ગુજરાતી કવિતા: દીકરી નથી સાપ નો ભારો

“અજ્ઞાત” વડે લખવામાં આવેલી આ ગુજરાતી કવિતા(Gujarati Kavita) “દીકરી નથી સાપ નો ભારો” એ દીકરી પર ગુજરાતીમાં લખવામાં આવેલ એક અદ્ભુત કવિતા છે. સમાજમાં ચાલી રહ્યા તમામ બીએચઆરએમ ને તોડવા માં સમર્થ આ ગુજરાતી કવિતા નું હવે માત્ર રસપાન જ નહીં કરતાં તેને સમજવાની પણ આવશ્યકતા છે.

Gujarati kavita : દીકરી નથી સાપ નો ભારો

દીકરી નથી સાપ નો ભારો
દીકરી તો છે તુલસી નો ક્યારો
દીકરી થકી અજવાળુ
દીકરી વિના સઘળુ કાળુ
દીકરી બાપ નુ ઊર
દીકરી આંખ નુ નૂર
દીકરી તાત નુ અરમાન
દીકરી માત નુ ઉડાન
દીકરી વિના બાપ પાંગળો
છતી વસ્તુએ સાવ આંધળો
ઉધરસ નો જરી ઠણકો આવે
દીકરી દોડી ને પાણી લાવે
મા-બાપ ને કશુક થાય
દીકરી નુ દીલ વલોવાઈ જાય
મા-દીકરી-બહેની
એના પ્રેમ માં ન આવે કમી
દીકરી પ્યાર નુ સમસ્ત શાસ્ત્ર
ત્યાગ સમર્પણ નુ અક્ષયપાત્ર
સ્વાર્થ નુ સગપણ એવુ , એ તો તડ પડે કે તૂટે
દીકરી તો સ્નેહ ની સરવાણી, એ તો નિત્ય નિરંતર ફૂટે
દીકરી નાં પગલે તો લાગે બધુ મનોહર
દીકરી વિના નુ ઘર, જાણે વાગ્યા વિનાનું ઝાંઝર
દીકરો તારે ને બુઢાપા માં પાળે, એ નાહક નો ભ્રમ
દીકરી જ ઠારે, આંસુ સારે ભવ તારે એ સૃષ્ટિ નો ક્રમ
દીકરી અવતરતા મોઢુ ફેરવે મા-બાપ
કયા ભવે છૂટશે કરી ને આવા પાપ
દીકરી ને શુ ભણવાનુ? એને તો ઘર માં રહેવાનુ
એ ખયાલ પુરાણા છોડો, દીકરી ને ના તરછોડો
દીકરી-દુહિતા ને ના દુભાવશો
વિધાતા ને વેરી કરશો
દીકરી જશે જે ઘરથી, ત્યાં ફરી વળશે અંધારુ
દીકરી વિનાનુ જાણે મીઠુ જળ પણ ખારુ
દીકરી જતા લાગશે સૂનુ
જગત આખુ ભાસશે જૂનુ
દીકરી જતા સાસરે
મા-બાપ ભગવાન નાં આશરે.

– અજ્ઞાત

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment