નળ સરોવર એ ગજરાત ના પ્રસિદ્ધ સરોવર માનું એક છે. જે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ની સરહદ વચ્ચે સ્થિત છે. 12000 જેટલા હેક્ટર માં ફેલાયેલું આ સરોવર દેશ વિદેશ ના પ્રવાસી માટે આકર્ષણ નું કેન્દ્ર છે.
પાણી ની ઊંડાઈ ખુબજ ઓછી હોવાના કારણે વનસ્પતિ નો વિકાસ પણ યોગ્ય થાય છે. યાયાવર પક્ષીઓ અહી મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે. અહી આશરે પોણા બે લાખ પક્ષી આશરો લે છે.
નળસરોવર ની આસપાસ ના વિસ્તાર માં પઢાર જાતિ ના લોકો વસવાટ કરે છે. જે લોકો પાસે પોતાનો આગવો સાંસ્ક્રુતિક વારસો છે. આ સ્થાન ને અભ્યારણ તરીકે પણ માન્યતા પ્રાપ્ત છે.
Average Rating