મશરૂ

« Back to Glossary Index

મશરૂ નો અર્થ થાય છે કે “ઇસ્લામે માન્ય રાખેલું એક પ્રકારનું મિશ્ર રેશમી કાપડ”

આ કાપડ બનાવવામાં કુત્રિમ રેશમનો તાણો અને સુત્તર નો વાણો વપરાય છે. પાટણમાં ખત્રી અને શેખ મુસ્લિમ કારીગરો તેમજ ઊંઝામાં પટેલ કારીગરો મશરૂ તૈયાર કરે છે. પાટણમાં મશરૂ ના કારીગરો સહકારી મંડળી છે. આ કાપડમાં સોનેરી, લાલ, લીલો, અને પીળો રંગ વપરાય છે. મશરૂ ની કટારિયો, ચુંદડી લાલ અને લીલી કંકણી, કમખી, સોદાગરી અને અરબી વગેરે લોકપ્રિય ડિઝાઇનો છે.

« Back to Glossary Index