Aghedo – આઘેડો: આ એક નાનો વર્ષાયું છોડ છે. તેના ફળ સીધી ડાળી ઉપર થાય છે. અનેક પ્રકાર ની જમીનમાં અનેક ડાળીઓ યુક્ત આ છોડ યોગ્ય પાણી પ્રાપ્ત હોય તો 2-3 વર્ષ સુધી જીવે છે. આધેડા ના મૂળ ને હાથ માં પકડી રાખવાથી કે કામરે બાંધવાથી પ્રસવ સમયની પીડા માં રાહત પ્રાપ્ત થાય છે.
તેના મૂળ વડે દાતણ કરવાથી પેઢા મજબૂત થાય છે. બીજ ને દૂધમાં ખીર બનાવી પીવાથી અઠવાડીયા સુધી ભૂખ લાગતી નથી. મગજ ના અનેક રોગો પર આ ખીર ઔષધિ તરીકે ખુબજ ઉપયોગી છે. કફ, મેદસ્વીતા અને જેરી જંતુ ના કરડવા ના દંશ પર વપરાય છે.
- હિન્દી નામ: लटजीरा
- વૈજ્ઞાનિક નામ: Achyranthes aspera