Pavagadh – પાવાગઢ
વાંચક મિત્રો ને ગુજરાતી વાતો તરફથી શુભેચ્છાઓ. અહી અમે આપની સાથે પાવાગઢની જાણકારી શેર કરી રહ્યા છીએ. અહી આપને પાવાગઢ સંબંધિત જુદી જુદી જાણકારી મળશે જેવી કે પાવાગઢ મહાકાળી મંદિર, પાવાગઢ નો ઇતિહાસ, પાવાગઢ ના ફોટા, પાવાગઢ ડુંગર, પાવાગઢ ની આરતી, પાવાગઢ ના ગરબા, પાવાગઢ ના સમાચાર, પાવાગઢ ના પગથીયા, પાવાગઢ દર્શન, પાવાગઢ ની વાર્તા, રોપવે પાવાગઢ, પાવાગઢ દરગાહ, પાવાગઢ કેવીરીતે પહોચવું, પાવાગઢ ની રેગડી અમને આશા છે કે અમે અહી આપેલી જાણકારી તમને પસંદ આવશે.
પાવાગઢ મહાકાળી મંદિર – Pavagadh Mahakaali Temple
પાવાગઢ અને તેની આસપાસનો પ્રદેશ એ ડુંગરાળ અને પર્વતીય પ્રદેશ છે. અહીં પર્વત પર મહાકાળી માતા નું પ્રસિદ્ધ મંદિર આવેલું છે, જ્યાં રોજ હજારો ભાવિક ભક્તો દર્શન કરવા માટે પધારે છે. માં મહાકાળી માં ભક્તો ને અનન્ય શ્રદ્ધા છે જે માં પાવાવાળી તરીકે પણ ઓળખાય છે. પરવત પર મંદિર હોવાથી તેની ઊંચાઈ જમીન થી લગભગ 822 મીટર જેટલી છે.
પાવાગઢ નો ઇતિહાસ – પાવાગઢ ની વાર્તા
જો ઇતિહાસ ના સંદર્ભ માં વાત કરીએ તો પાવાગઢ અને બાજુમાં આવેલ ચાંપાનેર નો ઇતિહાસ ખુબજ રસપ્રદ અને જૂનો છે.
પાવાગઢ મંદિર નો ઇતિહાસ: ઘણા વર્ષો પૂર્વે અહી પતાઈ કુળ ના રાજવીઓ રાજ્ય કરતાં હતા. તેઓ વંશ પરંપરાગત રીતે માતાના ભક્ત હતા તો તેમણે માતા માં શ્રદ્ધા પણ અપરંપાર હતી. કાળકા માતાને તેઓ કુળદેવી તરીકે પૂજતા હતા. એવું કહેવાય છે કે દર નવરાત્રિ ના તહેવારો માં મહાકાળી ત્યાં ગરબે રમવા માટે આવતા હતા.
એક વખત નવરાત્રિના સમયે પતાઈ કુળ નો છેલ્લો રાજવી જયસિંહ મદિરાપાન ના નશા માં ચૂર હતો. એવામાં માતાજી મહાકાળી પોતાનો વેશ બદલી નવરાત્રીના સમયે ગરબે રમવા માટે ત્યાં આવ્યા. રાજા જયસિંહ નશામાં ચૂર હોવાના કારણે પોતાનું ભાન ખોઈ બેઠેલો અને માતાજીનાં બદલેલા રૂપ પર આકર્ષાયો. માતાજી સાથે દૂરવયવહાર કરવા બદલ મહાકાળી માતાએ તેને શ્રાપ આપ્યો. શ્રાપ ના પરિણામ સ્વરૂપ તેના રાજ્ય પર મહમદ બેગડા એ ચડાઈ કરી અને પતાઈ વંશ નો છેલ્લો રાજા જયસિંહ તે યુદ્ધ માં મરાયો.
પાવાગઢ ડુંગર
અહી આસપાસ નો વિસ્તાર એ ડુંગરાળ અને પર્વતીય છે. પાવાગઢનો ડુંગર એ પાવાગઢની પર્વતમાળા પર આવેલ છે જે અરવલ્લી ની પર્વતમાળા ના દક્ષિણ દિશાએ સ્થિત છે. પાવાગઢના ડુંગર ની ઊંચાઈ દરિયાઈ સપાટી થી અંદાજિત 762 મિટર જેટલી છે. આ ડુંગર એ લાવારસ ના ખડકો માથી બનેલ છે. વર્ષો પહેલા અહી અંદાજિત 6.5 કરોડ વર્ષ પહેલા જ્વાળામુખી ફાટયો હતો જે ઠંડો પડ્યા બાદ આ પર્વતમાળા ની રચના થયી હતી.
પાવાગઢ ના ફોટા
અહી અમે પાવાગઢ ના ફોટા આપીએ છીએ. જે પાવાગઢ ના મંદિર ના દ્રશ્યો છે.



પાવાગઢ ની આરતી
અહી અમે પાવાગઢની આરતી નો વિડિયો આપ્યો છે. જેનો સ્વર ગુજરાતી ગાયક હેમંત ચૌહાણ દ્વારા આપવામાં આવેલ છે.
પાવાગઢ ના ગરબા
મહાકાલીમાં પાવવાળી પર ઘણા બધા જૂના અને લોકપ્રિય ગરબાઓ છે પરંતુ અંહી અમે એમાનો સૌથી વધુ લોકપ્રિય ગરબો લીરિક્સ સ્વરૂપે આપીએ છીએ. અહી પાવાગઢ ગરબા ની લીરિક્સ ને તમે ઇમેજ સ્વરૂપે સેવ પણ કરી શકો છો.

પાવાગઢ ના પગથીયા
ઘણી વખત આ પ્રકાર ની વાતો કરવામાં આવતી હોય છે અને લોકો ને જાણવાની પણ એટલીજ તાલાવેલી હોય છે. પાવાગઢ ડુંગર ચડવા માટે અંદાજે 1500 પગથિયાં ની સફર કરવી પડે, મતલબ કે મહાકાળી માતા ના દર્શન કરવા હોય તો અંદાજે 1500 જેટલા પગથિયાં પાવાગઢ ના ડુંગર ના છે જે ચડવા પડે.
રોપવે પાવાગઢ
અહી રોપવે ની સુવિધા પણ ઉપલબ્ધ છે. પરંતુ તેનો એક સમય પીરિયડ છે જે સમય દરમિયાન રોપવે ની સુવિધા શરૂ હોય છે. દિવસ દરમિયાન સવારના 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી રોપવે ની સુવિધા ઉપલબ્ધ હોય છે.
આસપાસ જોવાલાયક સ્થળો
અહી આસપાસ ઘણા જોવા લાયક સ્થળો આવેલા છે જેવા કે પાવાગઢ જૈન મંદિર, દૂધિયુંમ છાસિયું અને તેલીયું તળાવ, પતાય રાવલનો મહેલ ધાબા ડુંગરી શિવ મંદિર, વિરાસત વન, વડ તળાવ અને કબૂતર ખાન ચાંપાનેર નો કિલ્લો તથા વર્લ્ડ હેરિટેજ સાઇટ
પાવાગઢ કેવીરીતે પહોચવું
પાવાગઢ પહોચવા માટે બસ, ટ્રેન કે હવાઈજહાજ ની મદદ લઈ શકાય છે. બસ થી પહોચવા માટે વડોદરા કે ચાંપાનેર સુધી બસ ની સુવિધા ઉપલબ્ધ છે પછી આપ ટૅક્સી ની મદદ લઈ શકો છો. સરકાર દ્વારા યાત્રાધામ માટે કેટલીક વિશેષ બસો ની પણ સુવિધા કરી છે. ટ્રેન થી પહોચવા માટે નજીક નું રેલ્વે સ્ટેશન ચાંપાનેર રેલ્વે સ્ટેશન છે, ત્યાથી સરળતા થી પાવાગઢ ના ડુંગર સુધી પહોકી શકાય છે. હવાઈ જહાજ થી દૂર થી આવતાં લોકો વડોદરા હવાઈમથક અથવા અમદાવાદ સુધી આવી શકે છે ત્યારબાદ ટૅક્સી થી પાવાગઢ સરળતાથી પહોચી શકાય છે.
પાવાગઢ ની રેગડી
રેગાડી એ એક પ્રકારનું ભક્તિ ગીત છે જે ડાક પર ગાવામાં આવે છે. અહી નીચે અમે પાવાગઢ ની રેગડી આપી છે