સાળંગપુર

સાળંગપુર એ ગુજરાત ના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકા માં આવેલ પૂર્ણ સ્થળ છે. અહી નો વારસો ઐતિહાસિક અને ભક્તિભાવ પૂર્ણ છે. તમામ સુવિધા થી સભર સાળંગપુર માં બે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ આવેલ છે.

હનુમાંજી મંદિર સાળંગપુર

આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ મંદિર ના એક પ્રમુખ સંત એવા ગોપાળાનંદ સ્વામી એ કરી હતી. એવું કહેવાય છે કે એ સમયે કાષ્ઠમાથી બનેલી એ મુર્તિ ધ્રૂજવા માંડી હતી. બાદ માં સ્વામી એ કાષ્ઠ ની લાકડી થી મુર્તિ ને સ્થિત કરી અંદર દૈવત સ્થાપિત કર્યું હતું. હાલના મંદિર નો પાયો શસ્ત્ર્જિ મહારાજ વડે મૂકવામાં આવ્યો હતો. અત્યારે અહી ભૂત-પિશાચ જેવી વસ્તુ ને દૂર કરવામાં આવે છે.

સ્વામિનારાયણ મંદિર સાળંગપુર

શાસ્ત્રીજી મહારાજ એક નવી પરંપરા સાથે જોડાયા બાદ તેમણે હનુમાનજી મંદિર ની બાજુમાં એક વિશાળ મંદિર ની રચના કરી જે હાલ અક્ષરપુરષોત્તમ મંદિર તરીકે ઓળખાય છે. અત્યાર ના સમય માં સ્વામિનારાયણ સંપ્રદાય નો એક વિશેષ હિસ્સો જે બીએપીએસ તરીકે ઓળખાય છે તેના સંતો નું તાલીમ કેન્દ્ર અહી આવેલું છે. પ્રમુખ સ્વામિ મહારાજ ની અંતિમ સંસ્કારની વિધિ પણ આજ મંદિર માં થયી હતી.

« Back to Glossary Index