અહી અમે આપને પન્નાલાલ પટેલ(Pannalal Patel) કે જે ગુજરાતી ભાષા ના એક જાણીતા લેખક હતા તેમના જીવન પરિચય પર લેખ આપીશું. અહી આપને તેમના જીવન ની માહિતી, તેમના દ્વારા લખવામાં આવેલ લેખો ની જાણકારી અને તેમણે પ્રાપ્ત થયેલા ચંદ્રકો પર પણ જાણકારી આપીશું.

પન્નાલાલ પટેલ નો પરિચય
નામ | પન્નાલાલ પટેલ |
પત્નીનું નામ | વાલીબેન પટેલ |
પિતાનું નામ | નાનાલાલ પટેલ |
માતાનું નામ | હીરાબેન પટેલ |
જન્મ તારીખ | ૭ મે ૧૯૧૨ |
જન્મ સ્થળ | માંડલી(ડુંગરપુર, રાજસ્થાન) |
મહત્વપૂર્ણ કાર્ય | નવલકથા અને ટૂંકી વાર્તા નું સર્જન |
પ્રાપ્ત થયેલ ચંદ્રકો | રણજિતરામ સુવર્ણચંદ્રક, જ્ઞાનપીઠ એવોર્ડ |
મૃત્યુ | ૬ એપ્રિલ ૧૯૮૯(અમદાવાદ ખાતે) |
પન્નાલાલ પટેલ નો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે આંજણા ચૌધરી પટેલ કુટુંબમાં થયો હતો તેમના પિતાનું નામ નાનાલાલ પટેલ અને માતા નું નામ હીરાબેન પટેલ હતું બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ માતા દ્વારા તેમનો ઉછેર કરવામાં આવ્યો હતો. એમના પિતા વ્યવસાયે ખેતી કરતાં હતા પરંતુ રામાયણ અને ઓખહરણ નું વાંચન પણ કરતાં હતા.
અભ્યાસ
બાળપણ માં પિતાની છત્રછાયા ગુમાવ્યાબાદ ઘર ની આર્થિક સ્થિતિ નબળી બની હતી. આથી તેઓ એ દારૂની ભટ્ઠી માં પણ કામ કરવું પડ્યું હતુ. અભ્યાસ માત્ર ચાર ધોરણ સુધી જ કરી શક્યા હતા. તેમણે ચોથા ધોરણ સુધી નો અભ્યાસ ઈડરની સર પ્રતાપ હાઇ સ્કૂલ માં કર્યો હતો. અહી તેઓનો પરિચય ઉમાશંકર જોશી સાથે થયો હતો.
સાહિત્ય ક્ષેત્ર માં શરૂઆત
અભ્યાસ અપૂર્ણ રહયા બાદ પણ એક સારા મિત્ર ઉમાશંકર જોશી ની પ્રેરણા થી તેઓ એ સાહિત્ય ક્ષેત્ર માં આવ્યા. તેમણે સૌપ્રથમ વાર્તા “શેઠની શ્રદ્ધા” લખી હતી જે અમદાવાદ માં એક શેઠ ને ત્યાં નૌકરી કરતાં કરતાં લખી હતી. ત્યારબાદ તેઓએ પોતાના જીવન માં ઘણીબધી ટૂંકી વાર્તા અને નવલકથા નું સર્જન કર્યું. આદરમિયાન તેઓ ઘર અને ગુજરાન ચલાવવા માટે ઓઇલમેન અને ઇલેક્ટ્રીક મિટર નું રીડિંગ કરવાનું કામ કર્યું હતું.
ફિલ્મ માં પટકથા માં પણ તેમનું યોગદાન રહેલું છે. મુંબઈ માં તેઓ એ એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથા લેખક તરીકે કાર્ય કર્યું હતું. બાદ માં અમદાવાદ માં તેમના બે પુત્રો સાથે “સાધના પ્રકાશન” નામે કંપની ની શરૂઆત કરી હતી. 1979 માં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદ ની બેઠક માં સર્જનવિભાગ ના તેઓ પ્રમુખ હતા.
તેઓ પોતાના સંઘર્ષ સમય ના દિવસો ને ‘વાસંતી દિવસો’ કહેતા હતા
તેમની સાહિત્ય કૃતિઓ
પન્નાલાલ પટેલ એ જીવન માં ઘણી ટૂંકી વાર્તા અને નવલકથા નું સર્જન કર્યું છે. તેમનું સર્જન મુખ્યત્વે સાબરકાંઠા ની સ્થાનિક બોલી માં જોવા મળે છે. તેઓએ કુલ ૬૧ જેટલી નવલકથાઓ અને ૨૬ જેટલીટૂંકી વાર્તાઓ, નાટક, નવલિકા, ચિંતન, આત્મકથા, અને બાળસાહિત્ય ની રચના કરી છે. અહી નીચે તેમાની થોડીક જાણકારી આપવામાં આવી છે.
કૃતિનો પ્રકાર | કૃતિઓ |
---|---|
નવલકથા | માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યા ના ભેરૂ ,ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા,મનખાવતાર, નાછૂટકે. |
ચિંતન | પૂર્ણયોગનું આચમન |
નવલિકા | સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ,પાનેતરમાં રંગ,વટ નો કટકો, મનનાં મોરલાં, વાત્રક ને કાંઠે, ચીતરેલી દીવાલો,પીઠીનું પડીકું, જીંદગી ના ખેલ. |
પ્રકીર્ણ | અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન |
આત્મકથા | અલપઝલપ |
નાટક | જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, વૈંતરણી ના કાંઠે,ઢોલીયા સાગ સીસમના. |
બાળ સાહિત્ય | દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલપ્રકીર્ણ, કાશીમાની કૂતરી |
પ્રાપ્ત થયેલ ચંદ્રક અને પુરસ્કાર
એમનું ગુજરાતી સાહિત્ય ક્ષેત્ર માં યોગદાન ખુબજ મહત્વનુ છે આથી તેઓને વિવિધ પ્રકાર ના ચંદ્રક અને પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમાં બે મહત્વના છે જેની વિગત નીચે મુજબ છે.
પુરસ્કાર | કયા ક્ષેત્ર માં |
---|---|
રણજિતરામ સુવર્ણ ચંદ્રક | સમગ્ર સાહિત્ય સર્જન માટે ગુજરાત સાહિત્ય સભા દ્વારા |
જ્ઞાનપીઠ પુરસ્કાર | માનવી ની ભવાઇ ક્રુતિ માટે |
જીવન ના અંતિમ સમય માં
તેઓ અંતિમ સમય માં ક્ષય ની બીમારી થી પીડિત હતા. આદરમિયાન તેઓ અરવિંદ ના યોગમાર્ગ તરફ આકર્ષિત થયા હતા. બાદ માં ૬ એપ્રિલ ૧૯૮૯ના રોજ અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેમનું અવસાન થયું હતું
« Back to Glossary Index