પટોળાં

પટોળાં માટે ગુજરાત નું પાટણ શહેર દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. કુમારપાળ ના શાસન દરમિયાન પાટણ માં પટોળાં ને વણનાર 700 જેટલા કારીગરો હયાત હતા. હાલ માં અદ્ભુત વણાટ શૈલી કસ્તુરચંદ અને બીજું એક અન્ય કુટુંબ પાટણ ના પટોળાં ને જીવંત રાખી રહ્યું છે.

પાટણ ના પટોળાં માં જીણા તાણા-વાણા ને પ્રથમ બાંધી પછી તેને વિવિધ રંગો માં રંગીન ભાત પ્રમાણે ગોઠવવામાં આવે છે.

શુદ્ધ રેશમ ની ચટ્ટાઇ ડિજાઇન માં ભૌમિતિક આકૃતિઓ, નારી કુંજર, પાન ભાત, ફૂલવાડી, ચોકડીભાત, અને વિવિધ પશુ પક્ષી ની આકૃતિ ને વિવિધ પ્રકાર ના વણાટ થી બનાવામાં આવે છે.

પટોળાં પરથી ગુજરાત માં એક લોક ગીત પણ પ્રખ્યાત છે. જેના શબ્દ છે, “છેલાજી રે મારી હાટું પાટણ થી પટોળા મોંઘા લાવજો”

હાલ માં આ પટોળાં ની કિમત લાખો રૂપિયા સુધી ની છે.

« Back to Glossary Index