ભીમનાથ

ભીમનાથ પણ ગુજરાત નું એક વિશેષ ધાર્મિક સ્થળ છે જે ભગવાન શિવ ને સમર્પિત છે. ગુજરાત ના મોટાભાગના પ્રખ્યાત મંદિર નો ઇતિહાસ પાંડવ અને મહાભારત સાથે જોડાયેલો છે એવિજ રીતે ભીમનાથ મંદિર નો પણ ઈતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે.

ગુજરાત ના બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા માં આવેલું આ ભક્તિ ભાવ પૂર્ણ તીર્થધામ ભીમનાથ એ નિલ્કા નદી ના તટ પર આવેલું છે. આ મંદિર નું બાંધકામ પાંડવો દ્વારા કરવામાં આવેલું છે.

આ મંદિર ની એક ખાસિયા એ પણ છે કે તેને કોઈ પણ શિખર નથી. અને મંદિર ની મધ્યમાથી એકવરખડી નું વૃક્ષ બહાર નીકળે છે.

« Back to Glossary Index