ધોળકા

ધોળકાઅમદાવાદ નો એક તાલુકો છે. જેનો ઇતિહાસ પાંડવકાલીન સુધીનો છે.

ગુજરાત માં એક પ્રખ્યાત કહેવત છે કે “ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ”

આ કહેવત માં જે મલાવ તળાવ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ધોળકા તાલુકા માં આવેલ છે. આ સિવાય ત્યાં ભીમ નું રસોડુ, સિદ્ધનાથ મહાદેવ, અને પાંડવ ની શાળા પણ આવેલી છે.

મલાવ તળાવ ની સાથે પરપોટિયા મહાદેવ નું મંદિર પણ જોવા લાયક છે. ધોળકા નું જૈન દેરાસર પણ મહત્વ ધરાવે છે.

એવું માનવમાં આવે છે કે ધોળકા માં પાંડવો વડે કિચક કે જેને દ્રૌપદી ની પવિત્રતા ને હણવાનો પ્રયત્ન કર્યો હતો તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ આશરે બીજી સદી માં સૂર્યવંશ ના રાજા કનકસેન વડે ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી.

ચાલુક્ય વંશ પૂરો થતાં વાઘેલા વંશ સત્તામાં આવ્યો ત્યારે ધોળકા એ ગુજરાત નું પ્રમુખ વેપારી કેન્દ્ર માનવામાં આવતું હતું.

« Back to Glossary Index