અમદાવાદ

અમદાવાદ એ તેનું મુખ્ય મથક છે. સાબરમતી નદી ના કિનારે ખાંટ રાજા આશાભીલનું ગામ આશાવલ કે જે આશાવલ્લી તરીકે પણ ઓળખાય છે.

અમદાવાદ એ તેનું મુખ્ય મથક છે. સાબરમતી નદી ના કિનારે ખાંટ રાજા આશાભીલનું ગામ આશાવલ કે જે આશાવલ્લી તરીકે પણ ઓળખાય છે. સોલંકી વંશ ના રાજા કર્ણદેવ સોલંકી વડે ત્યાં એક મોટું નાગર વિકસાવમાં આવ્યું હતું જે કર્ણાવતિ થી ઓળખાતું હતું.

14મી સદી માં ગુજરાત માં રાજપૂત સત્તા નો અંત આવતા 1 એપ્રિલ 1411 ના રોજ સુલતાન અહમદશાહ વડે અહી અમદાવાદ ની સ્થાપના કરવામાં આવેલી. ત્યારબાદ અહી ભાવિ ઇમારતો ના નિર્માણ થી અમદાવાદ ની શોભા વધારેલી.

આજે અમદાવાદ માં ભદ્રનો કિલ્લો, ગાયકવાદી હવેલી, ત્રણ દરવાજા, જમા મસ્જિદ, બાદશાહ નો હજીરો, રાની નો હજીરો, જકરિયા મસ્જિદ, કૂટબુદ્દીન શાહ ની મસ્જિદ, સારંગપુર ની મસ્જિદ, રાની રુપમતી ની મસ્જિદ, રાની સિપ્રિની ની મસ્જિદ, સીડી સૈયદ ની જાળી, આજમખાણ નો રોજો, દરિયાખાન નો ઘૂમ્મટ, અહમદશાહ ની મસ્જિદ, વગેરે જેવા અધભૂત સ્થાપત્ય ઉપલબ્ધ છે.

મહમદ બેગડા દ્વારા નગરની ફરતે 12 દરવાજા મૂકી એક કોટ નું નિર્માણ કર્યું. કૂટબુદ્દીન દ્વારા બનાવેલું તળાવ આજે હૌજે કુતુબ (કાંકરીયા તળાવ) તરીકે ઓળખાય છે.

અમદાવાદ માં જૈન સાહિત્ય અને કળા પણ જોવા મળે છે જેમકે હઠીસિંગ નું જિનાલય, સરસપૂરનું ચિંતામણિ દેરું, અને ઝવેરીવાદ નું પપાર્શ્વનાથ નું દેરાસર

કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, નગરદેવી માં ભદ્રકાલી માતા નું મંદિર, સ્વામિનારાયણ મંદિર, વૈષ્ણવો ના મંદિર રામ અને કૃષ્ણ ભગવાન ના પણ અનેક મદિર જોવા મળે છે.

જગન્નાથ ભગવાન નું પણ ભવ્ય મંદિર છે. આ મંદિર થી અષાઢી 2 ના દિવસે રથયાત્રા ભવ્ય રૂપ માં નીકળે છે.

અમદાવાદના કેટલાક મહત્વનાં સ્થળ

જગન્નાથનું મંદિર, ઝૂલતા મિનારા, દરિયાખાન નો ઘૂમ્મટ, ચંડોળા તળાવ, ગીતા મંદિર, સરદાર પટેલ મ્યુઝિયમ, કાંકરીયા તળાવ અને બાળવાટિકા, પતંગ હોટેલ, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવર ફ્રંટ, કોચરબ આશ્રમ, શાહ આલમ નો રોજો, સુંદરવન, સાઇન્સ સિટિ, આઇ મેક્સ થિએટર, દાદા હારી ની વાવ, માનવ મંદિર, સારંગ પૂર નું વાઈશવ સંપ્રદાય નું મંદિર, યોગેશ્વર મંદિર, ઇસ્કૉન મંદિર, ગુરુદ્વારા, ભાગવત વિધ્યાપીઠ, કૃષ્ણ મંદિર, લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર જેવા ઘણા મહત્વ પૂર્ણ અને જોવા લાયક સ્થળો છે.

આ સિવાય ત્યાં અનેક યુનિવર્સિટી, સંગ્રહાલય, અને સંસ્થા પણ છે.

સાબરમતિ નદી ને કિનારે વસેલું આ નાગર ફરવા માટે એક અદ્ભુત સ્થળ છે. આ એક સમયે ભારત નું માન્ચેસ્ટર તરીકે ઇલખાતું હતું.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *