Connect with us

સાળંગપુર

Published

on

સાળંગપુર એ ગુજરાત ના બોટાદ જીલ્લાના બરવાળા તાલુકા માં આવેલ પૂર્ણ સ્થળ છે. અહી નો વારસો ઐતિહાસિક અને ભક્તિભાવ પૂર્ણ છે. તમામ સુવિધા થી સભર સાળંગપુર માં બે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ આવેલ છે.

  • હનુમાંજી મંદિર સાળંગપુર
  • સ્વામિનારાયણ મંદિર સાળંગપુર

હનુમાંજી મંદિર સાળંગપુર

આ મંદિરની સ્થાપના સ્વામિનારાયણ મંદિર ના એક પ્રમુખ સંત એવા ગોપાળાનંદ સ્વામી એ કરી હતી. એવું કહેવાય છે કે એ સમયે કાષ્ઠમાથી બનેલી એ મુર્તિ ધ્રૂજવા માંડી હતી. બાદ માં સ્વામી એ કાષ્ઠ ની લાકડી થી મુર્તિ ને સ્થિત કરી અંદર દૈવત સ્થાપિત કર્યું હતું. હાલના મંદિર નો પાયો શસ્ત્ર્જિ મહારાજ વડે મૂકવામાં આવ્યો હતો. અત્યારે અહી ભૂત-પિશાચ જેવી વસ્તુ ને દૂર કરવામાં આવે છે.

સ્વામિનારાયણ મંદિર સાળંગપુર

શાસ્ત્રીજી મહારાજ એક નવી પરંપરા સાથે જોડાયા બાદ તેમણે હનુમાનજી મંદિર ની બાજુમાં એક વિશાળ મંદિર ની રચના કરી જે હાલ અક્ષરપુરષોત્તમ મંદિર તરીકે ઓળખાય છે. અત્યાર ના સમય માં સ્વામિનારાયણ સંપ્રદાય નો એક વિશેષ હિસ્સો જે બીએપીએસ તરીકે ઓળખાય છે તેના સંતો નું તાલીમ કેન્દ્ર અહી આવેલું છે. પ્રમુખ સ્વામિ મહારાજ ની અંતિમ સંસ્કારની વિધિ પણ આજ મંદિર માં થયી હતી.

"સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર આ વિશુદ્ધ ગુજરાતી નો જન્મ અને ઉછેર અમદાવાદ જિલ્લાના નાનકડા એવા કોઠ ગામમાં માં થયો છે. જન્મથી જ ગુજરાતી હોવાના કારણે માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ છે. ઇજનેર નો અભ્યાસ કરી પોતાની યૂટ્યૂબ ચેનલ બનાવી અને 21000 થી પણ વધુ સબ્સ્ક્રાઇબર્સ ઓછા સમય માં પ્રાપ્ત કર્યા. હાલ બ્લોગિંગ ક્ષેત્ર માં રુચિ હોવાના કારણે Be Expensive નામનું એક નવું પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં હિન્દી અને ગુજરાતી ભાષા મે વિવિધ વિષય જેવા કે ટેક્નોલોજી, સાંપ્રત પ્રવાહ પર પોતાના મત અને જ્યોતિષ પર લેખ લખે છે.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending