આજનું પંચાંગ ગુજરાતી | Aaj nu panchang Gujarati

Aaj nu panchang Gujarati: અહી અમે આપને આજના પંચાંગ વિષે જાણકારી આપીએ છીએ. પંચાંગ ના મુખ્યત્વે પાંચ અંગ છે જેવા કે તિથી, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. અહી અમે આપને દરરોજ ની પંચાંગ ની જાણકારી આપીશું જેથી આપને કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવામાં સરળતા રહે.

Aaj nu panchang Gujarati | આજનું પંચાંગ

પંચાંગ માં મુખ્યત્વે જ્યોતિષ ના પાંચ અંગો ને જોવાના હૉય છે જેવા કે, આજની તિથી(Tithi), આજનો વાર(Day), આજનું નક્ષત્ર(Nakshatra), આજનો યોગ(Yog) અને આજનું કરણ(Karan). અહી નીચે આપેલા ટેબલ ના મધ્યમ થી આપ આજના પંચાગ ની તમામ વિગતો ને મેળવી શકશો. અહી નીચે તિથી, નક્ષત્ર, યોગ, અને કરણ નું અલગ અલગ ટેબલ આપેલ છે જેમાં તારીખ પ્રમાણે તમે આજનું પંચાંગ જોઈ શકો છો.

આજની તિથી | આજનું પંચાંગ

અહી આજે કઈ તિથી છે તેની જાણકારી આપવામાં આવેલી છે. નીચેના ટેબલ પરથી તારીખ અનુસાર તમે આજની તિથી ને જોઈ શકશો.

15th February 2024
Aajni Tarikh(Date)Aajni Tithi(આજની તિથી)
31/03/2021 ત્રીજ બપોરે 2:26 સુધી પછી ચતુર્થી
01/04/2021 સવારે 10:59 વાગ્યા સુધી ચતુર્થી પછી પંચમી શરૂ
02/04/2021 સવારે 8:15 સુધી પંચમી પછી છઠ શરૂ.

આજનો વાર | Aaj nu panchang Gujarati

વાર પણ પંચાંગ નું ખુબજ મહત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે. જ્યોતિષ ની દૃષ્ટિ વાર ને પણ શુભ અશુભ માનવમાં આવે છે આથી કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે વાર ને ધ્યાનમાં લેવું ખુબજ આવશ્યક બને છે. અહી અમે આજે કયો વાર છે તેના વિષે જાણકારી આપીછે સાથે ઇંગ્લિશ અને ગુજરાતી વાર નું ટેબલ પણ આપેલ છે જેથી સરળતા રહે.


Thursday

વાર નું ગુજરાતી અને અંગ્રેજી ટેબલ

ઇંગ્લિશ નામ ગુજરાતી નામ
Sunday રવિવાર
Monday સોમવાર
Tuesday મંગળવાર
Wednesday બુધવાર
Thursday ગુરુવાર
Friday શુક્રવાર
Saturday શનિવાર

આજનું નક્ષત્ર | આજનું પંચાંગ

નક્ષત્ર જ્યોતિષમાં આગવું સ્થાન છે. જ્યોતિષ ની દૃષ્ટિ એ કુલ 27 નક્ષત્રો છે. આ તમામ નક્ષત્ર માં ચંદ્રમા લગભગ એક-એક દિવસ વિતાવે છે. આથી લગભગ દરરોજ નવા નક્ષત્ર નો ઉદય થતો હોય છે. અહી અમે આપની સાથે આજના દિવસે ચંદ્રમા કયા નક્ષત્ર માં છે તેની જાણકારી આપીશું સાથે આવતીકાલે કયા નક્ષત્ર માં હશે તેની પણ વિસ્તાર થી જાણકારી આપીશું. આજનું નક્ષત્ર(aajnu Nakshatra | Aaj nu panchang Gujarati) એ કોઈ પણ દિવસ ની શુભતા અને અશુભતા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, નીચેના ટેબલ પરથી તમને તારીખ પ્રમાણે કયું નક્ષત્ર છે તેની જાણકારી મળશે.

15th February 2024
આજની તારીખઆજનું નક્ષત્ર(Nakshatra)
31 માર્ચ 2021 સ્વાતિ નક્ષત્ર સવારે 9:45 સુધી પછી વિશાખા નક્ષત્ર
01 એપ્રિલ 2021 સવારે 7:22 સુધી વિશાખા પછી અનુરાધા
02 એપ્રિલ 2021 સવારે 5:19 સુધી અનુરાધા પછી જયેષ્ઠ નક્ષત્ર
03 એપ્રિલ 2021 સવારે 3:44 સુધી જયેષ્ઠ નક્ષત્ર પછી મૂળ નક્ષત્ર

કુલ 27 નક્ષત્ર ના નામ આ પ્રમાણે છે: અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્‍ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્‍ઠા, મૂળ, પૂર્વાઅષાઢા, ઉત્તરઅષાઢા, શ્રવણ, ઘનિષ્‍ઠા, શતભીષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદ, રેંવતી

આજનો યોગ | Aajnu Panchang Gujarati

પંચાંગ માં સૌથી અવગણ્ય મનાતું અંગ યોગ એટલુજ મહત્વપૂર્ણ છે જેટલા બીજા યોગ. યોગ એ દિવસની શુભતા અશુભતા માં વધારો કરે છે. અહી અમે આપની સાથે આજના દિવસે કયો યોગ છે તેની જાણકારી શેર કરી રહ્યા છીએ. આવનારા દિવસો માં તેની શુભતા અને અશુભતા ને કેવીરીતે ચકાસવી તેના વિષે પણ વિસ્તાર થી લેખ લખીશું.

15th February 2024
આજની તારીખઆજનો યોગ
31 માર્ચ 2021 હર્ષના યોગ સવારે 9: 59 પછી વજ્ર યોગ
01 એપ્રિલ 2021 સવારે 6:14 સુધી વજ્ર પછી સિદ્ધિ યોગ
02 એપ્રિલ 2021 રાત્રે 2:47 (02 એપ્રિલ 2021) સુધી સિદ્ધિ યોગ પછી વ્યતીપાત યોગ

આજનું કરણ | Aaj nu panchang Gujarati

પંચાંગ માં કુલ 11 કરણ છે. જે બે પ્રકારે વહેચાયેલા છે, “સ્થિર કરણ” અને “ચલ કરણ” એક તિથી ને બે ભાગો માં વિભાજિત કરવાથી કરણ મળેછે અર્થાત એક તિથી માં બે કરણ હોય છે. કરણ પણ શુભ અશુભ પર ખુબજ મહત્વ રાખે છે. શુભ મુહૂર્ત જોવા માટે તેનું અવલોકન કરવું ખુબજ જરૂરી બને છે. અહી નીચે ટેબલ દ્વારા દરરોજ ના કરણ ની માહિતી આપવામાં આવી છે.

11 કરણ ના નામ આ પ્રમાણે છે: બવ, બાલવ, કૌલવ, તૈતીલ, ગરજ, વણીજ, વિષ્ટિ, શકુની, ચતુષપદ, નાગ અને કીસ્તુઘ્ન.

15th February 2024
આજની તારીખઆજનું કરણ
31 માર્ચ 2021 બપોરે 2:06 સુધી વિષ્ટિ, બાદમાં રાત્રે 12:30(01 એપ્રિલ 2021) સુધી બવ કારણ પછી બાલવ કરણ
01 એપ્રિલ 2021 10:59 સુધી બાલવ કરણ, ત્યાર બાદ રાત્રે 9:34 સુધી કૌલવ કરણ બાદમાં તૈતીલ કરણ
02 એપ્રિલ 2021 સવારે 8:15 સુધી તૈતીલ કરણ, પછી 7:03 સુધી ગરજા કરણ, પછી વાણિજ કરણ

આજનું પંચાંગ એટલે શું | What is today’s panchang in Gujarati

કોઈ પણ દિવસની શુભતા કે અશુભતા નક્કી કરવા માટે પંચાંગ નું ખુબજ મહત્વ હોય છે. કોઈ પણ સારા કાર્ય કરવા જેવા કે યગ્ન, હોમ હવન, ગૃહ પ્રવેશ, નવો વ્યવસાય કે કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો પંચાંગ ની મદદ થી દિવસની શુભતા નો ખ્યાલ કરવામાં આવે છે. પંચાંગ મુખ્યત્વે પાંચ અંગો નું બનેલું છે જેવા કે તિથી, વાર નક્ષત્ર, યોગ અને કરણ.

દિવસ ની શુભતા અને અશુભતા નો ખ્યાલ કરવા માટે આ પાંચ અંગો ની જાણકારી હોવી જરૂરી છે.

  • આજનું રાશિફળ: Todays Rashifal in Gujarati : Click Here

અહી આપેલા today’s panchang in gujarati પર જો આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કમેંટ કરી અમને પૂછી શકો છો આ સિવાય આપણે અન્ય કોઈ પણ જાણકારી કે જ્યોતિષીય સલાહ જોઈતી હોય તો contact page ના માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો.

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment