અરીઠા – Aritha

અરીઠા(Aritha): અરીઠાના ઝાડ ઝૂઝ પ્રમાણ માં જોવા મળે છે. અરીઠા ઘણા વિષનાશક હોય છે. તેનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું ની ઝેરી અસર ને દૂર કરવા થાય છે. અરીઠા નું પાણી પીવડાવવાથી, ઊલટી થયી તમામ ઝેર નીકળી જાય છે. ઝેરી અસર ને દૂર કરવા માટે તેના ફીણ ને આંખ માં આંજવામાં આવે છે. પરંતુ તેની બળતરા દૂર કરવા માટે ઘી આંજવું ખુબજ જરૂરી છે. માથા માં ખોડો દૂર કરવા અને વાળ ને રેશમી કરવા માટે તેનો ઉપયોગ લાભકારી રહે છે. અરીઠાના પાણી થી સોનાના ઘરેણાં પણ ધોવામાં આવે છે.

« Back to Glossary Index