશે.
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..
હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣
અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.
ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜

ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને.
ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો.
ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.😝
બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.
તમારા ફેફસા માં કાણું છે.
બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂

જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?
ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂
પપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો? પપ્પા : આ તારી પહેલી સેલેરી છે. દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું? પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં WhatsApp ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા. 🤣
દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી? મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું? દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?😂😂

સલામ છે એ કપલો ને જે ઘરે થી ભાગી જવાની હિંમત કરે છે.🤓
અહીંયા તો બાપા ના બે મિસકોલ જોઈ નેય બીક લાગે છૅ..😂😂😂😂
ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર…..
એક સિંહ…બસમાં ચડ્યો……
બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….
સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…
કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ….કેમ?
સિહે પાછળ વળી ને કહ્યું…
શેર….કૉ..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….
😳😉😂😃😄
શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …
ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …
૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો , બોલો સાહેબ સુ આપુ??
ગરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે ….😂😂😂😂
ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે? દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી. દર્દી : આ કયા દુખાવાની દવા આપી? ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.

મોત કાલ આવતી હોઇ તો આજ આવે , બાકી જીંદગી તો વટ થી જ જીવશુ….
આવુ કેહવાવાળા ‘ કોરોના ‘ વાઇરસ ની બીકે ચાઈનીઝ ભેળ ખાતા પણ બંધ થઈ ગયા છે. 🤣
હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.
રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…
હાથી: કેમ?
કીદી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…😝😝😝
બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?
હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.
બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?
હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?
બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.
હું : કેવી રીતે?
બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 🤣
આજનું લેશન….😅
જીવનમાં હંમેશા શાંતિ રાખો., અને
જે હેરાન કરે એને ફેરવીને એક નાંખો… 👋🏻

અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય…;
એનોય વાંધો નહીં…
પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…પણ…
સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!😂
More Gujarati Jokes
અહી અમે આપની સાથે ગુજરાતી રમુજ(Gujarati Jokes) શેર કર્યા છે, સાથે ઘણા બધા ગુજરાતી જોક્સ ને આગળ પણ અહી અપલોડ કરતાં રહીશું. જો આપણે મારા દ્વારા હી આપવામાં આવેલા જોકેસ પસંદ આવે તો આપના મિત્રો સાથે શેર અવશ્ય કરજો. ધન્યવાદ.