નિબંધ લેખન કઈ રીતે કરવું તેની પ્રાથમિક સમજણ

Read Time:4 Minute, 51 Second

Nibandh lekhan in Gujarati: આજના ભણતરના સમયમાં નિબંધ લેખન એક એક મહત્વપૂર્ણ વિષય બની ગયો છે જેના થી વિધ્યાર્થી ની કલ્પના અને લેખન શક્તિ ની પરીક્ષા થાય છે. વિદ્યાર્થી જીવન માં એવ ઘણા પ્રસંગો આવે છે જ્યારે નિબંધ લેખન ની જરૂરિયાત હોય છે. આવીજ નિબંધ લેખન ની જરૂરિયાત ને ધ્યાન માં રાખી અમે આપના માટે અહી અલગ અલગ વિષયો ના નિબંધ ને લાવીશું જે વિદ્યાર્થી ને ખુબજ ઉપયોગી બને. આ લેખ વતી અમે આપણે નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય (How to write essay in Gujarati) તેની પ્રાથમિક સમજ આપવાનો પ્રયત્ન કરીશું.

નિબંધ એટલે શું?

ઘણા લોકો ને મનમાં આ પ્રકાર નો પ્રશ્ન થતો હોય છે કે નિબંધ એટલે શું અને તે કેવી રીતે લખાય? અહી અમે આપને નિબંધ વિશે આસન ભાષા માં સમજાવીશુ.

“સામાન્ય રીતે જોઈએ તો નિબંધ એ એક ગદ્યનો પ્રકાર છે.”

નિબંધ નો અર્થ જ થાય છે બાંધેલું અર્થાત “ઍક તાંતણે બાંધેલું” કોઈપણ નિબંધ સમાન ભાવ અને લેખન પદ્ધતિ થી લખાયેલો હોય છે. વિશેષ વિષય પર નિબંધ લખવાનો અર્થ થાય છે કે તે વિષયના સંદર્ભ માં ગદ્ય સ્વરૂપ માં એવિ માહિત પ્રદાન કરવી જે વાંચનાર વ્યક્તિ સરળતા થી તે વિષય ને સમજી શકે. સરળતા થી નિબંધ ને સમજી શકાય તે માટે તેની લેખન પદ્ધતિ ખુબજ મહત્વ પૂર્ણ હોય છે.

એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખવો?

એક સુંદર નિબંધ લખવા માટે ઘણા બધા પરિબળો અસરકારતા હોય છે. જેવાકે, વાક્ય નો ઉપયોગ, નિબંધ ની લંબાઈ, ભાષા નો ઉપયોગ, અને નિબંધ નું બંધારણ. એક સુંદર નિબંધ આ બધા પરિબળો નો સુગમ સમન્વય હોય છે.

વાક્ય ની નિબંધ લેખન પર અસર: નિબંધ લેખન માં વાક્ય ની લંબાઈ અને તેનો અનુપ્રયોગ ખુબજ મહત્વ રાખે છે. વાક્ય ની લંબાઈ ઘણી વધારે કે સાવ થોડી ન હોવી જોઈએ.

નિબંધ ની લંબાઈ: તે એક વિષય ને ટૂંક માં ગદ્ય સ્વરૂપ માં સમજાવાની પદ્ધતિ છે. જેથી તે ખુબજ લાંબો કે સાવ ટૂંકો પણ ન હોવો જોઈએ. વિદ્યાર્થી માટે તેની લંબાઈ આવશ્યકતા અનુસાર જ હોવી જોઈએ.

નિબંધ લેખન માં પ્રયોગ થનાર ભાષા: નિબંધ માં ઉપયોગ માં લેવાતી ભાષા એકદમ સરળ અને વાંચનાર વ્યક્તિ તેને સરળતા થી સમજી શકે તે પ્રકારે હોવી જોઈએ. સાથે તેમાં ભાવ પણ પ્રદર્શિત થવો જોઈએ.

નિબંધ લેખન નું બંધારણ કેવું બનાવવું?

કોઈ પણ નિબંધલેખન ની પ્રક્રિયા ને ત્રણ પ્રકાર માં વહેચી શકાય છે. જેમાં પ્રથમ “પૂર્વભૂમિકા” આવે છે. બીજા ક્રમે “વિષય વિસ્તાર” અને ત્રીજા ક્રમે “નિષ્કર્ષ” હોય છે.

પૂર્વભૂમિકા માં નિબંધ ના વિશે “થોડીક” માહિતી આપો જે વાંચવાથી નિબંધ વાંચનાર ને થોડો ખ્યાલ પણ આવે વિષય બાબતે અને કંટાળો પણ ના આવે.

વિષય વિસ્તાર માં નિબંધ ના વિષય ના સંદર્ભ માં લખવાનું હોય છે. અહી કોઈ પણ ફકરાની લંબાઈ અતિવધારે ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આને પહેલા થોડા પોઈન્ટ બનાવી ને અલગ થી રાખી પછી નિબંધ માં ફકરા સ્વરૂપે લખી શકાય છે.

નિષ્કર્ષ જે નિબંધ નું તારણ દર્શાવે છે અને કોઈક કિસ્સા માં તે આપનો અભિપ્રાય પણ માંગતો હોય શકે છે. તેની લંબાઈ પણ વધારે ના હોવી જોઈએ. સરળ અને સટીક ભાષા નો ઉપયોગ આવશ્યક છે.

નિબંધમાળા ગુજરાતી માં (Nibandhmala Gujarati)

અહી અમે આપને જુદા જુદા અને ઉપયોગી વિષય પર નિબંધ આપીશું જે વિધ્યાર્થી ને પરીક્ષા અને અન્ય સ્પર્ધા માં ખુબજ ઉપયોગી બની શકે. અમને આશા છે કે આપને અમારા દ્વારા આપવામાં આવેલી આ ગુજરાતી નિબંધમાળા (Nibandhmala Gujarati) આવશે. પસંદ આવે તો અન્ય લોકો જોડે શેર કરવા વિનંતી.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *