ગરબો

« Back to Glossary Index

ગરબો શબ્દ એ “ગર્ભદીપ” (ઘડા માં મુકાયેલો દીવડો) પરથી બન્યો છે. ગુજરાત માં શક્તિ પૂજા પ્રચલિત થઈ ત્યારથી ગરબો પ્રચલિત બન્યો છે. ગરબા માં માટલી માં છિદ્રો રાખી દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથે લઈ મહિલા અને પુરુષો માં આદ્યશક્તિ અંબિકા, બહુચરા, ચામુંડા વગેરે ના ગરબા રમે છે.

ગરબા માં સૂર, તાલ અને લય નું અનોખુ મિશ્રણ જોવા મળે છે. ગરબા માં મ્હાડ, કાફી, પીલુ, ધનાશ્રી, કાલિંગડો, અને સારંગ રાગ નું મિશ્રણ હોય છે.

ગરબા ના અન્ય પ્રચલિત્ત પ્રકાર જોઈએ તો તેમાં એક તાળી, ત્રણ તાળી, આની ચપટી તાળી જોવા મળે છે.

ગરબો એ ગુજરાત નું લોકપ્રિય નૃત્ય છે જે આસો માસ ની પ્રથમ તિથી થી નવમી તિથી સુધી ઉજવવા માં આવે છે.

« Back to Glossary Index