Connect with us

ગુજરાતી કહેવતો | Gujarati kahevat wikipedia|

Gujarati Kahevat | 150+ ગુજરાતી કહેવત ભાગ-1

Published

on

Gujarati Kahevat | ગુજરાતી કહેવત

Gujarati Kahevat: ગુજરાતી કહેવત વડે થોડા શબ્દ માં ઘણું બધુ કહી શકાય છે. આથી અમે અહી આપને 150+ Gujarati Kahevat આપીએ છીએ. “કહેવત એટલે Proverb” અહી અમે આપેલી તમામ કહેવત એ ગુજરાતી ભાષા ની પ્રસિદ્ધ અને વાર-નવાર લોકો ના મુખે સાંભળવા મળતી કહેવત છે.

અહી અમે જુદા જુદા વિષય પર કહેવત આપી છે જેવાકે માતા પર કહેવત(Gujarati Kahevat on Mother), અક્કલ પર કહેવત, Puzzel પર કહેવત. આ બધી કહેવત આપને ગુજરાતી ભાષા ની વિવિધતા નો ખ્યાલ ખ્યાલ કરાવશે.

150+ Gujarati Kahevat

આંધળામાં કાણો રાજા


ઘેર ઘેર માટીનાં ચૂલા

બધે એક સરખી પરિસ્થિતી હોવી જેવો ભાવાર્થ આ કહેવત દ્વારા પ્રતિપાદિત થાય છે


ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી.

અહી ગુણો અને પરાક્રમ ની વાત કરવામાં આવી છે. રાજા ભોજ પરાક્રમ માં રાજા ગણગું અને તૈલપ થી ચડિયાતા હતા.


લાતો ના ભૂત વાતોથી ન માને.

જે વ્યક્તિ ને શિક્ષા તીજ ખાબડ પરે અન સમજણ થી નહીં તેના માટે આ કહેવત પ્રયોજાય છે.


રાત થોડી ને વેશ ઝાઝા.

ઓછા સમય માં વધુ કામ કરવાનું હોય તેવા સંદર્ભ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.


ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો.

એક સાથે બે કે તેથી કાર્ય કે પસંદગી કરવાના કારણે બંને જગ્યાએ નિષ્ફળ થવું એવો ભાવાર્થ.


વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો.


લાલો લાભ વિના ન લૂટે.

મદદ કરવાના બહાને પાછળ થી છુપો લાભ સંતોષવામાં આવતો હોય ત્યારે.


ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે.


સંગ તેવો રંગ.

જેવી સંગત હોય તેવો સ્વભાવ થાય તેવો ભાવાર્થ આ કહેવત દ્વારા થાય છે.


ગુજરાતી કહેવત અર્થ સાથે (Gujarati Kahevat with Meaning)

વાવો તેવું લણો.

જેવા કર્મ કરશો તેવું ફળ પ્રાપ્ત થશે.


સુકા ભેગુ લીલુ બળે.

ખરાબ વ્યક્તિ ની સંગત થી સારો વ્યક્તિ પણ બદનામ જ થાય છે.


કૂવામાં હોય તો હવાડામાં આવે.


એક સાંધતા તેર તૂટે.

એક મુશ્કેલી માથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ ત્યાં બીજી અનેક મુશ્કેલી સામે આવે તેવી સ્થિતિ માં આ કહેવત નો ઉપયોગ થાય છે.


પાકા ઘડે કાંઠા ન ચડે.

એક વાર સમય ચૂક્યા પછી પરિસ્થિતી માં બદલાવ સંભવ નથી.


ઉતાવળે આંબા ન પાકે.

અમુક કાર્ય કરવા માટે ધીરજ રાખવાની આવશ્યકતા હોય છે. અન્યથા ઉતાવળ કરવા થી કામ બગડી શકે છે.


ઝાઝી કીડીઓ સાપને તાણે.


ઝાઝા હાથ રળીયામણાં.

એક કામ કરવા માટે એક થી વધુ વ્યક્તિ હોય તો તે કામ જડપ થી થાય છે.


વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં.

વારસાગત લક્ષણો પર જ્યારે ટીકા કરવાની હોય ત્યારે આ પ્રકાર ની કહેવત કહેવામા આવે છે.


લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે.

Gujarati kahevat on Mother


પારકી મા જ કાન વિંધે.


માં તે માં બીજા વગડાનાં વા


ઘોડે ચડતો બાપ મરજો પણ છાણાં વીણતી માં નાં મરજો

Gujarati Kehavat

બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો.


સંપ ત્યાં જંપ.


ના બોલવામાં નવ ગુણ.


પહેલુ સુખ તે જાતે નર્યા.

શરીર સ્વસ્થ્ય હોય તો બધુ સલામત છે. શારીરિક સુખ ને મહત્વ આપવા માટે આ કહેવત ને ટાંકવા માં આવે છે.


અણી ચૂક્યો સો વર્ષ જીવે.


ઈદ પછી રોજા.


ઘરકી મૂર્ઘી દાલ બરાબર.


જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે.

માથાભારે વ્યક્તિ નો ઘમંડ તેનો પુત્ર તોડે તેવા કિસ્સામાં આવી કહીવટ નો ઉપયોગ થાય છે.


મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ.


ભેંસ ભાગોળે અને છાશ છાગોળે.


હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.


પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી.


લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ.


વખાણેલી ખીચડી દાઢે વળગી.


આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા.


મા તે મા, બીજા વગડાનાં વા.

માં જેટલો પ્રેમ તેના પુત્રને આપે છે એટલો પ્રેમ બીજું કોઈ આપી શકતું નથી.


કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ.

અમુક લક્ષણ એક વખત પડ્યા પછી તે ગમેતેવા પ્રયત્ન કરવા થી પણ જતાં નથી.


સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો.


ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર.


રામ રાખે તેને કોણ ચાખે.


શેઠની શીખામણ જાંપા સુધી.


ટીંપે ટીંપે સરોવર ભરાય.


અધૂરો ઘડો છલકાય ઘણો.


રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં.


ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન.


સંગર્યો સાપ પણ કામનો.


મોરનાં ઈંડા ચીતરવા ન પડે.


દુકાળમાં અધિક માસ.

એક દુખ હતુંત્યાં બીજા દુખ માં વધારો થયો.


માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું.


રાજા ને ગમે તે રાણી.


લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય.

જ્યારે તક સામે આવે ત્યારે તેને અવગણવી ના જોઈએ.


બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના.


ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો.


બાંધે એની તલવાર.


આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય.


ભેંસ આગળ ભાગવત.


બોલે તેના બોર વહેચાય.


ગાંડી સાસરે ન જાય અને ડાહ્યી ને શીખામણ આપે.


બકરું કઢતા ઉંટ પેઠું.


સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય.


લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે.


ખાલી ચણો વાગે ઘણો.


જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી.


દૂરથી ડુંગર રળિયામણાં.


શેરને માથે સવાશેર.


હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો.


પાડાનાં વાંકે પખાલીને ડામ.


ઊંટના અઢાર વાંકા.


કીડીને કણ ને હાથીને મણ.


નાચ ન જાને આંગન ટેઢા.


ચેતતા નર સદા સુખી.


વાડ થઈને ચીભડાં ગળે.


સાપ ગયા અને લીસોટા રહી ગયા.


કાશીમાં પણ કાગડા તો કાળા જ.


પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં.


કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં.


ધીરજનાં ફળ મીઠાં.


સો સોનાર કી એક લૂહાર કી.


કાગનું બેસવુ અને ડાળનું પડવું.


ગાંડાના ગામ ન હોય.


બાવાનાં બેવુ બગડે.


શેતાનું નામ લીધુ શેતાન હાજર.


દશેરાનાં દિવસે ઘોડા ન દોડે.


બાંધી મુઠી લાખની.


નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ.


હિમ્મતે મર્દા તો મદદે ખુદા.


છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી.


ધરમની ગાયનાં દાંત ન જોવાય.


સીધુ જાય અને યજમાન રીસાય.


હસે તેનું ઘર વસે.


ના મામા કરતાં કાણો મામો સારો.


મન હોય તો માંડવે જવાય.


પારકી આશ સદા નીરાશ.


બાર વર્ષે બાવો બાલ્યો.


ભાવતુ હતુ ને વૈદે કીધુ.


નામ મોટા દર્શન ખોટા.


ગા વાળે તે ગોવાળ.


ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા.


ખાડો ખોદે તે પડે.

જે પણ ખારબ કર્મ કરે તેને તેનું ફળ ભોગવવું પડે છે. તેવા અર્થ માં આ કહેવત કહેવામાં આવે છે.


નમે તે સૌને ગમ.

આ કહેવત માં નામનાર વ્યક્તિ સૌને પ્રિય હોય છે. તેવો ભાવાર્થ કહેવામા આવ્યો છે.


અમને આશા છે કે આપણે અમારા દ્વારા આપવામાં આવેલ ગુજરાતી કહેવત (Gujarati Kahevat) પસંદ આવી હશે. જો આપણે હજુ પણ આવી અવનવી ગુજરાતી ભાષા ની કહેવત ને વાંચવી હોય તો આ લેખ ને વધુ ને વધુ લોકો સાથે શેર કરો ધન્યવાદ.

"સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર આ વિશુદ્ધ ગુજરાતી નો જન્મ અને ઉછેર અમદાવાદ જિલ્લાના નાનકડા એવા કોઠ ગામમાં માં થયો છે. જન્મથી જ ગુજરાતી હોવાના કારણે માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ છે. ઇજનેર નો અભ્યાસ કરી પોતાની યૂટ્યૂબ ચેનલ બનાવી અને 21000 થી પણ વધુ સબ્સ્ક્રાઇબર્સ ઓછા સમય માં પ્રાપ્ત કર્યા. હાલ બ્લોગિંગ ક્ષેત્ર માં રુચિ હોવાના કારણે Be Expensive નામનું એક નવું પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં હિન્દી અને ગુજરાતી ભાષા મે વિવિધ વિષય જેવા કે ટેક્નોલોજી, સાંપ્રત પ્રવાહ પર પોતાના મત અને જ્યોતિષ પર લેખ લખે છે.

1 Comment

1 Comment

  1. Pingback: Gujarati Kahevat on intellect | Gujarati Kahevat on Brain બુદ્ધિ પર કહેવત - GUJARATI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending